Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 તિમોથી 6:6 - પવિત્ર બાઇબલ C.L.

6 અલબત્ત, પોતાની પાસે જે કંઈ છે તેનાથી વ્યક્તિ સંતોષી હોય, તો ધર્મ જરૂરથી વિશેષ સમૃદ્ધિ લાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 પણ સંતો સહિતનો ભક્તિભાવ એ મોટો લાભ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 પણ સંતોષસહિતની ઈશ્વરપરાયણતા એ મહત્તમ લાભ છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 એ સાચું છે કે દેવની સેવા-ભક્તિ માણસને ખૂબ ધનવાન બનાવે છે. જો તેને પોતાની વસ્તુઓથી સંતોષ હોય તો.

Faic an caibideil Dèan lethbhreac




1 તિમોથી 6:6
23 Iomraidhean Croise  

અમને યર્દન જવા દો કે જેથી અમે દરેક એકએક મોટું લાકડું કાપી લાવીએ અને આપણે માટે એક નિવાસસ્થાન બાંધીએ.” એલિશાએ કહ્યું, “ભલે.”


ધનિક દુર્જનોની પુષ્કળ દોલત કરતાં નેકજનોની અલ્પ માલમતા અધિક મૂલ્યવાન છે.


સાચે જ પ્રભુ આપણા સંરક્ષક દૂર્ગ તથા ઢાલ છે; તે કૃપા અને સન્માન બક્ષે છે. નેકીથી વર્તનારને માટે તે કોઈપણ સારી વસ્તુ અટકાવી રાખતા નથી.


એમ મોશે એ માણસને ત્યાં રાજીખુશીથી રહ્યો. રેઉએલે પોતાની પુત્રી સિપ્પોરાનાં લગ્ન મોશે સાથે કરાવ્યાં.


વિપુલ ધન સાથે વિપત્તિમાં જીવવું તે કરતાં અલ્પ ધન હોય પણ પ્રભુ પ્રત્યે આદરયુક્ત ડર હોય તે ઉત્તમ છે.


અન્યાયથી મેળવેલા અઢળક ધન કરતાં પ્રામાણિકપણે મેળવેલ અલ્પ આવક ઉત્તમ છે.


લોભી માણસ ઝઘડા ઊભા કરે છે, પણ પ્રભુ પર ભરોસો રાખનાર સમૃદ્ધ થશે.


અમે રહેવા માટે ઘર બાંધ્યાં નથી, પણ તંબૂઓમાં જ વાસ કરતા આવ્યા છીએ. અમે કોઈ દ્રાક્ષવાડી કે અનાજનાં ખેતર ધરાવતા નથી. અમારા પૂર્વજ યોનાદાબે આપેલી આજ્ઞાઓ સંપૂર્ણપણે પાળતા આવ્યા છીએ.


પછી તેમણે બધાને કહ્યું, “જાગૃત રહો, અને સર્વ પ્રકારના લોભથી પોતાને સંભાળો, કારણ, કોઈ માણસ પાસે ગમે તેટલી અઢળક સંપત્તિ હોય તોપણ એ સંપતિ કંઈ એનું જીવન નથી.”


કેટલાક સૈનિકોએ પણ તેને પૂછયું, “અમે શું કરીએ?” તેણે તેમને કહ્યું, “કોઈની પાસેથી બળજબરીથી પૈસા પડાવો નહિ, અથવા કોઈને ખોટી રીતે દોષિત ઠરાવો નહિ. તમને મળતા પગારમાં જ સંતોષ માનો.”


જેઓ ઈશ્વર ઉપર પ્રેમ કરે છે અને જેઓને તેમણે પોતાના ઇરાદા અનુસાર આમંત્રણ આપ્યું છે તેમનું બધી બાબતોમાં ઈશ્વર એકંદરે સારું જ કરે છે.


અમે આ હળવી અને ક્ષણિક મુશ્કેલી ભોગવીએ છીએ, પણ તેના દ્વારા અમને એનાં કરતાં પણ મહાન એટલે અદ્‍ભુત અને સાર્વકાલિક ગૌરવ પ્રાપ્ત થશે.


મારે મન તો જીવવું એટલે ખ્રિસ્ત, અને મરવું તે વિશેષ લાભ છે.


શારીરિક ક્સરત થોડી જ ઉપયોગી છે, પણ આત્મિક ક્સરત સર્વ પ્રકારે ઉપયોગી છે. કારણ, તેમાં વર્તમાન તેમ જ આવનાર જીવનનું વચન સમાયેલું છે.


તેથી આપણને ખોરાક અને વસ્ત્રો મળી રહે તો તેટલું બસ છે.


દ્રવ્યલોભથી તમારાં જીવનો મુક્ત રાખો અને પોતાની પાસે જે છે તેનાથી સંતોષી રહો. કારણ, ઈશ્વરે કહ્યું છે, “હું તને કદી તજી દઈશ નહિ અને કદી તારો ત્યાગ કરીશ નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan