Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 11:12 - પવિત્ર બાઇબલ C.L.

12 જે કાર્ય અત્યારે હું કરું છું, તે હું કર્યા કરવાનો છું; જેથી અમે જે રીતે કાર્ય કરીએ છીએ તે જ રીતે એ બીજા “પ્રેષિતો” પણ કાર્ય કરે છે એવી બડાઈ કરવાનું તેમને કોઈ કારણ ન મળે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 પણ જેઓ લાગ શોધે છે તેઓને લાગ ન મળે તે માટે હું જે કરું છું તે કરીશ કે, જે બાબતમાં તેઓ અભિમાન કરે છે, તે બાબતમાં તેઓ અમારા જેવા જ જણાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પણ હું જે કરું છું, તે કરતો રહીશ, કે જેથી જેઓ, જેમાં અભિમાન કરીને અમારા સમાન દેખાવા માગે છે તેઓને લાગ મળતો હું અટકાવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 અને અત્યારે હું જે કરું છું તે કરવાનું હું ચાલું રાખીશ કારણ કે પેલા લોકોને બડાઈ મારવાનું કારણ મારે નથી આપવું. તેઓને તેમ કહેવું ગમશે કે જે કાર્ય માટે તેઓ બડાઈ મારે છે તે કાર્ય અમારા કાર્ય જેવું જ છે.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 11:12
13 Iomraidhean Croise  

તે નિર્ણય લે તો કોણ બદલી શકે? તે જે ચાહે છે, તે જ તે કરે છે.


એ સમયથી યહૂદા ઈસુને પકડાવી દેવાનો લાગ શોધતો હતો.


તમે અભિમાન કરો છો તે ઉચિત નથી. “થોડું ખમીર બાંધેલા લોટની સમગ્ર કણકને ફુલાવે છે,” એ કહેવતની તો તમને ખબર છે ને?


જો બીજાઓ તમારી પાસેથી એ બાબતોની આશા રાખે તો અમને તેથી વિશેષ મેળવવાનો હકક નથી? પણ અમે અમારા એ હક્કનો ઉપયોગ કર્યો નથી. ખ્રિસ્ત વિષેના શુભસંદેશના માર્ગમાં કંઈ અવરોધ આવે નહિ માટે અમે સઘળું સહન કર્યું છે.


આ મુલાકાતના આયોજનમાં શું હું ઢચુપચુ છું? જ્યારે હું આયોજન કરું છું ત્યારે તેમાં શું હું સ્વાર્થ શોધું છું? એક જ સમયે “હા, આવીશ” તેમ જણાવીને તરત જ “ના, નહિ આવું” એવું કહું છું?


“જો કોઈ ગર્વ કરે, તો તેણે પ્રભુના કાર્ય વિષે ગર્વ કરવો.”


પણ દુન્યવી બાબતની બડાઈ મારનાર ઘણા છે તો હું પણ તેમ કરીશ.


વળી, હું તમારી સાથે હતો ત્યારે જરૂર હોવા છતાં મેં તમને તકલીફ આપી નહોતી. કારણ, મકદોનિયાથી આવેલા ભાઈઓએ મારી જરૂરિયાતો પૂરી પાડી હતી. જેમ ભૂતકાળમાં તેમ ભવિષ્યમાં પણ હું કદી તમને બોજારૂપ નહિ થાઉં.


અમે ફરીવાર તમારી આગળ અમારી યોગ્યતાની જાહેરાત કરતા નથી પણ તમે અમારા વિષે ગર્વ લઈ શકો તે માટેનું કારણ આપવાનો પ્રયત્ન કરીએ છીએ; જેથી માણસના ચારિય પ્રમાણે નહિ, પણ તેના દેખાવ ઉપરથી વખાણ કરનારાઓને તમે જવાબ આપી શકો.


હકીક્તમાં કોઈ “બીજો શુભસંદેશ” છે જ નહિ; પરંતુ કેટલાક લોકો તમને હેરાન કરે છે અને ખ્રિસ્તના શુભસંદેશને બદલી નાખે છે.


આથી જુવાન વિધવાઓ લગ્ન કરે, તેમને બાળકો થાય અને ઘરની સંભાળ રાખે તેવું હું ઇચ્છું છું. જેથી આપણા દુશ્મનો આપણું ભૂંડું બોલી શકે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan