Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 તિમોથી 6:11 - પવિત્ર બાઇબલ C.L.

11 પણ ઈશ્વરભક્ત તરીકે તારે આ બધી બાબતોથી દૂર રહેવું. સદાચાર, ભક્તિ, વિશ્વાસ, પ્રેમ, સહનશીલતા અને નમ્રતા પ્રાપ્ત કરવા તારે પ્રયત્નશીલ રહેવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 પણ, હે ઈશ્વરભક્ત, તું તેઓથી નાસી જા. અને ન્યાયીપણું, ભક્તિભાવ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ તથા નમ્રતા, એઓનું અનુસરણ કર.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પણ હે ઈશ્વરભક્ત, તું આ બાબતોથી દૂર ભાગજે; તદુપરાંત ન્યાયીપણું, ઈશ્વરપરાયણતા, વિશ્વાસ, પ્રેમ, સહનશીલતા તથા વિનમ્રતાની પાછળ લાગ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 પરંતુ તું તો દેવભક્ત છે. તેથી એ બધી બાબતોથી તારે દૂર રહેવું જોઈએ. ન્યાયી માર્ગે જીવવાનો પ્રયત્ન કર, ભક્તિભાવ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ તથા નમ્રતાના સદગુણ કેળવ.

Faic an caibideil Dèan lethbhreac




1 તિમોથી 6:11
40 Iomraidhean Croise  

પ્રભુ તરફથી સંદેશ મળતાં યહૂદિયામાંથી એક ઈશ્વરભક્ત બેથેલ ગયો ને યરોબામ બલિનું દહન કરવા વેદી આગળ ઊભો હતો ત્યાં પહોંચી ગયો.


વૃદ્ધ સંદેશવાહકે એ સાંભળતાં કહ્યું, “એ તો પ્રભુની આજ્ઞા ઉથાપનાર ઈશ્વરભક્ત છે! પ્રભુએ કહ્યું હતું તેમ તેમણે જ સિંહને તેના પર હુમલો કરી તેને મારી નાખવા મોકલ્યો.


વિધવાએ એલિયાને કહ્યું, “ઓ ઈશ્વરભક્ત, તમે મને આમ કેમ કર્યું? તમે અહીં ઈશ્વરને મારાં પાપની યાદ દેવડાવવા અને મારા પુત્રનું મરણ નિપજાવવા આવ્યા હતા?”


તેણે કહ્યું, “હવે હું જાણું છું કે તમે ઈશ્વરભક્ત છો અને પ્રભુ સાચે જ તમારી મારફતે બોલે છે.”


એક ઈશ્વરભક્તે આહાબ રાજા પાસે જઈને કહ્યું, “પ્રભુ આમ કહે છે: ‘હું મેદાનોનો નહિ, પણ પર્વતોનો દેવ છું.’ એવું અરામીઓ કહે છે; તેથી તેમના મોટા સૈન્ય પર હું તમને વિજય અપાવીશ, અને તું તથા તારા લોક જાણશો કે હું પ્રભુ છું.”


રાજાએ ફરીથી બીજા એક અધિકારીને પચાસ માણસો લઈને મોકલ્યો. તે ટેકરી પર ગયો અને એલિયા આગળ ધૂંટણિયે પડીને તેને વિનવણી કરી, “ઈશ્વરભક્ત, મારા પર અને મારા પચાસ માણસો પર દયા કરો અને અમને જીવતદાન આપો.


પછી તેણે એલિયાને પકડી લાવવા એક અધિકારીને તેના પચાસ માણસો લઈને મોકલ્યો. અધિકારીને એલિયા એક ટેકરીની ટોચ પર બેઠેલો મળી આવ્યો એટલે તેણે કહ્યું, “ઈશ્વરભક્ત, તમે નીચે ઊતરી આવો એવો રાજાનો હુકમ છે.”


યોશિયા રાજાએ આમતેમ નજર ફેરવતાં તેણે એ ભવિષ્યવાણી કરનાર સંદેશવાહકની કબર જોઈ. તેણે પૂછયું, “પેલું સ્મારક શાનું છે?” બેથેલના લોકોએ તેને કહ્યું, “એ તો તેં આ વેદીને જે કર્યું તે અંગેની ભવિષ્યવાણી ભાખનાર ઈશ્વરભક્તની કબર છે.”


એવામાં ઈશ્વરભક્ત એલિશાના સેવક ગેહજીએ પોતાના મનમાં કહ્યું, “મારા ગુરુએ નામાનને તેની પાસેથી બદલામાં કશું લીધા વિના જવા દીધો! એ અરામી તેમને જે આપતો હતો તે તેમણે સ્વીકારી લેવાની જરૂર હતી. પ્રભુના જીવના સમ હું તેની પાછળ દોડીશ અને તેની પાસેથી કંઈક મેળવીશ.”


પરંતુ ઈશ્વરભક્ત મોશેના વંશજોનો તો લેવીઓમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.


પોતાના પિતા દાવિદે નક્કી કરેલા નિયમો પ્રમાણે તેણે યજ્ઞકારોની તથા સ્તોત્ર ગાવાનાં અને ન્યાય કામોમાં મદદ કરવા લેવીઓની દૈનિક કામગીરીની વ્યવસ્થા ગોઠવી. ઈશ્વરભક્ત દાવિદની આજ્ઞા પ્રમાણે પ્રત્યેક દરવાજા પર રોજની ફરજ બજાવવા માટે તેણે મંદિરના રક્ષકોની ટુકડીઓની વ્યવસ્થા કરી.


હશાબ્યા, શેરેબ્યા, યેશૂઆ, બિન્‍નૂઈ અને ક્દમીએલની દોરવણી હેઠળ લેવીઓનાં જૂથ પાડવામાં આવ્યાં. ઈશ્વરભક્ત રાજા દાવિદે આપેલી સૂચનાઓ પ્રમાણે બે જૂથો એક સમયે વારાફરતી ઈશ્વરની સ્તુતિ કરતાં અને તેમનો આભાર માનતાં.


તેની પાછળ પાછળ તેના ગોત્રના અન્ય સભ્યો જતા હતા: શમાયા, આઝારેલ, મિલલાય, ગિલલાય, માઆય, નથાનએલ, યહૂદા અને હનાની. ઈશ્વરભક્ત રાજા દાવિદનાં વાજિંત્રો જેવાં વાજિંત્રો તેઓ વગાડતા હતા. નિયમશાસ્ત્રમાં વિદ્વાન એઝરા આ જૂથને સરઘસમાં દોરનાર હતો.


દુરાચાર તજો અને ભલાઈ કરો. લોકોનું કલ્યાણ શોધો અને તેની પાછળ લાગો.


તેઓ તો ભલાઈનો બદલો ભૂંડાઈથી વાળી આપનારા છે; હું તેમનું ભલું કરું છું, ત્યારે તેઓ મારી નિંદા કરે છે.


પ્રભુ દુર્જનોનાં દુરાચરણને ધિક્કારે છે, પણ નેકીને અનુસરનારને તે ચાહે છે.


પ્રભુ કહે છે, “હે સદાચારને અનુસરનારા અને મને પ્રભુને શોધનારા, તમે મારું કહ્યું સાંભળો. તમને જે ખડકમાંથી ખણી કાઢવામાં આવ્યા છે અને જે ખાણમાંથી ખોદી કાઢવામાં આવ્યા છે તે તમારા ઉદ્ભવસ્થાનને જુઓ.


ઈશ્વરભક્ત ગદાલ્યાના પુત્ર હનાનના પુત્રોના ઓરડામાં તેમને એકત્ર કર્યા. આ ઓરડો અધિકારીઓના ઓરડા પાસે અને દ્વારપાલ શાલ્લૂમના પુત્ર માઅસેયાના ઓરડા ઉપર આવેલો હતો.


આપણે હંમેશા શાંતિકારક અને એકબીજાની ઉન્‍નતિ કરનારી બાબતો કરવાનું યેય રાખવું જોઈએ.


તેથી મારા પ્રિય મિત્રો, મૂર્તિપૂજાથી દૂર રહો. તમને શાણા સમજીને હું એ વાત કરું છું.


આથી પ્રેમની ઝંખના સેવો. આત્મિક બક્ષિસો પર અને ખાસ કરીને ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાની બક્ષિસ પર તમારું મન લગાડો.


વ્યભિચારથી નાસો. માનવીનાં બીજાં પાપ તેના શરીરની બહારનાં છે, પણ જે વ્યભિચાર કરે છે તે પોતાના શરીરની વિરુદ્ધ જ પાપ કરે છે.


તમે જીવતા રહો અને તમારા ઈશ્વર પ્રભુ તમને જે દેશ આપે છે તેનો પૂરેપૂરો કબજો લો તે માટે અદલ ન્યાયને અનુસરો.


ઈશ્વરભક્ત મોશેએ પોતાના મૃત્યુ પહેલાં ઇઝરાયલી લોકોને જે આશીર્વાદો આપ્યા તે આ પ્રમાણે છે:


અને ખ્રિસ્ત ઈસુની મારફતે જે વિશ્વાસ અને પ્રેમ આપણાં છે તે મને આપ્યાં.


જો જે, તું જુવાન છે તેથી કોઈ તારો તિરસ્કાર ન કરે. પણ તારે વાણી, વર્તન, પ્રેમ, વિશ્વાસ અને પવિત્રતામાં વિશ્વાસીઓને નમૂનારૂપ બનવું.


સારાં ક્મ માટે જાણીતી હોય, પોતાનાં બાળકોને સારી રીતે ઉછેર્યાં હોય, અતિથિ સત્કાર કર્યો હોય, ઈશ્વરના લોકના પગ ધોયા હોય અને સર્વ પ્રકારનાં સારાં કાર્યો કરવામાં નિષ્ઠા દાખવી હોય, તેવી વિધવાઓનાં જ નામ તારે મંડળીની વિધવાઓની યાદીમાં નોંધવાં.


હે તિમોથી, તને જે સોંપવામાં આવ્યું છે તે જાળવી રાખજે. અધર્મી વાતો અને કેટલાક માણસો જેને ભૂલથી “જ્ઞાન” કહે છે તે વિષેની મૂર્ખતાભરી ચર્ચાઓથી દૂર રહે.


જો કોઈ વ્યક્તિ પોતાને બધી ભૂંડી બાબતોથી શુદ્ધ રાખે તો તેનો ખાસ હેતુને માટે ઉપયોગ કરવામાં આવશે. કારણ, તેણે તેના માલિકને પોતાનું સ્વાર્પણ કરેલું છે અને તે તેને ઉપયોગી છે. વળી, સર્વ સારાં કાર્ય કરવાને માટે તે તૈયાર છે.


યૌવનની વાસનાથી દૂર રહે. શુદ્ધ દયથી પ્રભુની મદદ માગનારાઓ સાથે સદાચાર, વિશ્વાસ, પ્રેમ અને શાંતિ પ્રાપ્ત કરવાનો હેતુ રાખ.


પણ તેં તો સારા શિક્ષણનું,


આમ, ઈશ્વરની સેવા કરનાર વ્યક્તિ સંપૂર્ણ રીતે યોગ્ય બને છે અને સર્વ સારાં કાર્યો કરવાને શક્તિમાન થાય છે.


બધાની સાથે શાંતિપૂર્વક રહેવાનો યત્ન કરો. વળી, પવિત્ર જીવન જીવવાનો યત્ન કરો.


તેણે ભૂંડાઈથી વિમુખ થવું અને ભલું કરવું, તેણે શાંતિ શોધવી અને ખંતથી તેનો પીછો કરવો.


ઈશ્વરના એક ભક્તે એલી પાસે આવીને તેને કહ્યું, “પ્રભુ કહે છે કે, તારા પૂર્વજનું કુટુંબ ઇજિપ્તના રાજા અને તેના લોકની ગુલામીમાં હતું ત્યારે હું તેની આગળ પ્રગટ થયો.


નોકરે કહ્યું, “ઊભા રહો; આ શહેરમાં એક પવિત્ર ઈશ્વરભક્ત રહે છે. તેનું ઘણું માન છે. કારણ, તેનું કહેવું સાચું જ પડે છે. આપણે તેની પાસે જઈએ. કદાચ તે આપણને ગધેડાં ક્યાંથી મળશે તે કહી શકશે.”


Lean sinn:

Sanasan


Sanasan