Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 1:10 - પવિત્ર બાઇબલ C.L.

10 મોતનાં આવાં ભયંકર જોખમોમાંથી ઈશ્વરે અમને બચાવ્યા છે, અને બચાવશે. અમે આશા રાખી છે કે તે અમને ફરીથી પણ બચાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તેમણે એવા ભારે મરણથી અમારો બચાવ કર્યો, અને તે કરશે. વળી નિત્ય તે અમારો બચાવ કરશે, તેમના પર અમે આશા રાખી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેમણે આવાં મરણકારક જોખમથી અમારો બચાવ કર્યો અને કરશે; તેમના પર અમે આશા રાખીએ છે કે તેઓ ફરીથી પણ અમને બચાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 મૃત્યુના આ મોટા ભયમાંથી દેવે અમને બચાવ્યા અને દેવ અમને સતત બચાવશે. અમારી આશા તેનામાં છે, અને તે અમને બચાવવાનું ચાલુ રાખશે.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 1:10
14 Iomraidhean Croise  

નેકીવાન પર ઘણાં દુ:ખો આવી પડે છે, પરંતુ પ્રભુ એ સર્વમાંથી તેને ઉગારે છે.


પ્રભુ કહે છે, “હે યાકોબનાં સંતાનો, ઇઝરાયલના બચવા પામેલા લોકો, મારું સાંભળો. તમારા ગર્ભધારણના સમયથી મેં તમને ધરી રાખ્યા છે અને તમારો જન્મ થતાં જ તમને ઊંચકી લીધા છે.


જેની ઉપાસના અમે કરીએ છીએ એ અમારા ઈશ્વર અમને અગ્નિની ભડભડતી ભઠ્ઠીમાંથી અને તમારા હાથમાંથી પણ બચાવવાને સમર્થ છે, અને તે બચાવશે પણ ખરા.


તેથી રાજાએ હુકમ કર્યો એટલે તેમણે દાનિયેલને લાવીને સિંહોની ગુફામાં નાખ્યો. તે વખતે રાજાએ દાનિયેલને કહ્યું, “તારા ઈશ્વર, જેમની તું વફાદારીપૂર્વક સેવા કરે છે તે તને બચાવો!”


આ જ કારણસર હું મંદિરમાં હતો ત્યારે યહૂદીઓએ મને પકડયો અને મારી નાખવાનો પ્રયત્ન કર્યો.


યહૂદિયાના અવિશ્વાસીઓના હુમલાથી હું બચી જાઉં, યરુશાલેમમાંની મારી સેવા ઈશ્વરના લોકોને પસંદ પડે,


અમને જાણે કે મોતની સજા ફરમાવવામાં આવી હોય તેમ લાગ્યું હતું. એ તો અમે પોતા પર નહિ, પણ મરેલાંઓને સજીવન કરનાર ઈશ્વર પર જ આધાર રાખીએ તે માટે બન્યું.


અજાણ્યા જેવા છતાં અમને બધા ઓળખે છે; મરી રહ્યા હોવા છતાં અમે જીવીએ છીએ; સજા પામ્યા છતાં અમને મારી નાખવામાં આવ્યા નથી;


એ જ કારણથી અમે ઝઝૂમીએ છીએ અને સખત પરિશ્રમ કરીએ છીએ. કારણ, અમે અમારી આશા જીવંત ઈશ્વર પર રાખેલી છે. તે બધા માણસોના અને વિશેષ કરીને વિશ્વાસ કરનારાઓના ઉદ્ધારક છે.


પણ પ્રભુ મારી સાથે રહ્યા અને મને બળ આપ્યું; જેથી સંદેશો સાંભળનાર બિનયહૂદીઓને મેં સંદેશાની સંપૂર્ણ વાતો જણાવી.


અને દરરોજ એ લોકોના ભૂંડા વર્તનથી તેનું હૃદય દુ:ખી થતું હતું.


પ્રભુએ મને સિંહ અને રીંછથી બચાવ્યો છે, તે મને આ પલિસ્તીથી પણ બચાવશે.” શાઉલે કહ્યું, “ભલે જા. પ્રભુ તારી સાથે હો.”


પછી શમુએલે એક પથ્થર લઈને મિસ્પા અને રોનની વચ્ચે ઊભો કર્યો અને કહ્યું, “પ્રભુએ આપણને આખે માર્ગે મદદ કરી છે.” અને તેથી તેણે તેનું નામ ‘એબેન-એઝેર’ એટલે, “મદદનો પથ્થર” પાડયું.


Lean sinn:

Sanasan


Sanasan