Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 11:13 - પવિત્ર બાઇબલ C.L.

13 તેઓ સાચા નહિ પણ બનાવટી પ્રેષિતો છે. તેઓ પોતાના કાર્ય વિષે જૂઠું બોલે છે અને ખ્રિસ્તના સાચા પ્રેષિતો હોવાનો દેખાવ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 કેમ કે એવા માણસો જૂઠા પ્રેરિતો, કપટથી કામ કરનારા, ખ્રિસ્તના પ્રેરિતોનો વેશ ધરનારા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 કેમ કે એવા માણસો જૂઠા પ્રેરિતો, કપટી કાર્યકર્તાઓ અને ખ્રિસ્તનાં પ્રેરિતોનો વેશ ધરનારા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 આ લોકો સાચા પ્રેરિતો નથી. તેઓ અસત્ય બોલનાર કાર્યકરો છે. અને તેઓ તેમના પોતામાં પરિવર્તન લાવે છે, કે જેથી લોકો માને કે તેઓ ખ્રિસ્તના પ્રેરિતો છે.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 11:13
36 Iomraidhean Croise  

સેનાધિપતિ પ્રભુ યરુશાલેમના લોકોને આ પ્રમાણે કહે છે: “આ સંદેશવાહકો જે સંદેશ પ્રગટ કરે તે સાંભળશો નહિ. તેઓ તમને વ્યર્થ વાતો કહી ભરમાવે છે. તેઓ મેં મારા મુખે જણાવેલ સંદેશો નહિ પણ પોતાના મનમાં કલ્પેલું સંદર્શન જ પ્રગટ કરે છે.


જે સંદેશવાહકો તને સલાહ આપે છે કે બેબિલોનના રાજાને આધીન થઈશ નહિ, તેમનું સાંભળીશ નહિ, તેઓ તને જૂઠો સંદેશ આપી રહ્યા છે.


ત્યાર પછી જે સેવકને એક હજાર સિક્કા આપવામાં આવ્યા હતા તે આવ્યો અને કહ્યું, ’સાહેબ, મને ખબર છે કે તમે કડક માણસ છો. જ્યાં તમે વાવ્યું નથી ત્યાંથી કાપણી કરો છો અને જ્યાં ઊપણ્યું નથી ત્યાંથી અનાજ એકઠું કરો છો.


યહૂદિયાથી કેટલાક માણસો અંત્યોખ આવ્યા અને ભાઈઓને શીખવવા લાગ્યા, “મોશેના નિયમશાસ્ત્રની માગણી પ્રમાણે તમે સુન્‍નત ન કરાવો ત્યાં સુધી તમે ઉદ્ધાર પામી શકો નહિ.”


અમારા સાંભળવામાં આવ્યું છે કે અમારી સંગતમાંના કેટલાક માણસો નીકળી પડયા છે અને તેમના શિક્ષણથી તમારામાં મુશ્કેલી અને મૂંઝવણ પેદા થઈ છે; પણ આ અંગે કોઈ સૂચનાઓ અમારા તરફથી આપવામાં આવી નથી.


એવો સમય આવશે કે જ્યારે તમારી પોતાની જ સંગતના માણસો કેટલાક વિશ્વાસીઓને પોતાની પાછળ દોરી જવા જુઠ્ઠું બોલશે.


જેઓ આવાં કાર્યો કરે છે, તેઓ ખ્રિસ્ત આપણા પ્રભુની સેવા કરતા નથી. પણ પોતાના પેટની પૂજા કરે છે તથા મીઠી મીઠી વાતો અને ખુશામતથી ભોળા લોકોનાં મન ભમાવે છે.


તેથી તેના સેવકો સાચા સેવકો બનવાનો દંભ કરે, તો તે કંઈ મોટી વાત નથી! જેવાં તેમનાં કાર્યો તેવો જ તેમનો અંત થશે.


ઘણાઓની જેમ અમે ઈશ્વરના સંદેશામાં ભેળસેળ કરનારા નથી. પણ, ઈશ્વરે અમને મોકલ્યા હોવાથી ખ્રિસ્તના સેવકો તરીકે અમે ઈશ્વરની સમક્ષ નિષ્ઠાપૂર્વક બોલીએ છીએ.


અમે શરમજનક ગુપ્ત કાર્યોનો ત્યાગ કર્યો છે. અમે છેતરપિંડી કરતા નથી, કે ઈશ્વરના સંદેશમાં ભેળસેળ કરતા નથી. સત્યના પૂર્ણ પ્રકાશમાં અમે ઈશ્વરની સમક્ષ જીવીએ છીએ, અને પ્રત્યેકની પ્રેરકબુદ્ધિને અમારી યોગ્યતાની ખાતરી થાય એ રીતે રહેવાનો પ્રયત્ન કરીએ છીએ.


હકીક્તમાં કોઈ “બીજો શુભસંદેશ” છે જ નહિ; પરંતુ કેટલાક લોકો તમને હેરાન કરે છે અને ખ્રિસ્તના શુભસંદેશને બદલી નાખે છે.


જોકે ભાઈઓ હોવાનો ડોળ કરતા અને સંગતમાં જોડાયેલા કેટલાક માણસો તેની સુન્‍નત કરાવવા માગતા હતા. આ લોકો જાસૂસની માફક સંગતમાં ધૂસી ગયા છે, અને આપણે ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા હોવાથી આપણને મળેલી સ્વતંત્રતાની બાતમી મેળવવા માગે છે. તેઓ આપણને ફરીથી બંધનમાં લાવવા માગે છે.


તેઓ તમારું ખૂબ ધ્યાન રાખે છે; પણ તેમનો ઇરાદો સારો નથી.


જેઓ પોતાની સારી છાપ પાડવા માગે છે, તેઓ જ તમને સુન્‍નત કરાવવાની ફરજ પાડે છે. ખ્રિસ્તના ક્રૂસને લીધે તેમની સતાવણી ન થાય, માટે તેઓ તેમ કરે છે.


જેથી પોતાની ચાલાકીભરી કુયુક્તિઓથી બીજાઓને ભમાવનાર કપટી માણસોના શિક્ષણરૂપી મોજાંથી ઘસડાનાર અને પવનથી આમતેમ ડોલનાર બાળકો જેવા આપણે ન રહીએ.


મેં તમને પહેલાં આ બાબત ઘણી વાર જણાવી છે અને હાલ આંસુઓ સારતાં ફરીથી લખું છું: ખ્રિસ્તના ક્રૂસ પરનું મૃત્યુ જાણે તેમનું દુશ્મન હોય એવું જીવન ઘણા જીવે છે.


જેઓ ભૂંડું કરે છે અને વ્યર્થ સુન્‍નત પર ભાર મૂકે છે તેવા કૂતરા જેવા માણસોથી સાવધ રહો.


ઘણી સારી લાગતી હોય એવી જૂઠી દલીલોથી તમને કોઈ મૂર્ખ ન બનાવે;


માનવી જ્ઞાનની નક્મી છેતરપિંડીથી તમને કોઈ ગુલામ ન બનાવી દે માટે સાવધ રહો. એ જ્ઞાન તો ખ્રિસ્ત પાસેથી નહિ, પણ માણસો પાસેથી ઊતરી આવેલ શિક્ષણ દ્વારા અને વિશ્વ પર શાસન કરતા આત્માઓ પાસેથી આવે છે.


મારાં બાળકો, અંતનો સમય આવી પહોંચ્યો છે. ખ્રિસ્તનો શત્રુ આવશે, એવું તમને જણાવવામાં આવ્યું હતું. અને હાલ ખ્રિસ્તના ઘણા શત્રુ પ્રગટ થયા છે. તેથી આપણને ખબર પડે છે કે અંત આવી પહોંચ્યો છે.


મારા પ્રિયજનો, પોતાની પાસે પવિત્ર આત્મા હોવાનો દાવો કરનાર બધા માણસો પર વિશ્વાસ ન કરો, પણ તેમની પાસે આવેલો આત્મા ઈશ્વર પાસેથી છે કે નહિ તેની પરીક્ષા કરો. કારણ, દુનિયામાં ઘણા જૂઠા સંદેશવાહકો ઊભા થયા છે.


કારણ, કેટલાક નાસ્તિકો આપણામાં ખબર ન પડે એવી રીતે ધૂસી ગયા છે. પોતાના અનૈતિક સંબંધોને યોગ્ય ઠરાવવા માટે તેઓ ઈશ્વરની કૃપાનો દુરુપયોગ કરે છે અને ઈસુ ખ્રિસ્ત, જે એકલા જ આપણા માલિક અને પ્રભુ છે, તેમનો ઇનકાર કરે છે. આ લોકોને થનાર સજા વિષે શાસ્ત્રમાં બહુ પ્રાચીન સમયથી લખવામાં આવ્યું છે.


પશુને અને તેની સાથે તેની હાજરીમાં ચમત્કાર કરનાર જૂઠા સંદેશવાહકને કેદ કરવામાં આવ્યા. એ સંદેશવાહકે ચમત્કારો કરીને પશુની છાપવાળાં અને પશુની મૂર્તિની પૂજા કરનારા લોકોને ભરમાવ્યા હતા. તે પશુ અને જૂઠો સંદેશવાહક એ બંનેને ગંધકથી બળતા અગ્નિના કુંડમાં ફેંકવામાં આવ્યાં.


“હું તારાં કાર્ય, તારો પરિશ્રમ, અને તેં ધીરજપૂર્વક સહન કરેલી યાતનાઓ જાણું છું. તું દુષ્ટ માણસોને ચલાવી લેતો નથી, પ્રેષિતો ન હોવા છતાં જેઓ પોતાને પ્રેષિત તરીકે ઓળખાવે છે, તેમની તેં પારખ કરી છે, અને તેઓ જૂઠા છે તેમ તેં જાણી લીધું છે.


પણ તારી વિરુદ્ધ મારે આટલું કહેવાનું છે: પોતાને ઈશ્વરની સંદેશવાહિકા કહેવડાવતી પેલી સ્ત્રી ઈઝબેલને તું સાંખી લે છે. તે પોતાના શિક્ષણથી મારા સેવકોને વ્યભિચાર કરવા અને મૂર્તિને ચઢાવેલો ખોરાક ખાવા ગેરમાર્ગે દોરે છે.


“તારી યાતનાઓ અને ગરીબાઈ હું જાણું છું. જો કે તું તો ખરેખર શ્રીમંત છે! જેઓ પોતાને યહૂદી કહેવડાવે છે પરંતુ શેતાનના સભાગૃહના છે તેઓ તારી કેવી નિંદા કરે છે તે પણ હું જાણું છું.


Lean sinn:

Sanasan


Sanasan