Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 13:10 - પવિત્ર બાઇબલ C.L.

10 તેથી જ તમારાથી દૂર હોવા છતાં, હું આ લખું છું; જેથી જ્યારે હું ત્યાં આવું, ત્યારે પ્રભુએ મને આપેલા અધિકારનો ઉપયોગ કરીને મારે સખતાઈથી ક્મ લેવું ન પડે. આ અધિકાર તો તમને તોડી પાડવા નહિ, પણ તમારી ઉન્‍નતિ કરવાને માટે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 જે અધિકાર પ્રભુએ નાશ કરવા માટે નહિ, પણ ઉન્‍નતિ કરવા માટે આપ્યો છે, તે પ્રમાણે હું હાજર થાઉં ત્યારે સખતાઈથી ન વર્તું, એ માટે ગેરહાજર છતાં હું આ વાતો લખું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 એ માટે હું તમારી મધ્યે ન હોવા છતાં આ વાતો લખું છું, કે હાજર હોઈશ ત્યારે કઠોર રીતે નહિ પણ જે અધિકાર પ્રભુએ નુકસાન માટે નહિ પણ ઘડતરને માટે આપ્યો છે તે પ્રમાણે હું વર્તું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 હું જ્યારે તમારી સાથે નથી ત્યારે આ વાતો લખું છું. હું લખું છું જેથી જ્યારે હું આવું ત્યારે તમને શિક્ષા કરવા માટે મારા સાર્મથ્યનો ઉપયોગ ના કરવો પડે. પ્રભુએ મને તે સાર્મથ્ય તમને પ્રબળ કરવા આપ્યું છે નહિ કે તમારો ધ્વંશ કરવા.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 13:10
11 Iomraidhean Croise  

તમારી પાસે હું શું લઈને આવું? સોટી કે પ્રેમી અને માયાળુ હૃદય? તમારી શી પસંદગી છે?


તેથી તમે એકત્ર થાઓ ત્યારે હું ય આત્મામાં તમારી સાથે હોઈશ.


હું તમારી પાસે આવું ત્યારે તમારા પ્રત્યે કડક વલણ દાખવવાની મને ફરજ ન પાડો. જેઓ એમ કહે છે કે અમે સ્વાર્થી હેતુઓ પ્રમાણે કાર્ય કરીએ છીએ, તેમના પ્રત્યે હું કડક વલણ દાખવીશ.


જે શસ્ત્રો અમે વાપરીએ છીએ તે દુન્યવી નથી, પણ ઈશ્વરનાં શક્તિશાળી શસ્ત્રો છે. તેનાથી અમે કિલ્લાઓને પણ તોડી પાડીએ છીએ. અમે જૂઠી દલીલોને તોડી પાડીએ છીએ.


પ્રભુએ અમને આપેલા અધિકારનો મેં બહુ ગર્વ કર્યો હોવા છતાં હું શરમાતો નથી. આ અધિકાર તમને નીચે પાડવા માટે નહિ, પણ તમારી ઉન્‍નતિ માટે છે.


જેમણે અગાઉ પાપ કર્યાં હતાં તેમને અને બાકીનાં બીજાં બધાંને હું ચેતવણી આપવા માગું છું. આ અગાઉ મારી બીજી મુલાકાત દરમિયાન પણ મેં ચેતવણી આપી હતી, અને ફરી હું જ્યારે તમારાથી દૂર છું ત્યારે પણ ચેતવું છું. હવે પછી હું આવીશ ત્યારે શિક્ષામાંથી કોઈ બચી શકશે નહિ.


કારણ, સત્યની વિરુદ્ધ નહિ પણ તેના સમર્થનને માટે અમે કંઈ કરી શકીએ.


હું તમારી પાસે આવું ત્યારે મને આનંદિત કરનારા લોકોથી જ મારે ખિન્‍ન ન થવું પડે માટે જ મેં તમને પેલો પત્ર લખ્યો હતો. પણ મને ખાતરી થઈ છે કે જ્યારે હું આનંદિત છું, ત્યારે તમે બધા આનંદિત છો.


અમારી શુદ્ધતા, જ્ઞાન, સહનશીલતા અને માયાળુપણાથી અમે પોતાને ઈશ્વરના સેવકો તરીકે જાહેર કર્યા છે; અમે એ કાર્ય પવિત્ર આત્માની સહાયથી,


તેનું કહેવું સાચું છે. આ કારણથી તારે તેમને ધમકાવવા,


Lean sinn:

Sanasan


Sanasan