Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 તિમોથી 4:15 - પવિત્ર બાઇબલ C.L.

15 આ બાબતોને વ્યવહારમાં મૂક અને તેમાં તારું મન પરોવ, કે જેથી બધા તારી પ્રગતિ જાણી શકે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 એ વાતોની ખંત રાખજે. તેઓમાં તલ્‍લીન રહેજે કે, તારી પ્રગતિ સર્વના જાણવામાં આવે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 એ બાબતોનું મનન કર, તેમાં પરોવાયેલ રહે જેથી તારી પ્રગતિ સર્વને સ્પષ્ટ દેખાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 એ બધી પ્રવૃત્તિઓ તું ચાલુ રાખજે. તે પ્રવૃત્તિઓ કરવા તું તારું જીવન આપી દે. પછી બધા લોકો જોઈ શકશે કે તારું કાર્ય પ્રગતિ સાધી રહ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




1 તિમોથી 4:15
26 Iomraidhean Croise  

એને બદલે, પ્રભુનું નિયમશાસ્ત્ર જ તેમનો આનંદ છે અને રાતદિવસ તેઓ તેનું મનન કરે છે.


મારું ચિંતન પ્રભુને પ્રસન્‍ન કરો; કારણ, હું પ્રભુમાં આનંદ કરું છું.


હે પ્રભુના સેવક અબ્રાહામના વંશજો, હે પ્રભુના પસંદ કરેલ યાકોબનાં સંતાનો, પ્રભુએ કરેલાં અજાયબ કાર્યોનું, ચમત્કારોનું તથા તેમના મુખના ન્યાયચુકાદાઓનું સ્મરણ કરો.


રાત્રિના પ્રહરોમાં પણ મારી આંખો તમારા આદેશોનું મનન કરવા જાગી જાય છે.


હું તમારા આદેશોનું મનન કરીશ, અને મારી દષ્ટિ સદા તમારા માર્ગો પર રાખીશ.


ભ્રષ્ટ શાસકો ભલે મારી વિરુદ્ધ એકત્ર થઈ કાવતરાં ઘડે, તોપણ તમારો આ સેવક તમારા આદેશોનું મનન કરશે.


હું હાથ જોડીને તમારી આજ્ઞાઓનું સન્માન કરું છું અને તેમને ચાહું છું; હું તમારા આદેશોનું મનન કરીશ.


હું તમારા નિયમશાસ્ત્ર પર કેટલો પ્રેમ રાખું છું! આખો દિવસ હું તેનું જ મનન કરું છું.


હું તમારાં સાક્ષ્યવચનોનું અયયન કરું છું, તેથી મારા સર્વ શિક્ષકો કરતાં મારામાં વધુ સમજ છે.


હું વીતેલા દિવસોનું સ્મરણ કરું છું; હું તમારાં સર્વ અદ્‍ભુત કાર્યો વિષે મનન કરું છું; અને તમારે હાથે થયેલાં કાર્યોનું ચિંતન કરું છું.


હે પ્રભુ, મારા ખડક અને મારા ઉદ્ધારર્ક્તા, મારા મુખના શબ્દો અને મારા મનના વિચારો તમને સ્વીકાર્ય બનો.


મારું મુખ જ્ઞાન ઉચ્ચારશે અને મારું હૃદય સમજણ પ્રગટ કરશે.


હું મારા બિછાનામાં તમારું સ્મરણ કરું છું, અને રાત્રિના પ્રહરોમાં તમારું ધ્યાન ધરું છું.


હું તમારાં સર્વ કામો વિષે ચિંતન કરીશ, અને તમારાં પરાક્રમી કૃત્યો પર મનન કરીશ.


ત્યાર પછી તેઓ મુલાકાતમંડપમાં સેવા કરતા પોતાના સાથીભાઈને મદદ કરી શકે, પણ જાતે કોઈ સેવા કરે નહિ. આ રીતે લેવીઓની સેવા સંબંધી તારે વ્યવસ્થા કરવી.”


તે જ પ્રમાણે તમારો પ્રકાશ લોકો સમક્ષ પ્રકાશવો જોઈએ, જેથી જે સારાં કાર્યો તમે કરો છો તે જોઈને તેઓ આકાશમાંના તમારા ઈશ્વરપિતાની સ્તુતિ કરે.


પણ અમે જાતે તો અમારો પૂરો સમય પ્રાર્થનામાં અને ઈશ્વરના સંદેશના સેવાકાર્યમાં ગાળીશું.”


સ્તેફાનસ અને તેના કુટુંબ વિષે તો તમે જાણો છો. ગ્રીસ દેશમાં સૌ પ્રથમ ખ્રિસ્તી થનાર તેઓ જ હતાં અને તેમણે ઈશ્વરના લોકની સેવા કરી છે.


અમે જાણીએ છીએ કે, પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર, ઈસુની સાથે અમને પણ સજીવન કરશે અને પોતાની હાજરીમાં તમારી સાથે અમને પણ લઈ જશે.


અમારી અપેક્ષા કરતાં આ વાત વિશેષ હતી. પ્રથમ તેમણે પોતાની સોંપણી પ્રભુને કરી, અને પછી ઈશ્વરની ઇચ્છાથી તેઓ અમને પણ સોંપાઈ ગયા.


મંડળીના આગેવાનોએ પોતાના હાથ તારા પર મૂક્યા ત્યારે કરાયેલી ભવિષ્યવાણી અનુસાર તને જે આત્મિક કૃપાદાન મળ્યું છે તેના પ્રત્યે બેદરકાર ન રહીશ.


તારી પોતાની જાતની અને તારા શિક્ષણની કાળજી રાખ. આ બાબતો કર્યા કર, કારણ, તેમ કરવાથી તું પોતાને તથા તારું સાંભળનારાઓને બચાવી શકીશ.


તું પોતે વિશ્વાસનાં સત્યો અને સાચા શિક્ષણને અનુસરીને આત્મિક રીતે પોષણ પામતાં ભાઈઓને આ શિક્ષણ આપીશ, તો તું ખ્રિસ્તનો ઉત્તમ કાર્યકર બનીશ.


આપણને સર્વ દુષ્ટતામાંથી મુક્ત કરવા અને આપણને તેમના શુદ્ધ અને સર્વ સારાં કાર્યો કરવાને આતુર એવા ખાસ લોક બનાવવા માટે પોતાનું સ્વાર્પણ કરનાર પણ તે જ છે.


એ નિયમશાસ્ત્ર તારા મુખમાંથી જવું જોઈએ નહિ. તું દિવસરાત તેનું અયયન કર અને તેમાં લખેલું બધું કાળજીપૂર્વક પાળ એટલે તું સમૃદ્ધ અને સફળ થશે.


Lean sinn:

Sanasan


Sanasan