Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 તિમોથી 5:25 - પવિત્ર બાઇબલ C.L.

25 તેવી જ રીતે સારાં કાર્યો સ્પષ્ટ રીતે દેખાય છે અને જે એવાં સ્પષ્ટ નથી તે પણ છુપાઈ શક્તાં નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 તે જ પ્રમાણે કેટલાકનાં સારાં કામ પણ પ્રત્યક્ષ જોવામાં આવે છે. અને જેઓ [પ્રત્યક્ષ] નથી તેઓ [હંમેશાં] ગુપ્ત રહી શકતાં નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 તે જ પ્રમાણે કેટલાકનાં સારાં કામ જગજાહેર છે, તેની સામે જે જાહેર નથી તે પણ ગુપ્ત રહી શકતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 સારાં કામો કે જે લોકો કરે છે તે બાબતમાં પણ આવું જ છે. લોકોનાં સારા કામો સહેલાઈથી દેખાઈ આવે છે. પરંતુ જ્યારે એ સારા કામો સહેલાઈથી ન દેખાય, તો પણ તે છુપાવી શકતા નથી.

Faic an caibideil Dèan lethbhreac




1 તિમોથી 5:25
13 Iomraidhean Croise  

સદાચારી સલામતી અનુભવે છે, પણ દુરાચારી પકડાઈ જાય છે.


તે જ પ્રમાણે તમારો પ્રકાશ લોકો સમક્ષ પ્રકાશવો જોઈએ, જેથી જે સારાં કાર્યો તમે કરો છો તે જોઈને તેઓ આકાશમાંના તમારા ઈશ્વરપિતાની સ્તુતિ કરે.


“દીવો સળગાવીને કોઈ તેને ભોંયરામાં કે વાસણ નીચે મૂકતું નથી. એથી ઊલટું, તે તેને દીવી પર મૂકે છે; જેથી અંદર આવનાર સૌ કોઈ પ્રકાશ પામે.


તેમણે જવાબ આપ્યો, “સૂબેદાર કર્નેલ્યસે અમને મોકલ્યા છે. તે ધર્મનિષ્ઠ અને ઈશ્વરની ભક્તિ કરનાર વ્યક્તિ છે. બધા યહૂદીઓ તેને ખૂબ માન આપે છે. ઈશ્વરના એક દૂતે તમને તેને ઘેર આમંત્રણ આપવા જણાવ્યું છે કે જેથી તે તમારો સંદેશ સાંભળી શકે.”


“ત્યાં અનાન્યા નામે એક માણસ રહેતો હતો. તે આપણા નિયમશાસ્ત્રને આધીન રહેનાર ધાર્મિક માણસ હતો, અને દમાસ્ક્સમાં વસતા યહૂદીઓ તેનું ખૂબ માન રાખતા હતા.


જોપ્પામાં તાબીથા નામની એક વિશ્વાસી સ્ત્રી હતી (ગ્રીકમાં તેનું નામ દરક્સ અર્થાત્ હરણી છે). તે તેનો સઘળો સમય ભલું કરવામાં અને ગરીબોને મદદ કરવામાં ગાળતી.


અને ઈશ્વરનાં મહિમા અને સ્તુતિને અર્થે સદ્ભાવનાનાં સારાં ફળ જે માત્ર ઈસુ ખ્રિસ્તની મારફતે જ આવે છે તેથી તમે ભરપૂર થાઓ.


વળી, તે મંડળીની બહારના લોકો મયે સારી પ્રતિષ્ઠા ધરાવતો હોવો જોઈએ, જેથી તે નિંદાપાત્ર બનીને શેતાનના સકંજામાં ફસાઈ ન જાય.


પછી મેં સ્વર્ગમાંથી એક વાણી સાંભળી, “આ વાત લખી લે: ‘હવે પછી પ્રભુ પરના વિશ્વાસમાં રહેતાં મરણ પામનારને ધન્ય છે!” આત્મા જવાબ આપે છે, “ખરેખર તેમને ધન્ય છે. તેઓ તેમના સખત પરિશ્રમમાંથી આરામ પામશે, કારણ, તેમનાં સેવાકાર્યનાં ફળ તેમની સાથે જાય છે.”


Lean sinn:

Sanasan


Sanasan