Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 તિમોથી 4:12 - પવિત્ર બાઇબલ C.L.

12 જો જે, તું જુવાન છે તેથી કોઈ તારો તિરસ્કાર ન કરે. પણ તારે વાણી, વર્તન, પ્રેમ, વિશ્વાસ અને પવિત્રતામાં વિશ્વાસીઓને નમૂનારૂપ બનવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તને જુવાન જાણીને કોઈ તારો તુચ્છકાર ન કરે, પણ વચનમાં, વર્તનમાં, પ્રેમમાં, વિશ્વાસમાં અને પવિત્રતામાં તું વિશ્વાસીઓને નમૂનારૂપ થજે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તારી યુવાવસ્થાનો કોઈ તિરસ્કાર કરે નહિ; પણ વાણી, વર્તન, પ્રેમ, વિશ્વાસ અને પવિત્રતામાં તું વિશ્વાસીઓને નમૂનારૂપ થજે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 તને જુવાન જાણીને તારું કઈ મહત્વ ન હોય એ રીતે કોઈ પણ વ્યક્તિને તારી સાથે વર્તવા ન દઈશ. વિશ્વાસીઓએ કેવી રીતે જીવવું જોઈએ તે બતાવવા તારી વાણી વડે, તારા વિશ્વાસ વડે, અને તારા સ્વચ્છ જીવન વડે જીવવાને લીધે તું લોકોને નમૂનારુંપ થજે.

Faic an caibideil Dèan lethbhreac




1 તિમોથી 4:12
19 Iomraidhean Croise  

પહેલા દૂતે બીજાને કહ્યું, “જા, દોડ, પેલા માપદોરીવાળા યુવાનને કહે કે યરુશાલેમમાં એટલા બધા લોકો, અને ઢોરઢાંક થવાનાં છે કે તેનો કોટ રાખી ન શકાય એટલું મોટું તે બનવાનું છે.


તમે આ નાનાઓમાંથી કોઈને તુચ્છ ગણવા વિષે સાવધ રહેજો! તેમના દિવ્ય દૂતો હંમેશાં આકાશમાંના મારા ઈશ્વરપિતાની રૂબરૂ સતત તહેનાતમાં હોય છે.


જેમ હું ખ્રિસ્તનું અનુકરણ કરું છું તેમ તમે મારું અનુકરણ કરો.


અંતમાં, મારા ભાઈઓ, સાચી, ઉમદા, ન્યાયી, શુદ્ધ, પ્રેમાળ અને સન્માનનીય એવી સારી ને સ્તુતિપાત્ર બાબતોનો વિચાર કરો.


તમે અમારું અને પ્રભુનું અનુકરણ કર્યું છે અને જો કે તમારે ઘણું દુ:ખ સહન કરવું પડયું, તો પણ તમે તે સંદેશાને પવિત્ર આત્મા દ્વારા મળતા આનંદથી સ્વીકારી લીધો.


તમે પોતે તેમ જ ઈશ્વર પણ અમારા સાક્ષી છે કે તમ વિશ્વાસ કરનારાઓ પ્રત્યે અમારું વર્તન પવિત્ર, નિખાલસ અને નિર્દોષ હતું.


અને ખ્રિસ્ત ઈસુની મારફતે જે વિશ્વાસ અને પ્રેમ આપણાં છે તે મને આપ્યાં.


ઈશ્વરની દૃષ્ટિમાં એવો કાર્યકર થવા ખંતથી યત્ન કર કે જેને પોતાના કાર્યમાં શરમાવાનું કંઈ કારણ ન હોય, પણ સત્યનો સંદેશો યોગ્ય રીતે શીખવનાર હોય.


યૌવનની વાસનાથી દૂર રહે. શુદ્ધ દયથી પ્રભુની મદદ માગનારાઓ સાથે સદાચાર, વિશ્વાસ, પ્રેમ અને શાંતિ પ્રાપ્ત કરવાનો હેતુ રાખ.


હું જે ફરમાવું છું તે વિષે વિચાર કર. પ્રભુ આ સર્વ બાબતો સમજવાને તને મદદ કરશે.


આ બધી બાબતો શીખવ અને તારા સાંભળનારાઓને પ્રોત્સાહન કે ચેતવણી આપતાં તારા પૂરા અધિકારનો ઉપયોગ કર. તેમનામાંનો કોઈ તારો તિરસ્કાર ન કરે તેનું ધ્યાન રાખ.


સારાં કાર્યો કરવામાં તું જાતે જ નમૂનારૂપ બનજે. તારા શિક્ષણમાં પ્રામાણિક અને ગંભીર બન.


શું તમારામાં કોઈ જ્ઞાની અને સમજુ છે? તો ઉત્તમ જીવનથી, નમ્રતાથી અને જ્ઞાનથી કરેલાં પેતાનાં સારાં કાર્યો દ્વારા તેણે તે પુરવાર કરવું જોઈએ.


પણ ઈશ્વર તરફથી આવતું જ્ઞાન સૌ પ્રથમ તો નિર્મળ છે; વળી, તે શાંતિદાયક, નમ્ર, મૈત્રીભાવી અને દયાપૂર્ણ હોય છે. તે સારાં કાર્યો નિપજાવે છે. તેમાં ભેદભાવ કે દંભ નથી.


તમારા હાથ નીચે જેમને મૂકવામાં આવ્યા હોય તેમની ઉપર સત્તા ન જમાવો, પણ ટોળાને નમૂનારૂપ બનો.


Lean sinn:

Sanasan


Sanasan