Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 11:1 - પવિત્ર બાઇબલ C.L.

1 મારામાં થોડી મૂર્ખતા હોય તોય તમે તે સહી લેશો એવી મને આશા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 મારા થોડાઘણા મૂર્ખપણાનું સહન કરો તો સારું, પણ તમે સહન તો કરો છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હું ઇચ્છું છું કે તમે મારી થોડીઘણી મૂર્ખતાને સહન કરો; પણ તમે સહન તો કરો છો જ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હું આશા રાખું છું કે થોડી મૂર્ખતા દર્શાવું તો પણ તમે મારી સાથે ધીરજ રાખશો. પરંતુ તમે મારી સાથે ક્યારનીચે ધીરજ રાખી છે.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 11:1
17 Iomraidhean Croise  

એક દિવસે તેણે પોતાની શેઠાણીને કહ્યું, “મારા માલિક સમરૂનમાં રહેતા સંદેશવાહક પાસે જાય તો કેવું સારું! તે તેમનો કોઢ મટાડી દેશે.”


પણ મોશેએ જવાબ આપ્યો, “શું તને મારી પ્રતિષ્ઠા વિષે એટલો આવેશ છે? હું તો એવું ઈચ્છું છું કે પ્રભુ તેમની સમગ્ર પ્રજા ઉપર પોતાનો આત્મા મૂકે અને તેઓ બધા સંદેશવાહક થાય.”


ઈસુએ જવાબ આપ્યો, ઓ અવિશ્વાસી અને આડા લોકો, ક્યાં સુધી મારે તમારી સાથે રહેવું? ક્યાં સુધી મારે તમારું ચલાવી લેવું?


પાઉલ બોલવા જતો હતો એવામાં ગાલિયોએ યહૂદીઓને કહ્યું, “કોઈ ગુનો કે દુષ્ટ કાર્ય કરવા અંગેની આ બાબત નથી. જો તેમ હોત તો મારે યહૂદીઓનું સાંભળવું યોગ્ય હતું.


પાઉલે તેને જવાબ આપ્યો, “મારી તો ઈશ્વરને પ્રાર્થના છે કે વહેલા કે મોડા તમે અને આ બધા શ્રોતાજનો આ સાંકળો સિવાય મારા જેવા બનો!”


કારણ, માણસો પોતાના જ્ઞાનથી ઈશ્વરને પામી શકે નહિ એવો પ્રબંધ ઈશ્વરે પોતાના જ્ઞાનથી કર્યો. એને બદલે, જે સંદેશો અમે પ્રગટ કરીએ છીએ તેની “મૂર્ખતા” દ્વારા ઈશ્વરે વિશ્વાસ કરનારાઓનો ઉદ્ધાર કરવાનું ઠરાવ્યું.


કોઈ પોતાની જાતને છેતરે નહિ. તમારામાંથી કોઈ એમ ધારે કે દુન્યવી ધોરણ પ્રમાણે પોતે જ્ઞાની છે, તો ખરેખર જ્ઞાની બનવા માટે તેણે મૂર્ખ બનવું.


ખ્રિસ્તને લીધે અમે મૂર્ખ, પણ તમે બુદ્ધિમાન; અમે નિર્બળ, પણ તમે બળવાન છો. અમને તુચ્છકારવામાં આવે છે, પણ તમને માન આપવામાં આવે છે.


તમને તો સર્વ જરૂરિયાતો પૂરી પડેલી છે! તમે તો હવે ધનવાન બની ગયા છો! તમે રાજાઓ બની ગયા છો, અમે તો નથી. હું એવું ઇચ્છું છું કે તમે સાચા અર્થમાં રાજા બનો, જેથી અમે પણ તમારી સાથે રાજ કરી શકીએ.


તમે જાતે તો બહુ ડાહ્યા છો; તેથી તો તમે મૂર્ખોનું આનંદથી સહન કરો છો.


અમે તો એમ કરવામાં બહુ ડરપોક હતા એવું જણાવતાં મને શરમ લાગે છે. પણ જો કોઈ કંઈ પણ વાતની બડાઈ કરે તો હું પણ કરીશ. આ તો જાણે કે હું મૂર્ખની જેમ વાત કરું છું.


જો કોઈ તમારી પાસે આવીને અમે પ્રગટ કર્યા નથી એવા બીજા ઈસુને પ્રગટ કરે, અથવા જે પવિત્ર આત્મા તમે પામ્યા હતા તેનાથી જુદો આત્મા પામવાની વાત કરે, અથવા જે શુભસંદેશ તમે સ્વીકારેલો તે કરતાં તમને જુદો શુભસંદેશ સંભળાવે તો એવાને તમે જલદીથી આધીન થઈ જાઓ તેવા છો.


હું મૂર્ખની જેમ વર્તી રહ્યો છું, પણ તમે મને તેમ કરવા ફરજ પાડી છે. તમારે પ્રથમ મારો સ્વીકાર કરવો જોઈએ, કારણ, જો કે હું કંઈ વિસાતમાં ન હોઉં, તોપણ તમારા કહેવાતા ખાસ “પ્રેષિતો” કરતાં હું કોઈ રીતે ઊતરતો નથી.


શું અમે ખરેખર પાગલ બની ગયા છીએ? તો તે ઈશ્વરને લીધે છે. અથવા શું અમારું મગજ ઠેકાણે છે? તો તે તમારે માટે છે.


પ્રમુખ યજ્ઞકારના પોતાનામાં ય ઘણી નબળાઈઓ હોઈ, તે અજ્ઞાન તથા ભૂલો કરનારાઓ પ્રત્યે સહાનુભૂતિપૂર્વક વર્તી શકે છે.


યહોશુઆએ કહ્યું, “અરેરે પ્રભુ પરમેશ્વર, તમે અમને યર્દનની આ તરફ લાવ્યા જ કેમ? અમને અમોરીઓના હાથમાં સોંપી દેવા? અમારો નાશ કરવા? એના કરતાં અમે યર્દનની પેલી પાર સંતુષ્ઠ થઈ રહ્યા હોત તો કેવું સારું થાત!


Lean sinn:

Sanasan


Sanasan