Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 10:18 - પવિત્ર બાઇબલ C.L.

18 કારણ, જ્યારે માણસ પોતાને લાયક ગણાવે ત્યારે નહિ, પણ પ્રભુ તેને લાયક ગણે ત્યારે જ તે સ્વીકાર્ય બને છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 કેમ કે જે પોતાનાં વખાણ કરે છે તે નહિ, પણ જેના વખાણ પ્રભુ કરે છે તે માન્ય થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 કેમ કે જે પોતાની પ્રશંસા કરે છે તે નહિ, પણ જેની પ્રશંસા પ્રભુ કરે છે તે માન્ય થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 કેમ કે તે એ વ્યક્તિ નથી કે જે કહે છે કે તે સારો છે. જેને પ્રભુ સારો કહે છે અને સ્વીકાર છે તે એ વ્યક્તિ છે.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 10:18
21 Iomraidhean Croise  

માણસ પોતાની જ્ઞાનયુક્ત વાણીથી પ્રશંસા પામે છે, પણ ગૂંચવાડો પેદા કરનાર તિરસ્કાર પામે છે.


દરેક વ્યક્તિને પોતાનું આચરણ યોગ્ય લાગે છે, પણ પ્રભુ માણસના અંત:કરણની પારખ કરે છે.


બીજા ભલે તારાં વખાણ કરે, પણ તું તારે મુખે તારાં વખાણ ન કર; પારકો ભલે તારી પ્રશંસા કરે, પણ તું પોતે ન કર.


ઈસુએ તેમને કહ્યું, “તમે તો પોતાની જાતને માણસોની દૃષ્ટિમાં સાચા દેખાડનારા છો, પણ ઈશ્વર તમારાં હૃદયો જાણે છે, કારણ, માણસ જેને મૂલ્યવાન ગણે છે, તે ઈશ્વરની દૃષ્ટિમાં ધિક્કારપાત્ર છે.


ઈશ્વર તરફથી મળતી પ્રશંસાને બદલે તેઓ માણસોની પ્રશંસાને વધારે ચાહતા હતા.


“ઓ ઇઝરાયલના લોકો, સાંભળો: ઈશ્વરે નાઝારેથના ઈસુ દ્વારા તમારી મયે કરેલા ચમત્કારો, અદ્‍ભુત કાર્યો અને ચિહ્નો દ્વારા તમને સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે તેમણે ઈસુને જ પસંદ કર્યા છે અને તમે પોતે એ જાણો છો.


આ રીતે ખ્રિસ્તની સેવા કરનાર ઈશ્વરને પસંદ પડે છે, અને માણસોને માન્ય થાય છે.


આપોલસ જે ખ્રિસ્તને વિશ્વાસુ માલૂમ પડયો છે તેને શુભેચ્છા. આરિસ્તોબુલસનાં કુટુંબીજનોને શુભેચ્છા.


પણ આંતરિક રીતે યહૂદી તે જ સાચો યહૂદી છે; તેના દયની સુન્‍નત નિયમના અક્ષરોથી નહિ, પણ ઈશ્વરના આત્માથી થયેલી છે. આવી વ્યક્તિના વખાણ માણસો ભલે ન કરે, પણ ઈશ્વર તેની પ્રશંસા કરે છે.


તમારામાં જેઓ સાચા છે તેઓ જાહેર થાય તે માટે તમારામાં પક્ષ પડવાની જરૂર છે.


આથી તમારે કોઈનો ન્યાય કરવો નહિ, પણ યોગ્ય સમયની એટલે કે પ્રભુના આગમન વખતે થનાર આખરી ન્યાય માટે રાહ જોવી. અંધકારમાં છુપાયેલી વાતોને પ્રભુ પ્રકાશમાં લાવશે અને માણસોના દયના છૂપા ઇરાદાઓ જાહેર કરશે. પછી તો દરેક માણસ ઈશ્વર તરફથી ઘટતી પ્રશંસા પામશે.


બહુ મહાન માનનારાઓની હરોળમાં પોતાને મૂકવાની કે તેઓની સાથે સરખાવવાની અમે હિંમત કરતા નથી. તેઓ કેવા મૂર્ખ છે! તેઓ પોતે જ પોતાનો માપદંડ બનાવે છે, અને પોતાનાં ધોરણોથી જ પોતાનો ન્યાય કરે છે!


અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે તમે કંઈ ખોટું ન કરો. અમે સફળ થયા છીએ એમ બતાવી શકાય એટલા માટે નહિ, પણ અમે નિષ્ફળ ગયા હોઈએ તેમ લાગતું હોય તો ય તમે સર્ત્ક્યો કર્યા કરો.


શું અમે ફરીથી અમારાં વખાણ કરીએ છીએ? અથવા કેટલાક લોકોની જેમ શું અમને પણ તમારા પર લખેલા અથવા તમારી પાસેથી મેળવેલા ભલામણપત્રોની જરૂર છે?


અમે ફરીવાર તમારી આગળ અમારી યોગ્યતાની જાહેરાત કરતા નથી પણ તમે અમારા વિષે ગર્વ લઈ શકો તે માટેનું કારણ આપવાનો પ્રયત્ન કરીએ છીએ; જેથી માણસના ચારિય પ્રમાણે નહિ, પણ તેના દેખાવ ઉપરથી વખાણ કરનારાઓને તમે જવાબ આપી શકો.


પણ અમે જે કંઈ કરીએ છીએ તેમાં ધીરજપૂર્વક હરક્તો, મુશ્કેલીઓ અને સંકટો સહન કરીને અમે ઈશ્વરના સેવકો છીએ તેવું દર્શાવીએ છીએ.


ઈશ્વરની દૃષ્ટિમાં એવો કાર્યકર થવા ખંતથી યત્ન કર કે જેને પોતાના કાર્યમાં શરમાવાનું કંઈ કારણ ન હોય, પણ સત્યનો સંદેશો યોગ્ય રીતે શીખવનાર હોય.


આ દુ:ખો તો તમારો વિશ્વાસ સાચો છે કે નહિ તેની પારખને માટે છે. નાશવંત સોનાની ક્સોટી અગ્નિથી થાય છે. પણ તમારો વિશ્વાસ તો સોના કરતાં વધુ મૂલ્યવાન છે અને તે ટકી રહે તે માટે તેની પણ પરીક્ષા થવી જોઈએ. જ્યારે ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાનો દિવસ આવશે ત્યારે તમને સ્તુતિ, મહિમા અને માન મળશે.


Lean sinn:

Sanasan


Sanasan