Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ કાળવૃત્તાંત 1:1 - પવિત્ર બાઇબલ C.L.

1 દાવિદ રાજાના પુત્ર શલોમોને ઇઝરાયલના રાજ્ય પર પોતાની સત્તા જમાવી. તેના પ્રભુ ઈશ્વરે તેને આશિષ આપી અને તેનો વૈભવ વધાર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 દાઉદનો પુત્ર સુલેમાન પોતાના રાજ્યમાં બળવાન થયો, ને તેના ઈશ્વર યહોવાએ તેની સાથે રહીને તેનો મહિમા બહુ વધાર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 દાઉદનો દીકરો સુલેમાન પોતાના રાજ્યમાં પરાક્રમી થયો કારણ કે તેના પ્રભુ ઈશ્વર તેની સાથે હતા અને તેમણે તેને ઘણો સામર્થ્યવાન બનાવ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 દાઉદનો પુત્ર સુલેમાન પોતાના રાજ્યમાં બળવાન થયો. કારણકે તેના દેવ યહોવા તેની મદદમાં હતા. દેવે તેનો મહિમા ખૂબ વધાર્યો.

Faic an caibideil Dèan lethbhreac




૨ કાળવૃત્તાંત 1:1
17 Iomraidhean Croise  

એ અરસામાં અબિમેલેખ અને તેના સેનાપતિ ફિકોલે અબ્રાહામ પાસે જઈને તેને કહ્યું, “ તારાં સર્વ કાર્યોમાં ઈશ્વર તારી સાથે છે.


પ્રભુ યોસેફની સાથે હતા અને જે કંઈ કામ તે કરતો તેમાં તે સફળ થતો. તે તેના ઇજિપ્તી માલિકના ઘરમાં રહેતો હતો.


પણ પ્રભુ યોસેફની સાથે હતા અને તેના પ્રત્યે માયાળુ હતા. તેથી જેલનો અધિકારી તેના પર પ્રસન્‍ન હતો.


તેના માલિકે જોયું કે પ્રભુ તેની સાથે છે અને તેના પ્રત્યેક કાર્યમાં તેને સફળ કરે છે.


દાવિદ પછી તેનો પુત્ર શલોમોન રાજા બન્યો, અને તેનું રાજ્ય ઘણું સ્થિર થયું. અદોનિયાનો સંહાર


પછી રાજાએ બનાયાને હુકમ કર્યો એટલે તેણે જઈને શિમઈને મારી નાખ્યો. હવે શલોમોનની રાજસત્તા દ્રઢ બની.


તું જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં હું તારી સાથે રહ્યો છું, અને તારી આગળ તારા સર્વ શત્રુઓનો મેં સંહાર કર્યો છે. પૃથ્વીના મહાપુરુષોની જેમ હું તારું નામ વિખ્યાત બનાવીશ.’


દાવિદે કહ્યું, “મારા દીકરા, પ્રભુ તારી સાથે હો, અને તેમણે તારે વિષે આપેલા વચન પ્રમાણે તેમનું મંદિર બાંધવામાં તું સફળ થા.


વળી, સલાટો, કડિયા, સુથાર અને સોનું, ચાંદી, તાંબુ અને લોખંડનું કામ કરનાર અસંખ્ય નિપુણ કારીગરો પણ છે. તો હવે કામ શરૂ કર, અને પ્રભુ તારી સાથે હો.”


આમ, શલોમોન પોતાના પિતા દાવિદ પછી પ્રભુના રાજ્યની ગાદી પર આવ્યો. તે રાજા તરીકે સફળ થયો અને સમગ્ર ઇઝરાયલે તેની આણ સ્વીકારી.


પ્રભુએ સર્વ ઇઝરાયલી લોકોની દૃષ્ટિમાં શલોમોનને મહાન કર્યો અને ઇઝરાયલમાં થઈ ગયેલા બીજા કોઈ રાજા કરતાં તેને વધારે રાજવૈભવ આપ્યો.


તેણે કેવી રીતે રાજ કર્યું, તે કેવો પરાક્રમી હતો, તેના પર, ઇઝરાયલીઓ પર અને આસપાસનાં રાજ્યો પર શું શું વીત્યું એ બધું એમાં લખેલું છે.


ઘણા લોકો પ્રભુને માટે અને હિઝકિયા માટે અર્પણો લઈ યરુશાલેમ આવતા. આમ, સર્વ પ્રજાઓમાં હિઝકિયાની કીર્તિ પ્રસરી ગઈ.


ઈશ્વરે તેને કહ્યું, “હું જરૂર તારી સાથે રહીશ; અને મેં તને મોકલ્યો છે તેનું પ્રમાણ એ છે કે જ્યારે તું તેમને ઇજિપ્તમાંથી કાઢી લાવે, ત્યારે તમે આ પર્વત પર ઈશ્વરનું ભજન કરશો.”


જે જે આદેશ મેં તમને આપ્યા છે, તેનું પાલન કરવાનું શિક્ષણ તેમને આપતા જાઓ, અને જુઓ, યુગના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.


પ્રભુએ યહોશુઆને કહ્યું, “આજે હું જે કાર્ય કરવાનો છું તેનાથી સર્વ ઇઝરાયલીઓ મહાન માણસ તરીકે તારું સન્માન રાખતા થશે, અને તેમને ખબર પડશે કે જેમ હું મોશે સાથે હતો તેમ હું તારી સાથે પણ છું.


Lean sinn:

Sanasan


Sanasan