Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 11:9 - પવિત્ર બાઇબલ C.L.

9 વળી, હું તમારી સાથે હતો ત્યારે જરૂર હોવા છતાં મેં તમને તકલીફ આપી નહોતી. કારણ, મકદોનિયાથી આવેલા ભાઈઓએ મારી જરૂરિયાતો પૂરી પાડી હતી. જેમ ભૂતકાળમાં તેમ ભવિષ્યમાં પણ હું કદી તમને બોજારૂપ નહિ થાઉં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 વળી હું તમારી સાથે હતો ત્યારે મને તંગી પડયા છતાં પણ હું કોઈને ભારરૂપ થયો નહિ, કેમ કે, મકદોનિયામાંથી જે ભાઈઓ આવ્યા હતા, તેઓએ મારી જરૂરિયાતો પૂરી પાડી. અને હું સર્વ પ્રકારે તમને બોજારૂપ થતાં દૂર રહ્યો, અને દૂર રહીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 વળી હું તમારી સાથે હતો ત્યારે મને તંગી પડતી હતી તે છતાં પણ હું કોઈને ભારરૂપ થયો ન હતો; કેમ કે મકદોનિયામાંથી જે ભાઈઓ આવ્યા હતા, તેઓએ મારી જરૂરિયાતો પૂરી પાડી હતી; અને હું સર્વ પ્રકારે તમને બોજારૂપ થતાં દૂર રહ્યો હતો અને દૂર રહીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 જ્યારે હું તમારી સાથે હતો ત્યારે મારે જે કોઈ વસ્તુ જોઈતી હતી, તો મેં તેનો તમારા પર કોઈ બોજો નાખ્યો ન હતો. મકદોનિયાથી આવેલા બંધુઓએ મારે જે જોઈતું હતું, તે બધુંજ મને આપ્યું. તમારા પર બોજારૂપ મેં મારી જાતને બનવા દીઘી નથી. અને હું કદી તમને બોજારૂપ બનીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 11:9
16 Iomraidhean Croise  

મારી અગાઉના બધા રાજ્યપાલો લોકોને બોજારૂપ હતા. તેઓ લોકો પાસેથી ખોરાક અને દ્રાક્ષાસવ પેટે દરરોજના રૂપાના ચાલીસ શેકેલના સિક્કા લેતા હતા. તેમના નોકરો પણ લોકો પર જુલમ ગુજારતા હતા. પણ હું ઈશ્વરની બીક રાખતો હોવાથી એ પ્રમાણે વર્ત્યો નથી.


પછી તેમને ત્યાં રહી તેમની સાથે તે પણ તંબુ બનાવીને પોતાની આજીવિકા મેળવતો હતો.


સિલાસ અને તિમોથી મકદોનિયાથી આવ્યા એટલે પાઉલે યહૂદીઓ સમક્ષ ઈસુ એ જ મસીહ છે એવી સાક્ષી આપવામાં પોતાનો પૂરો સમય ગાળ્યો.


મેં કોઈના સોનારૂપાનો કે કીમતી વસ્ત્રનો લોભ રાખ્યો નથી.


કારણ, મકદોનિયા અને આખાયાના પ્રદેશોની મંડળીઓએ યરુશાલેમમાંના ઈશ્વરના લોકમાંના ગરીબોને મદદ કરવાનો ઠરાવ કર્યો છે.


સ્તેફાનસ, ફોર્તુનાતસ અને અખાઈક્સની મુલાકાતથી મને આનંદ થયો છે. તેમણે તમારી ગેરહાજરીની ખોટ પૂરી પાડી છે.


પણ અમે જે કંઈ કરીએ છીએ તેમાં ધીરજપૂર્વક હરક્તો, મુશ્કેલીઓ અને સંકટો સહન કરીને અમે ઈશ્વરના સેવકો છીએ તેવું દર્શાવીએ છીએ.


તમારી આ સેવા માત્ર ઈશ્વરના લોકોની જરૂરિયાતોને પહોંચી વળે છે એટલું જ નહિ, પણ સાથે સાથે તેનાથી ઘણા ઈશ્વરનો પુષ્કળ આભાર પણ માને છે.


ભાઈ એપાફ્રોદિતસને તમારી પાસે મોકલવાની મને જરૂર જણાય છે. તેણે મારી સાથે રહીને સહકાર્યકર અને સાથી સૈનિક તરીકે કાર્ય કર્યું છે. તમારા સંદેશવાહક તરીકે તથા મારા મદદનીશ તરીકે તેણે મારી સેવા કરી છે.


તમે કે બીજા કોઈ અમારી પ્રશંસા કરે તે માટે અમે પ્રયત્ન કર્યો નથી.


તમને યાદ હશે, કે અમે રાતદિવસ કાર્ય કરવામાં કેવો કઠોર પરિશ્રમ કર્યો; એ માટે કે ઈશ્વરનો શુભસંદેશ પ્રગટ કરવામાં અમે તમને ભારરૂપ થઈએ નહિ.


બીજા કેટલાકને પથ્થરે મારવામાં આવ્યા, કરવતથી વહેરી નાખવામાં આવ્યા, તલવારથી કાપી નાખવામાં આવ્યા. તેઓ ગરીબાઈ, કષ્ટો અને અત્યાચારનો ભોગ બનીને ઘેટાં તથા બકરાંના ચામડાં પહેરીને રખડતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan