Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 તિમોથી 5:20 - પવિત્ર બાઇબલ C.L.

20 પાપ કરનારાઓને જાહેરમાં ધમકાવ જેથી બીજાઓ પર પણ ધાક બેસે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 પાપ કરનારાઓને સર્વની સમક્ષ ઠપકો આપ, જેથી બીજાઓને પણ ડર રહે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 પાપ કરનારાઓને સઘળાંની આગળ ઠપકો, કે જેથી બીજાઓને પણ ભય રહે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 પાપ કરનારાઓને કહેજે કે તેઓ ખોટા છે. આખી મંડળીની સમક્ષ આ કર. જેથી બીજા લોકોને પણ ચેતવણી મળી જશે.

Faic an caibideil Dèan lethbhreac




1 તિમોથી 5:20
15 Iomraidhean Croise  

“કોઈના વિષે મનમાં કિન્‍નાખોરી રાખવી નહિ, પણ નિખાલસતાથી તેને તેનો દોષ બતાવવો; જેથી તેને લીધે તું પાપમાં પડે નહિ.


એફેસસમાં વસતા બધા યહૂદીઓ અને બિનયહૂદીઓએ એ વિષે સાંભળ્યું; તેઓ સૌ ગભરાયા અને પ્રભુ ઈસુના નામને વિશેષ માન મળ્યું.


આખી મંડળી અને જેઓએ તે વિષે સાંભળ્યું તે બધાને ખૂબ જ ડર લાગ્યો.


એ સાંભળતાંની સાથે જ અનાન્યાએ ઢળી પડીને પ્રાણ છોડયો અને એ સાંભળીને ઘણા લોકો ભયભીત થયા.


ઈશ્વરને પ્રસન્‍ન કરવા વેઠેલા દુ:ખે તમારામાં શું કર્યું તેનો વિચાર કરો: તેથી તમે કેટલા પ્રામાણિક બન્યા છો, અને તમે નિર્દોષ છો તે પુરવાર કરવા તમે કેટલા આતુર છો! તેથી તો આવો રોષ, આવી ચેતવણી, આવી આતુરતા, આવી ભક્તિ અને જૂઠને શિક્ષા કરવાની આવી તત્પરતા તમારામાં જાગ્યાં છે. સમગ્ર બાબતમાં તમે પોતે નિર્દોષ છો, એવું તમે પુરવાર કર્યું છે.


અંધકારનાં નિરર્થક કામોમાં ભાગ ન લો. એને બદલે, તેમને પ્રકાશમાં લાવો.


ત્યારે સમસ્ત ઇઝરાયલી લોકો એ વિષે સાંભળીને ભય પામશે, અને તમારી મધ્યે કોઈ એવી દુષ્ટતા ફરીવાર કરશે નહિ.


સર્વ લોકો એ વિષે સાંભળીને ભય પામશે અને ફરીવાર કોઈ એવી ઉધતાઈ કરશે નહિ.


બીજા લોકો એ વિષે સાંભળીને ભય પામશે અને તમારી વચમાં એવું દુષ્ટ કાર્ય ફરી કોઈ કરશે નહિ.


ત્યારે તે નગરના સર્વ પુરુષો તેને પથ્થરો મારીને મારી નાખે. એ રીતે તમારે તમારી વચમાંથી દુષ્ટતા દૂર કરવી. ઇઝરાયલના સૌ કોઈ તે વિષે સાંભળશે અને ભય પામશે.”


હુમનાયસ અને એલેકઝાન્ડર તેમનામાંના જ છે. તેમને મેં શેતાનના અધિકારમાં સોંપ્યા છે, જેથી તેઓ ઈશ્વરની નિંદા કરતા બંધ થાય.


શુભસંદેશ જાહેર કર; અનુકૂળ કે પ્રતિકૂળ સમયે પણ તે માટે તત્પર રહે. ખોટી માન્યતાઓને પડકારજે, લોકોની ભૂલો સુધારજે અને તેમને પ્રોત્સાહન આપજે તથા પૂરી ધીરજથી ઉપદેશ કરજે.


તેનું કહેવું સાચું છે. આ કારણથી તારે તેમને ધમકાવવા,


આ બધી બાબતો શીખવ અને તારા સાંભળનારાઓને પ્રોત્સાહન કે ચેતવણી આપતાં તારા પૂરા અધિકારનો ઉપયોગ કર. તેમનામાંનો કોઈ તારો તિરસ્કાર ન કરે તેનું ધ્યાન રાખ.


Lean sinn:

Sanasan


Sanasan