Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 1:8 - પવિત્ર બાઇબલ C.L.

8 ભાઈઓ, અમને આસિયા પ્રદેશમાં પડેલી મુશ્કેલીઓ અમે તમને જણાવવા માગીએ છીએ. અમારા પર એવો મોટો અને અસહ્ય બોજ આવી પડયો હતો કે અમે જીવવાની પણ આશા છોડી દીધી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 કેમ કે, ભાઈઓ, જે વિપત્તિ આસિયામાં અમને પડી તે વિષે તમે અજાણ્યા રહો એવી અમારી ઇચ્છા નથી. એ [વિપત્તિ] અમારી શક્તિ ઉપરાંત હતી, તે અમે અતિશય ભારે લાગી, એટલે સુધી કે અમે જીવવાની પણ આશા છોડી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 કેમ કે ભાઈઓ, અમારી એવી ઇચ્છા નથી કે આસિયામાં જે વિપત્તિ અમને પડી તે વિષે તમે અજાણ્યા રહો, એ વિપત્તિ અમારી સહનશક્તિ બહાર અમને બહુ ભારે લાગી, એટલી હદે કે અમે જીવવાની આશા પણ મૂકી દીધી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 ભાઈઓ તથા બહેનો, અમે ઈચ્છીએ છીએ કે આસિયાના દેશમાં અમારે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તેનાથી તમે પરિચિત થાઓ. અમારી શક્તિ કરતાં પણ વધુ એવો એ બોજ હતો. અમે જીવવાની આશા પણ છોડી દીધી હતી.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 1:8
13 Iomraidhean Croise  

તેમણે ફ્રુગિયા અને ગલાતિયાના પ્રદેશમાં પ્રવાસ કર્યો. કારણ, પવિત્ર આત્માએ તેમને આસિયા પ્રદેશમાં સંદેશનો પ્રચાર કરતાં અટકાવ્યા.


એમ કહ્યા પછી તેણે સભા સમાપ્ત કરી.


આપણે પર્સિયા, મિડયા અને એલામના; મેસોપોટેમિયા, યહૂદિયા અને કાપા- દોકિયાના; પોંતસ અને આસિયાના;


ભાઈઓ, જેમ બીજા વિધર્મીઓમાં મારા કાર્યનું પરિણામ આવે છે, તેમ તમારામાં પણ આવે તે માટે મેં ઘણીવાર તમારી મુલાકાત લેવાની ઇચ્છા રાખી, પણ દરેક વખતે કંઈ ને કંઈ અડચણ પડી છે.


અહીં એફેસસમાં મેં “જંગલી પશુઓ” સાથે યુદ્ધ કર્યું છે! દુન્યવી ધોરણો મુજબ મને એનાથી શો લાભ થવાનો છે? જો મૂએલાં સજીવન થતાં જ નથી, તો કહેવતમાં કહ્યું છે તેમ, “ચાલો, આપણે ખાઈએ અને પીએ; કારણ, આવતી કાલે તો મરી જવાના છીએ.”


કારણ, ઘણા વિરોધીઓ હોવા છતાં પ્રભુએ અહીં મારે માટે મહાન અને ઉમદા કાર્ય કરવાનું દ્વાર ઉઘાડયું છે.


તમને તો સર્વ જરૂરિયાતો પૂરી પડેલી છે! તમે તો હવે ધનવાન બની ગયા છો! તમે રાજાઓ બની ગયા છો, અમે તો નથી. હું એવું ઇચ્છું છું કે તમે સાચા અર્થમાં રાજા બનો, જેથી અમે પણ તમારી સાથે રાજ કરી શકીએ.


અમને જાણે કે મોતની સજા ફરમાવવામાં આવી હોય તેમ લાગ્યું હતું. એ તો અમે પોતા પર નહિ, પણ મરેલાંઓને સજીવન કરનાર ઈશ્વર પર જ આધાર રાખીએ તે માટે બન્યું.


અજાણ્યા જેવા છતાં અમને બધા ઓળખે છે; મરી રહ્યા હોવા છતાં અમે જીવીએ છીએ; સજા પામ્યા છતાં અમને મારી નાખવામાં આવ્યા નથી;


પણ દાવિદે સોગન ખાઈને જવાબ આપ્યો, “તારા પિતાજી સારી રીતે જાણે છે કે તું મારા પર ખૂબ પ્રેમ કરે છે અને તને ઊંડો આઘાત ન લાગે તે માટે પોતાની કોઈ યોજના તને નહિ જણાવવાનો તેમણે નિર્ણય કર્યો છે. હું પ્રભુના જીવના સોગંદ ખાઈને કહું છું કે હવે મરણ મારાથી એક ડગલું જ દૂર છે.”


દાવિદે પોતાના મનમાં કહ્યું, “શાઉલ, મને કોઈક દિવસ મારી નાખશે. તેથી હું નાસી છૂટીને પલિસ્તીયામાં જતો રહું એ જ ઉત્તમ છે. પછી શાઉલ હતાશ થઈને મને ઇઝરાયલમાં શોધવાનું પડતું મૂકશે અને હું સલામત રહીશ.”


Lean sinn:

Sanasan


Sanasan