Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 તિમોથી 5:13 - પવિત્ર બાઇબલ C.L.

13 વળી, આળસુ બનીને ઘેર ઘેર ફરીને સમયનો બગાડ કરે છે, અફવાઓ ફેલાવે છે અને નક્મી વાતો કર્યા કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 વળી તે ઉપરાંત ઘેરઘેર ભટકીને તેઓ આળસુ થતાં શીખે છે. અને માત્ર આળસુ જ નહિ, પણ જે બોલવું ઘટારત નથી તે બોલે છે, અને કૂથલી કરે છે, અને બીજાઓના કામમાં માથાં મારે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તદુપરાંત તેઓ આળસુ બનવાનું શીખે છે, ઘરેઘરે ફરે છે. આળસુ થવા ઉપરાંત જે ઉચિત નથી તેવું બોલીને કૂથલી તથા પારકી પંચાત કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 વળી, તે જુવાન વિધવાઓ ઘેરઘેર ભટકવાનું શરું કરે છે અને પોતાનો સમય વેડફે છે. તેઓ નિંદા અને કૂથલી કરવાનું શરું કરી દે છે અને બીજા લોકોના જીવનમાં રસ લેતી થઈ જાય છે. જે ન બોલવું જોઈએ તે તેઓ બોલવા લાગે છે.

Faic an caibideil Dèan lethbhreac




1 તિમોથી 5:13
14 Iomraidhean Croise  

કૂથલીખોર ખાનગી વાતો જાહેર કરે છે, પણ વિશ્વાસપાત્ર જન રહસ્ય સાચવે છે.


ચૂગલીખોર રહસ્યો ખુલ્લાં કરી દે છે, તેથી વ્યર્થ વાતો કરનારની સોબત કરીશ નહિ.


તે પોતાના ઘરકુટુંબની બરાબર દેખરેખ રાખે છે, અને આળસની રોટલી ખાતી નથી.”


તે નફફટ અને નિર્લજ્જ સ્ત્રી હતી, અને હંમેશા આમતેમ ભટક્તી રહેતી.


કોઇની જૂઠી ચાડી કરવી નહિ. કોઈના પર ખોટો આરોપ મૂકી તેના જીવને જોખમમાં મૂકવો નહિ. હું પ્રભુ છું.


એના એ જ ઘરમાં રહો, અને તમને જે કંઈ આપવામાં આવે તે ખાઓપીઓ. કારણ, મજૂરને પોતાનો પગાર મળવો જોઈએ.


તમે જાણો છો કે જાહેરમાં અથવા તમારાં ઘરોમાં ઉપદેશ કરતાં કે શિક્ષણ આપતાં તમને મદદર્ક્તા નીવડે એવું કંઈપણ મેં તમારાથી પાછું રાખ્યું નથી.


એવો સમય આવશે કે જ્યારે તમારી પોતાની જ સંગતના માણસો કેટલાક વિશ્વાસીઓને પોતાની પાછળ દોરી જવા જુઠ્ઠું બોલશે.


આમ, ખ્રિસ્તને અગાઉ આપેલા વચનનો ભંગ કરીને તેઓ દોષિત ઠરે છે.


તેમને બોલતા બંધ કરી દેવા જોઈએ. કારણ, તેઓ ખોટું શિક્ષણ આપીને કેટલાંયે કુટુંબોને બરબાદ કરે છે. તેમનો ઇરાદો તો પૈસા કમાવાનો છે અને તે શરમજનક છે.


સ્તુતિ અને શાપ એક જ મુખમાંથી નીકળે છે. મારા ભાઈઓ, આવું તો ન જ બનવું જોઈએ;


ખૂની, ચોર, ગુનેગાર અથવા બીજાઓના ધંધામાં દખલગીરી કરનાર તરીકે તમારામાંના કોઈને સજા થવી જોઈએ નહિ.


તેથી હું આવીશ ત્યારે તેનાં બધાં કાર્યો જાહેર કરીશ. તે મારા વિષે ભૂંડી વાતો બોલ્યા કરે છે. વળી, એટલું પૂરતું ન હોય તેમ તે ભાઈઓનો આવકાર કરતો નથી. જેઓ તેમનો આવકાર કરે છે તેમને તે તેમ કરતાં અટકાવે છે અને તેમને મંડળીની બહાર મૂકે છે.


Lean sinn:

Sanasan


Sanasan