Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 1:9 - પવિત્ર બાઇબલ C.L.

9 અમને જાણે કે મોતની સજા ફરમાવવામાં આવી હોય તેમ લાગ્યું હતું. એ તો અમે પોતા પર નહિ, પણ મરેલાંઓને સજીવન કરનાર ઈશ્વર પર જ આધાર રાખીએ તે માટે બન્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 ઊલટું અમને અમારા અંતરમાં મોતની ખાતરી થઈ ચૂકી હતી, જેથી અમે અમારા પોતાના પર નહિ, પણ મૂએલાંને ઉઠાડનાર ઈશ્વર પર વિશ્વાસ રાખીએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 વળી અમને લાગ્યું હતું કે અમારું મરણ થશે, જેથી અમે પોતાના પર નહિ, પણ મૃત્યુ પામેલાંને સજીવન કરનાર ઈશ્વર પર વિશ્વાસ રાખીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 ખરેખર, અમને અમારા મનમાં તો એમ જ હતું કે અમે મરી જઈશું. પરંતુ આ બન્યું કે જેથી અમે અમારી જાત પર વિશ્વાસ ન કરીએ પણ જે લોકોને મરણમાંથી ઊઠાડે છે તે દેવ પર વિશ્વાસ કરીએ.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 1:9
20 Iomraidhean Croise  

ત્યારે હું તારે વિષે કબૂલ કરીશ કે તારા જમણા હાથે તને વિજય અપાવ્યો છે.” બહેમોથ (અથવા હિપોપોટેમસ)


પૃથ્વીના તાજામાજા લોકો પ્રભુને નમશે; કબરની ધૂળમાં જનારા પણ તેમની આગળ ધૂંટણ ટેકવશે. જેઓ જીવતા રહ્યા નથી તેમના વંશજો આવનાર પેઢીઓને પ્રભુની વાત પ્રગટ કરશે.


દુષ્ટો તેમની દુષ્ટતાથી જ પતન પામે છે, પણ નેકજનની નિર્દોષતા તેનું રક્ષણ કરે છે.


પોતાની જ અક્કલ પ્રમાણે વર્તનાર મૂર્ખ છે, પણ શાણાની શિખામણ પ્રમાણે વર્તનાર સલામત રહેશે.


મને થયું કે મારે મારા આયુષ્યની અધવચ્ચે જ મૃત્યુલોક શેઓલના દરવાજાઓમાં થઈને જવું પડશે અને મારી આવરદાનાં બાકીનાં વર્ષો છીનવી લેવાયાં છે.


હું કોઈ નેક માણસને કહું કે તું જીવશે પણ જો તે પોતાની નેકી પર ભરોસો રાખીને પાપ કરે તો હું તેનું એકેય નેક કામ સંભારીશ નહિ. તે પોતાના પાપને લીધે માર્યો જશે.


પોતે જ ધાર્મિક છે એવી પાકી ખાતરી ધરાવનાર અને બીજાઓનો તિરસ્કાર કરનાર લોકોને ઉદ્દેશીને ઈસુએ આ ઉદાહરણ કહ્યું,


શાસ્ત્રમાં લખેલું છે: “તમારે લીધે આખો દિવસ અમારા પર મરણનો ભય તોળાઈ રહ્યો છે. અમને તો કાપવા માટેનાં ઘેટાં જેવાં ગણવામાં આવે છે.”


મોતનાં આવાં ભયંકર જોખમોમાંથી ઈશ્વરે અમને બચાવ્યા છે, અને બચાવશે. અમે આશા રાખી છે કે તે અમને ફરીથી પણ બચાવશે.


ભાઈઓ, અમને આસિયા પ્રદેશમાં પડેલી મુશ્કેલીઓ અમે તમને જણાવવા માગીએ છીએ. અમારા પર એવો મોટો અને અસહ્ય બોજ આવી પડયો હતો કે અમે જીવવાની પણ આશા છોડી દીધી હતી.


આ કાર્ય કરવા અમે શક્તિમાન છીએ એવો દાવો કરવા જેવું અમારામાં કંઈ જ નથી. આ કાર્યશક્તિ અમને ઈશ્વર તરફથી મળે છે.


અમે તો માટીનાં પાત્રો જેવાં છીએ અને અમારી પાસે પણ આ આત્મિક ખજાનો છે; જેથી સર્વશ્રેષ્ઠ સામર્થ્ય અમારું નથી, પણ ઈશ્વર પાસેથી મળેલું છે તેમ જાહેર થાય છે.


અબ્રાહામને ખાતરી હતી કે ઈશ્વર ઇસ્હાકને મૃત્યુમાંથી પણ સજીવન કરવા માટે શક્તિમાન છે અને તેથી કહી શકાય કે, અબ્રાહામે ઇસ્હાકને મરણમાંથી પાછો મેળવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan