Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 તિમોથી 3:16 - પવિત્ર બાઇબલ C.L.

16 બેશક આપણા ધર્મનું રહસ્ય મહાન છે: તે માનવી સ્વરૂપમાં આવ્યા, પવિત્ર આત્માએ તેમને સાચા ઠરાવ્યા, અને દૂતોએ તેમનાં દર્શન કર્યાં, પ્રજાઓ મયે તેમની વાત જાહેર કરવામાં આવી, દુનિયાભરમાં તેમના પર વિશ્વાસ મૂકવામાં આવ્યો, અને તેમને મહિમાસહ સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 બેશક સતધર્મનો મર્મ મોટો છે. તે મનુષ્યસ્વરૂપમાં પ્રગટ થયા, આત્મામાં ન્યાયી ઠરાવાયા, દૂતોના જોવામાં આવ્યા, તેમની વાત વિદેશીઓમાં પ્રગટ થઈ, તેમના પર જગતમાં વિશ્વાસ કરવામાં આવ્યો, અને તેમને મહિમામાં ઉપર લેવામાં આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 નિર્વિવાદપણે ઈશ્વરપરાયણતાનો મર્મ મોટો છે તેઓ મનુષ્યદેહમાં પ્રગટ થયા, પવિત્ર આત્મામાં ન્યાયી ઠરાવાયા, સ્વર્ગદૂતોનાં જોવામાં આવ્યા, લોકજાતીઓમાં પ્રચાર કરાયા, દુનિયામાં જેમનાં પર વિશ્વાસ કરાયો અને તેમને મહિમામાં ઉપર લઈ લેવામાં આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 બેશક, સ્તુતિનું આપણા જીવનનું રહસ્ય મહાન છે. તે (ખ્રિસ્ત) માનવ શરીરમાં આપણી આગળ પ્રગટ થયો; તે ન્યાયી હતો એમ પવિત્ર આત્માએ ઠેરવ્યું; દૂતોએ તેને દીઠો; બિનયહૂદી રાષ્ટ્રોમાં તેના વિષેની સુવાર્તાનો ઉપદેશ થયો; આખી દુનિયાના લોકો તેના પર વિશ્વાસ કરવા લાગ્યા. તેને મહિમામાં આકાશમાં ઉપર લેવામાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




1 તિમોથી 3:16
81 Iomraidhean Croise  

તો હવે પ્રભુ પોતે તમને નિશાની આપશે: કન્યા સગર્ભા છે અને તેને પુત્ર જન્મશે અને તે તેનું નામ ઇમ્માનુએલ (ઈશ્વર આપણી સાથે) પાડશે.


આપણે માટે છોકરો જન્મ્યો છે; આપણને પુત્ર આપવામાં આવ્યો છે. તે રાજ્યાધિકાર ધારણ કરશે. તેને અદ્‍ભુત સલાહકાર, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર એ નામ આપવામાં આવશે.


પ્રભુ કહે છે, “હે બેથલેહેમ એફ્રાથા, તું યહૂદિયાનાં નગરોમાં નાનાંમાં નાનું છે, પણ હું તારામાંથી એક એવો રાજ્યર્ક્તા ઊભો કરીશ કે જેનો પ્રારંભ પ્રાચીનકાળથી, હા, સનાતનકાળથી છે.


કુંવારીને ગર્ભ રહેશે અને તે પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાનુએલ [જેનો અર્થ ઈશ્વર આપણી સાથે છે તેવો થાય છે] પાડવામાં આવશે.


ઈસુએ જવાબ આપ્યો, ઈશ્વરના રાજનાં માર્મિક સત્યોનું જ્ઞાન લોકોને નહિ, પણ તમને આપવામાં આવ્યું છે.


એકાએક મોટો ધરતીકંપ થયો. આકાશમાંથી પ્રભુનો દૂત આવ્યો અને પથ્થર ખસેડીને તેના પર બેસી ગયો.


આથી યોહાન સંમત થયો. તેણે ઈસુને બાપ્તિસ્મા આપ્યું કે ઈસુ તરત જ પાણીમાંથી બહાર આવ્યા. ત્યાં તેમની સમક્ષ આકાશ ઊઘડી ગયું અને તેમણે ઈશ્વરના આત્માને કબૂતરની જેમ ઊતરતો અને પોતાના પર સ્થિર થતો જોયો.


ત્યાર પછી શેતાન તેમને છોડીને ચાલ્યો ગયો અને દૂતોએ આવીને ઈસુની સેવા કરી.


એ વેરાન પ્રદેશમાં જંગલી પ્રાણીઓ હતાં. ઈસુ ત્યાં ચાળીસ દિવસ સુધી રહ્યા. શેતાનથી તેમનું પ્રલોભન થતું, પણ દૂતો આવીને તેમની સેવા કરતા.


શિષ્યો સાથે વાત કરી રહ્યા પછી ઈસુને સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા અને તેઓ ઈશ્વરની જમણી તરફ બિરાજમાન થયા.


તેથી તેઓ કબરમાં દાખલ થયાં. ત્યાં તેમણે સફેદ ઝભ્ભો પહેરેલા એક જુવાન માણસને જમણી તરફ બેઠેલો જોયો અને તેઓ ગભરાઈ ગયાં.


એ તો બિનયહૂદીઓને પ્રક્ટીકરણ દેનાર અને તમારા ઇઝરાયલી લોકને ગૌરવ પમાડનાર પ્રકાશ છે.”


આમ, દાવિદ પોતે તેને ‘પ્રભુ’ કહે છે, તો પછી મસીહ દાવિદનો પુત્ર કેવી રીતે હોઈ શકે?”


[આકાશમાંથી આવેલો એક દૂત તેમને દેખાયો અને તેણે તેમને પ્રબળ કર્યા].


તેઓ એ અંગે વિમાસણમાં પડી ગઈ. અચાનક ઝળહળતાં વસ્ત્રો પહેરેલા બે માણસો તેમની પાસે ઊભા રહ્યા.


તેઓ તેમને આશિષ આપતા હતા, તેવામાં ઈસુ તેમનાથી છૂટા પડયા અને આકાશમાં લઈ લેવાયા.


શબ્દ માનવ તરીકે જનમ્યો અને તેણે આપણી વચ્ચે વસવાટ કર્યો. પિતાના એકનાએક પુત્રને છાજે તેવો, કૃપા તથા સત્યતાથી ભરપૂર એવો તેનો મહિમા અમે નિહાળ્યો.


ઈસુ જાણતા હતા કે પિતાએ બધો જ અધિકાર તેમના હાથમાં સોંપ્યો છે; અને પોતે ઈશ્વર પાસેથી આવ્યા છે અને ઈશ્વર પાસે પાછા જાય છે.


“પિતા તરફથી આવનાર સહાયક, એટલે સત્યનો આત્મા આવશે. હું તેને પિતા પાસેથી મોકલી આપીશ, અને તે મારે વિષે સાક્ષી પૂરશે.


હું પિતા પાસેથી આ દુનિયામાં આવ્યો છું અને હવે આ દુનિયા તજીને પિતા પાસે જઉં છું.”


હે પિતા, સૃષ્ટિના સર્જન પહેલાં તમારી સાથે જે મહિમા મારી પાસે હતો, તે મહિમાથી મને મહિમાવંત કરો.


જ્યાં ઈસુના શબને મૂકવામાં આવ્યું હતું ત્યાં સફેદ વસ્ત્ર પહેરેલા બે દૂતને, એકને માથાની જગ્યાએ અને બીજાને પગની જગ્યાએ બેઠેલા તેણે જોયા.


ધારો કે, તમે માનવપુત્રને તે પહેલાં જ્યાં હતો તે સ્થાને જતો જુઓ તો?


યરુશાલેમના બધા રહેવાસીઓએ એ વિષે સાંભળ્યું, અને તેથી તેમણે પોતાની ભાષામાં એ ખેતરનું નામ ‘આકેલદામા’ અર્થાત્ ‘લોહીનું ખેતર’ પાડયું.


પિતરે સંબોધન શરૂ કર્યું: “હવે મને સમજ પડે છે કે ઈશ્વર સૌના પ્રત્યે સમાન ધોરણે વર્તે છે.


તેઓ અંત્યોખમાં આવ્યા એટલે તેમણે મંડળીના લોકોને એકત્રિત કર્યા અને ઈશ્વરે તેમને માટે કરેલાં કાર્યો અને બિનયહૂદીઓ વિશ્વાસ કરે તે માટે તેમણે કેવી રીતે માર્ગ ખોલ્યો તે બધું તેમને કહી સંભળાવ્યું.


તમારી પોતાની તેમ જ પવિત્ર આત્માએ તમને સોંપેલા આખા ટોળાની સંભાળ રાખો. ઈશ્વરની મંડળી, જેને તેમણે પોતાના લોહી દ્વારા ખરીદી લીધી છે તેનું પાલન કરો.


આમાં બધાનો સમાવેશ થાય છે. એમાં યહૂદી કે બિનયહૂદી એવો કોઈ ભેદભાવ નથી. એક જ ઈશ્વર સર્વના પ્રભુ છે. જે કોઈ તેમને વિનંતી કરે છે, તેને માટે તેમની પાસે આશિષ છે.


પણ મારો પ્રશ્ર્ન આ છે: શું તેમણે સંદેશ સાંભળ્યો ન હોય એવું બને ખરું? ના, ના, તેમણે સાંભળ્યું તો છે; કારણ, “તેમનો અવાજ આખી પૃથ્વીમાં ફેલાયેલો છે, અને તેમનો સંદેશ દુનિયાના છેડા સુધી પ્રસરેલો છે.”


આપણે ઈશ્વરને મહિમા આપીએ; કારણ, તે તમને વિશ્વાસમાં દૃઢ રાખવાને સમર્થ છે. મેં તમને ઈસુ ખ્રિસ્ત સંબંધીનો શુભસંદેશ પ્રગટ કર્યો છે. વળી, અનાદિકાળથી ગુપ્ત રાખવામાં આવેલો ઈશ્વરનો માર્ગ મેં તમને જણાવ્યો છે. એ માટે ઈશ્વરની સ્તુતિ થાઓ.


સંદેશવાહકોનાં લખાણો દ્વારા તે માર્મિક સત્ય અત્યારે ખુલ્લું થયું છે. બધી પ્રજાઓ શુભસંદેશ ઉપર વિશ્વાસ કરી તેને આધીન થાય, તે માટે સનાતન ઈશ્વરની આજ્ઞાથી તે તમને જણાવવામાં આવ્યું છે.


ના, કદી નહિ. પ્રત્યેક માણસ ભલે જૂઠો હોય, પણ ઈશ્વર તો સાચા જ છે. ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “જ્યારે તમે બોલશો ત્યારે તમે સાચા ઠરશો, અને જ્યારે તમારો ન્યાય કરવામાં આવે, ત્યારે તમારો વિજય થશે.


માનવી સ્વભાવની દુર્બળતાને કારણે નિયમશાસ્ત્ર જે કરી શકાયું નહિ તે ઈશ્વરે કર્યું. તેમણે પાપ કરવાની ક્ષમતા ધરાવતા આપણા માનવી સ્વભાવ જેવો સ્વભાવ લઈને પોતાના પુત્રને પ્રાયશ્ર્વિત બલિ તરીકે મોકલ્યા અને માનવી સ્વભાવમાં રહેલી પાપવૃત્તિને સજા ફરમાવી.


તેઓ જ આદિ પૂર્વજોના વંશજો છે. શારીરિક રીતે ખ્રિસ્ત પણ તેમના વંશના છે. સર્વ પર રાજ કરનાર ઈશ્વરનો સદા મહિમા હો! આમીન.


પ્રથમ આદમને પૃથ્વીની માટીમાંથી બનાવવામાં આવ્યો હતો, પણ બીજો આદમ આકાશમાંથી આવ્યો.


પણ જે જ્ઞાન વિષે હું વાત કરું છું તે તો માણસોથી ગુપ્ત રખાયેલું ઈશ્વરનું જ્ઞાન છે. તે જ્ઞાન તો સૃષ્ટિના સર્જન અગાઉ ઈશ્વરે આપણને મહિમાવંત કરવા માટે પસંદ કર્યું છે.


કારણ, સિલાસ, તિમોથી અને મારા દ્વારા તમારી આગળ પ્રગટ કરાયેલા ઈશ્વરપુત્ર એટલે ઈસુ ખ્રિસ્ત, એક્સાથે “હા” અને “ના” બન્‍ને નથી. એથી ઊલટું, તેમનામાં તો બધું “હા” જ છે.


જેમ પિતરને ઈશ્વરની શક્તિથી યહૂદીઓનો પ્રેષિત બનાવવામાં આવ્યો, તેમ મને બિનયહૂદીઓનો પ્રેષિત બનાવવામાં આવ્યો છે.


પણ નિયત સમયે ઈશ્વરે પોતાના પુત્રને મોકલ્યા. તે સ્ત્રીથી જનમ્યા, અને યહૂદી તરીકે જનમ્યા હોવાથી નિયમશાસ્ત્ર પ્રમાણે જીવન જીવ્યા;


કરેલો નિર્ણય અને પોતાની માર્મિક યોજના જે તેમણે ખ્રિસ્ત દ્વારા પૂરી કરવાનું નક્કી કરી રાખ્યું હતું, તે આપણને જાહેર કર્યાં છે.


મારે માટે પણ પ્રાર્થના કરો કે, જ્યારે મારે બોલવાનું હોય ત્યારે ઈશ્વર મને સંદેશો આપે અને હું હિંમતથી શુભસંદેશનું રહસ્ય જાહેર કરી શકું.


અલબત્ત, તમારે મજબૂત અને મક્કમ પાયા પર વિશ્વાસુપણે ચાલુ રહેવું જોઈએ, અને તમે શુભસંદેશ સાંભળ્યો ત્યારે તમને પ્રાપ્ત થયેલી આશામાંથી તમારે ચલિત થવું જોઈએ નહિ. એ શુભસંદેશ તો દુનિયામાં સૌને પ્રગટ કરવામાં આવ્યો છે અને હું પાઉલ એનો સેવક બન્યો છું.


ઈશ્વરની યોજના આ છે: પોતાનું માર્મિક સત્ય પોતાના લોકને જણાવવું. આ ઉત્તમ અને મહિમાવંત માર્મિક સત્ય સર્વ પ્રજાઓ માટે છે, અને તે આ પ્રમાણે છે: ખ્રિસ્ત તમારામાં છે, અને તેથી તમે ઈશ્વરના મહિમાના ભાગીદાર થશો તેની તે આશા છે.


તમે પ્રથમ ઈશ્વરની કૃપા વિષે સાંભળ્યું અને તેની સત્યતા વિષે જાણ્યું એ દિવસથી તમારામાં જેમ બની રહ્યું છે તેમ જ શુભસંદેશ આશિષો લાવે છે અને સમગ્ર દુનિયામાં ફેલાય છે.


એ માટે કે તમારાં સૌનાં હૃદય પ્રોત્સાહિત થાય અને તમે પ્રેમના બંધનમાં બંધાયેલા રહો અને પૂરી ખાતરીવાળી સમજની સમૃદ્ધિ સંપાદન કરો; જેથી ઈશ્વરનું રહસ્ય જે ખ્રિસ્ત છે તેમને તમે જાણી શકો.


જયારે સર્વ લોકની પાસેથી મહિમા અને સર્વ વિશ્વાસીઓ પાસેથી માન મેળવવાને ઈસુ આવશે તે દિવસે આમ બનશે. અમે તમને જણાવેલા સંદેશા પર તમે વિશ્વાસ કર્યો હોવાથી તમે પણ તેમનામાં હશો.


પણ દુષ્ટતાનાં રહસ્યમય પરિબળો ક્યારનાંયે કાર્યરત થઈ ચૂક્યાં છે. પણ જે બનવાનું છે તેને રોકી રાખનારને દૂર કરવામાં ન આવે ત્યાં સુધી તે બનવાનું નથી.


તેઓ સ્પષ્ટ પ્રેરકબુદ્ધિથી વિશ્વાસનું પ્રગટ સત્ય પકડી રાખનાર હોવા જોઈએ.


તે તો ઈશ્વરના ગૌરવનો પ્રકાશ અને તેમના સત્ત્વની આબેહૂબ પ્રતિમા છે અને તે પોતાના સમર્થ શબ્દ દ્વારા આખા વિશ્વને ધરી રાખે છે. માનવજાત માટે પાપોની ક્ષમા હાંસલ કરીને તે સ્વર્ગમાં ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે.


જેમના પર આપણા વિશ્વાસનાં આરંભ અને તેની પરિપૂર્ણતા આધારિત છે તે ઈસુ પર આપણે આપણી દૃષ્ટિ સ્થિર રાખીએ. પોતાની સમક્ષ રહેલા આનંદને કારણે તેમણે ક્રૂસ પરનું નામોશીભર્યું મરણ સહન કર્યું, અને હાલમાં ઈશ્વરના રાજ્યાસનની જમણી તરફ બિરાજેલા છે.


આશિષ આપનાર વ્યક્તિ એ આશિષ મેળવનાર વ્યક્તિ કરતાં મહાન છે એમાં કોઈ જ શંકા નથી.


અમારા કહેવાનો સાર આ છે: આપણા આ પ્રમુખ યજ્ઞકાર એવા છે કે જેઓ સ્વર્ગમાં રાજાધિરાજના રાજ્યાસનની જમણી તરફ બિરાજેલા છે.


આ સંદેશવાહકો એ બાબતો વિષે બોલ્યા ત્યારે તેમનું એ કાર્ય તેમના પોતાના નહિ, પણ તમારા લાભ માટે હતું એવું ઈશ્વરે તેમને જણાવ્યું હતું. આકાશમાંથી મોકલાયેલા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા શુભસંદેશના સંદેશકો પાસેથી તમે હાલ એ જ બાબતો વિષે સાંભળ્યું છે. દૂતો પણ એ બાબતો સમજવાની ઝંખના રાખે છે.


ઈશ્વરે સૃષ્ટિના સર્જન અગાઉ ઈસુને પસંદ કર્યા હતા અને તેમને તમારે માટે આ છેલ્લા દિવસોમાં પ્રગટ કર્યા છે.


ઈસુને મરણમાંથી સજીવન કરનાર અને મહિમા આપનાર ઈશ્વર પર તમે તેમની મારફતે વિશ્વાસ મૂકો છો અને આમ તમારો વિશ્વાસ અને આશા ઈશ્વર પર છે.


તમને ઈશ્વરની પાસે લઈ જવાને માટે ખરાબ માણસોને બદલે સારા માણસે એટલે ખ્રિસ્તે પોતે તમારાં પાપોને માટે એકવાર મરણ સહન કર્યું. જો કે તેમને શારીરિક રીતે મારી નાખવામાં આવ્યા, પણ આત્મિક રીતે તેમને સજીવન કરવામાં આવ્યા.


તે ઈસુ ખ્રિસ્તના સજીવન થવાની મારફતે તમને બચાવે છે. તે સ્વર્ગમાં જઈને ઈશ્વરની જમણી તરફ બેઠેલા છે અને સર્વ દૂતો, સ્વર્ગીય સત્તાઓ અને અધિકારો ઉપર રાજ ચલાવે છે.


આ જીવન દૃશ્યમાન થયું ત્યારે અમે તેને જોયું; તેથી અમે તેને વિષે સાક્ષી પૂરીએ છીએ. ઈશ્વરપિતા સાથે જે સાર્વકાલિક જીવન હતું અને જે અમને જણાવવામાં આવ્યું તે વિષે અમે તમને કહીએ છીએ.


તમે જાણો છો કે માનવીનાં પાપ દૂર કરવા માટે ખ્રિસ્ત પ્રગટ થયા હતા અને તેમનામાં કોઈ પાપ નથી.


જે પાપમાં રહેવાનું ચાલુ રાખે છે તે શેતાનના પક્ષનો છે, કારણ, શેતાન શરૂઆતથી જ પાપ કરતો આવ્યો છે. શેતાનનાં કાર્યોનો નાશ કરવા માટે જ ઈશ્વરપુત્ર પ્રગટ થયા.


તેના કપાળે એક નામ લખેલું હતું જેનો ગુપ્ત અર્થ આવો છે: “મહાનગરી બેબિલોન - પૃથ્વીની બધી વેશ્યાઓ અને વિકૃત ક્માચારીઓની માતા.”


દૂતે મને પૂછયું, “તું આશ્ર્વર્યમાં કેમ પડી ગયો? તે સ્ત્રીનો અને તેને વહન કરનાર સાત માથાં અને દશ શિંગડાંવાળા પશુનો ગુપ્ત અર્થ હું તને સમજાવીશ.


એ પછી મેં જોયું તો વિશાળ જનસમુદાય એકત્ર થયો હતો. એટલો મોટો કે તેમની સંખ્યા કોઈ ગણી શકે નહિ! તેઓ દરેક રાષ્ટ્ર, કુળ, પ્રજા અને ભાષાઓમાંના હતા. તેઓ રાજ્યાસનની અને હલવાનની આગળ સફેદ વસ્ત્રોમાં સજ્જ થઈને ઊભા હતા. તેમના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી.


Lean sinn:

Sanasan


Sanasan