Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 10:17 - પવિત્ર બાઇબલ C.L.

17 “જો કોઈ ગર્વ કરે, તો તેણે પ્રભુના કાર્ય વિષે ગર્વ કરવો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 પણ જે કોઈ અભિમાન કરે છે તે પ્રભુમાં અભિમાન કરે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 પણ ‘જે કોઈ ગર્વ કરે તે પ્રભુમાં ગર્વ કરે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 પરંતુ, “જે વ્યક્તિ બડાઈ મારે છે તેણે પ્રભુમાં બડાઈ મારવી જોઈએ.”

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 10:17
13 Iomraidhean Croise  

તેમના પવિત્ર નામ માટે ગર્વ કરો, પ્રભુના આતુર ઉપાસકોનાં હૃદય આનંદિત બનો.


જેથી હું તમારા પસંદ કરેલ લોકનું કલ્યાણ જોઈ શકું, તમારી પ્રજાના આનંદમાં ભાગીદાર બની શકું, અને તમારા વારસો સાથે ગૌરવ લઈ શકું.


તું તેમને પવનમાં ઉપણશે. પવન તેમને ઉડાડીને લઈ જશે અને વંટોળિયાથી તેઓ વેરવિખેર થઈ જશે. ત્યારે હું તારો ઈશ્વર છું એ વાતમાં તું આનંદ કરીશ. તું ઇઝરાયલના પવિત્ર ઈશ્વરમાં ગૌરવ લઈશ.


પણ ઇઝરાયલનાં સર્વ સંતાનો તો પ્રભુમાં વિજયી બનશે અને તેઓ સૌ તેમનો જયજયકાર કરશે.”


દેશમાં કોઈ આશિષની માગણી કરે તો તે સત્ય ઈશ્વરને નામે માગશે; વળી, દેશમાં કોઈ સમ ખાય તો તે સત્ય ઈશ્વરને નામે સમ ખાશે. કારણ, ભૂતકાળની વિપત્તિઓ વીસરાઈ જશે; તેઓ મારી આંખો આગળથી અદશ્ય થઈ જશે.


“હે ઇઝરાયલના લોકો, જો તમારે પાછા ફરવું હોય તો મારી પાસે પાછા આવો. જો તમે તમારી ઘૃણાપાત્ર મૂર્તિઓને મારી સમક્ષથી ફગાવી દો અને મારા પ્રત્યેની નિષ્ઠામાં અડગ રહો તો તમે મારે નામે સચ્ચાઈથી, ન્યાયથી અને નેકીથી સોગંદ લઈ શકશો. ત્યારે અન્ય પ્રજાઓ તેનામાં આશિષ પામશે અને તેનામાં હરખાશે.”


એટલું જ નહિ, ઈશ્વરના મિત્રો બન્યા હોવાને લીધે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે આપણે ઈશ્વરમાં આનંદ કરીએ છીએ.


જેથી ઈશ્વરની સમક્ષ કોઈ માનવી ગર્વ કરી શકે નહિ.


આથી ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “જે કોઈ ગર્વ કરે તેણે પ્રભુ સંબંધી ગર્વ કરવો.”


આપણે ખરા સુન્‍નતી છીએ. કારણ, આપણે આત્માથી ઈશ્વરની ભક્તિ કરીએ છીએ અને ખ્રિસ્ત ઈસુમાં આનંદ કરીએ છીએ.


Lean sinn:

Sanasan


Sanasan