Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 તિમોથી 5:18 - પવિત્ર બાઇબલ C.L.

18 કારણ, શાસ્ત્રમાં લખ્યું છે: “જ્યારે બળદ અનાજ છૂટું પાડવાનું કાર્ય કરે ત્યારે તેના મોં પર જાળી બાંધવી નહિ.” અને, “મહેનત કરનારને વેતન મેળવવાનો હક્ક છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 કેમ કે શાસ્‍ત્ર કહે છે, “પગરે ફરનાર બળદને મોઢે શીંકી ન બાંધ” અને “મજૂરને પોતાની મજૂરી મળવી જોઈએ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 કેમ કે શાસ્ત્રવચન કહે છે કે, ‘કણસલાં ખૂંદનાર બળદના મોં પર જાળી ન બાંધ’ અને ‘કામ કરનાર પોતાના મહેનતણાને પાત્ર છે’.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 એવું શા માટે? કારણ કે શાસ્ત્ર કહે છે કે, “જ્યારે કામમાં જોતરેલો બળદ અનાજ છુટું પાડવાનું કામ કરતો હોય ત્યારે, એનું મોઢું બાંધીને તેને અનાજ ખાતો રોકવો નહી.” અને વળી શાસ્ત્ર એ પણ કહે છે કે, “મજૂરને તેની મજૂરી આપવી જોઈએ.”

Faic an caibideil Dèan lethbhreac




1 તિમોથી 5:18
13 Iomraidhean Croise  

“કોઈનું શોષણ કરવું નહિ કે તેને લૂંટી લેવો નહિ. મજૂરની મજૂરી એક રાત સુધી પણ બાકી રાખવી નહિ.


મુસાફરીને માટે થેલી ન રાખો; વધારાનું ખમીસ, ચંપલ કે લાકડી ન લો. કામ કરનાર પાલનપોષણને યોગ્ય છે.


એના એ જ ઘરમાં રહો, અને તમને જે કંઈ આપવામાં આવે તે ખાઓપીઓ. કારણ, મજૂરને પોતાનો પગાર મળવો જોઈએ.


શાસ્ત્રમાં લખેલું છે: “જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે તે નિરાશ થશે નહિ.”


આરંભથી પસંદ કરેલા લોકને ઈશ્વરે ત્યજી દીધા નથી. એલિયાએ ઇઝરાયલ પ્રજા વિરુદ્ધ ઈશ્વરને ફરિયાદ કરી એ પ્રસંગમાં શાસ્ત્ર શું કહે છે તે તમે જાણો છો?


કારણ, ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “અબ્રાહામે ઈશ્વર પર વિશ્વાસ કર્યો, અને એ વિશ્વાસને લીધે તે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે માન્ય ગણાયો.”


કારણ, શાસ્ત્રકથન ઇજિપ્તના રાજા ફેરો વિષે કહે છે: “તારી મારફતે હું મારું સામર્થ્ય દર્શાવું, અને મારું નામ આખી પૃથ્વી ઉપર જાહેર થાય, માટે મેં તને રાજા બનાવ્યો છે.”


એ જ પ્રમાણે શુભસંદેશ પ્રગટ કરનારાઓ પણ તેમાંથી જ જીવનનિર્વાહ ચલાવે એવું પ્રભુએ ઠરાવ્યું છે.


ઈશ્વર બિનયહૂદીઓનો પણ વિશ્વાસ દ્વારા સુમેળમાં આવેલી વ્યક્તિઓ તરીકે સ્વીકાર કરશે એવું અગાઉથી જોઈને શાસ્ત્રમાં અબ્રાહામને પહેલેથી જ શુભસંદેશ પ્રગટ કરવામાં આવ્યો હતો: “તારી મારફતે બધી પ્રજાઓ ઈશ્વરની આશિષ પામશે.”


“તમે અનાજ છૂટું પાડવા માટે બળદને કણસલા પર ફેરવતા હો ત્યારે તેને મોંઢે જાળી બાંધવી નહિ.


“આપણામાં વસવા આવેલ આત્મા આપણી પાસેથી ઈશ્વર પ્રત્યે અનન્ય નિષ્ઠાની ઝંખના રાખે છે” એવું જે શાસ્ત્રવચન છે તે વ્યર્થ કહ્યું હશે એમ તમે માનો છો?


Lean sinn:

Sanasan


Sanasan