Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 12:16 - પવિત્ર બાઇબલ C.L.

16 આમ, હું તમારે માટે બોજારૂપ નહોતો, એ વાત સાથે તમે સંમત થશો. પણ કોઈ એવું કહેશે કે મેં ચાલાકી વાપરીને અને જૂઠું બોલીને તમને ફસાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 પણ તમે ભલે એમ ધારો કે મેં પોતે તમારા પર બોજો ન નાખ્‍યો, પણ ચતુર હોવાથી મેં તમને કપટથી ફસાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 સારું, એમ છે તો મેં તમારા પર બોજ નાખ્યો નહિ, પણ ચાલાક હોવાથી મેં તમારા ભોળપણનો લાભ લીધો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 એ સ્પષ્ટ છે કે હું તમને બોજારુંપ નહોતો. હું ચાલાક હતો અને તમને પકડવા જૂઠનો ઉપયોગ કરતો હતો તેવું તમે વિચારો છો.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 12:16
11 Iomraidhean Croise  

અમને આ વાતનો ગર્વ છે કે અમે આ દુનિયામાં તમારા પ્રત્યે ઈશ્વર તરફથી મળેલી સંનિષ્ઠા અને નિખાલસતાથી વર્ત્યા છીએ અને તેનો આધાર માનવી જ્ઞાન પર નહિ, પણ ઈશ્વરની કૃપાના સામર્થ્ય પર છે અને એની ખાતરી અમારી પ્રેરકબુદ્ધિ પણ અમને આપે છે.


તમને તો કોઈ હુકમ કરે, તમારો લાભ ઉઠાવે, તમને સકંજામાં લે, તમારા પ્રત્યે ઘૃણા દાખવે કે ગાલ પર તમાચો મારે, તો પણ તમે તેને સહન કરો છો.


મેં બીજી મંડળીઓ કરતાં શું તમને વધારે પરેશાન કર્યા હતા? તમારી પાસેથી મદદ મેળવવાની મેં આશા રાખી નહિ એટલું જ ને! જો એથી મેં તમને દુ:ખી કર્યા હોય, તો મારો એટલો અપરાધ માફ કરજો.


અમે શરમજનક ગુપ્ત કાર્યોનો ત્યાગ કર્યો છે. અમે છેતરપિંડી કરતા નથી, કે ઈશ્વરના સંદેશમાં ભેળસેળ કરતા નથી. સત્યના પૂર્ણ પ્રકાશમાં અમે ઈશ્વરની સમક્ષ જીવીએ છીએ, અને પ્રત્યેકની પ્રેરકબુદ્ધિને અમારી યોગ્યતાની ખાતરી થાય એ રીતે રહેવાનો પ્રયત્ન કરીએ છીએ.


અમને માન મળ્યું, ને અમારી નિંદા પણ થઈ; અમારું અપમાન થયું, ને અમારાં વખાણ પણ થયાં. અમને જુઠ્ઠા ગણવામાં આવ્યા હોવા છતાં અમે સત્ય બોલીએ છીએ.


તમારા દિલમાં અમને સ્થાન આપો. અમે કોઈનું કંઈ ખોટું કર્યું નથી અથવા કોઈનું કંઈ બગાડયું નથી, અથવા કોઈનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન પણ કર્યો નથી.


તમારી પાસે અમે જે શુભસંદેશ લાવ્યા તેમાં કોઈ ભૂલ, બદઈરાદો કે કોઈ છેતરપિંડી નથી.


તમને ખબર છે કે અમે તમારી પાસે આર્થિક લાભ માટે ખુશામતભરી કે કપટયુક્ત વાતો લઈને આવ્યા નહોતા. તે વિષે ઈશ્વર પણ અમારા સાક્ષી છે.


જેથી આ ઉદ્ધારમાં તમારી વૃદ્ધિ થાય. કારણ, શાસ્ત્રમાં લખેલું છે: “પ્રભુ દયાળુ છે એવો તમને અનુભવ થયો છે.”


Lean sinn:

Sanasan


Sanasan