Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 તિમોથી 3:1 - પવિત્ર બાઇબલ C.L.

1 આ વિધાન તો સત્ય છે: જો કોઈ માણસને મંડળીના અયક્ષ થવાની ઇચ્છા હોય તો તે ઉત્તમ કાર્ય કરવાની આક્ંક્ષા રાખે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 આ વિધાન ખરું છે, “જો કોઈ માણસ અધ્યક્ષપદની ઇચ્છા રાખે છે, તો તે ઉમદા કામની ઇચ્છા રાખે છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જો કોઈ માણસ અધ્યક્ષપદની ઇચ્છા રાખે છે, તો તે ઉત્તમ કાર્યની ઇચ્છા રાખે છે, આ વિધાન વિશ્વસનીય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હુ જે કહુ છું તે સાચું છે: જો કોઈ વ્યક્તિ મંડળીનો અધ્યક્ષ બનવાનો સખત પ્રયત્ન કરતી હોય. તો તેની ઈચ્છા કઈક સારું કામ કરી બતાવવાની છે.

Faic an caibideil Dèan lethbhreac




1 તિમોથી 3:1
19 Iomraidhean Croise  

નેક આચરણનું ફળ એ જીવનનું વૃક્ષ છે, પણ જ્ઞાની જિંદગીઓ ઉગારી લે છે.


એ જ પ્રમાણે હું તમને કહું છું કે, “પસ્તાવો કરતા એક પાપીને લીધે ઈશ્વરના દૂતો આનંદ કરે છે.”


કારણ, ગીતશાસ્ત્રમાં લખેલું છે: ‘તેનું નિવાસસ્થાન ઉજ્જડ પડો, તેમાં કોઈ ન રહો.’ વળી, આવું પણ લખેલું છે: ‘તેની સેવાનું સ્થાન બીજાને મળો.’


તમારી પોતાની તેમ જ પવિત્ર આત્માએ તમને સોંપેલા આખા ટોળાની સંભાળ રાખો. ઈશ્વરની મંડળી, જેને તેમણે પોતાના લોહી દ્વારા ખરીદી લીધી છે તેનું પાલન કરો.


હવે હું તમ બિનયહૂદીઓની સાથે વાત કરું છું. હું બિનયહૂદીઓમાં પ્રચાર અર્થે મોકલાયેલો છું; તેથી હું મારા સેવાકાર્યમાં ગર્વ લઉં છું.


જેથી ઈશ્વરના સર્વ લોકો સેવાકાર્ય માટે સજ્જ થાય અને ખ્રિસ્તનું શરીર બંધાતું જાય;


ઈસુ ખ્રિસ્તની સાથે સંબંધમાં આવેલા ફિલિપીમાં રહેતા ઈશ્વરના સર્વ લોક, મંડળીના આગેવાનો અને મદદનીશોને લખનાર ખ્રિસ્ત ઈસુના સેવકો પાઉલ અને તિમોથી.


ભાઈઓ, અમારી તમને આવી વિનંતી છે: આળસુને ઠપકો આપો, બીકણોને હિંમત આપો, નિર્બળોને મદદ કરો, સઘળાંની સાથે ધીરજપૂર્વક ક્મ કરો.


આ સત્ય વિધાન સંપૂર્ણ રીતે સ્વીકાર્ય અને ભરોસાપાત્ર છે: ખ્રિસ્ત ઈસુ આ દુનિયામાં પાપીઓનો ઉદ્ધાર કરવા માટે આવ્યા અને એ બધામાં હું સૌથી મુખ્ય પાપી છું.


આ સત્ય વિધાન સંપૂર્ણ રીતે સ્વીકાર્ય અને ભરોસાપાત્ર છે.


આ વિધાન સત્ય છે: જો આપણે તેમની સાથે મરણ પામ્યા, તો આપણે તેમની સાથે જીવીશું,


ઈશ્વરના કાર્યની દેખરેખ રાખતો હોવાથી મંડળીનો આગેવાન નિર્દોષ હોવો જોઈએ. તે સ્વચ્છંદી, ગુસ્સાવાળો, દારૂડિયો, ઝઘડાખોર કે દ્રવ્યલોભી હોવો ન જોઈએ.


આ તો સાચી વાત છે અને તું આ બાબતો પર ખાસ ભાર મૂકે એવું હું ઇચ્છું છું; જેથી ઈશ્વર પર વિશ્વાસ મૂકનારાઓ સારાં કાર્યો પાછળ પોતાનો સમય ગાળવાની કાળજી રાખે.


કદાચ કોઈ ઈશ્વરની કૃપાથી વિમુખ થાય માટે સાવધ રહો. કડવો છોડ ઊગીને પોતાના ઝેર દ્વારા બીજાઓને નુક્સાન પહોંચાડે છે. તમારામાંનો કોઈ તેના જેવો ન થાય માટે સાવધ રહો.


તમે તો માર્ગ ભૂલેલાં ઘેટાંના જેવા હતા. પણ હવે તમે તમારા આત્માના ઘેટાંપાળક અને રક્ષકની પાસે પાછા વળ્યા છો.


ખૂની, ચોર, ગુનેગાર અથવા બીજાઓના ધંધામાં દખલગીરી કરનાર તરીકે તમારામાંના કોઈને સજા થવી જોઈએ નહિ.


મારી વિનંતી છે કે ઈશ્વરે તમને સોંપેલા ટોળાના ઘેટાંપાળક બનો અને ફરજ પડયાથી નહિ, પણ રાજીખુશીથી ઈશ્વરની ઇચ્છા મુજબ તેની સંભાળ રાખો. માત્ર સ્વાર્થ માટે નહિ, પણ સેવા કરવાની સાચી ભાવનાથી તમારું કાર્ય કરો.


Lean sinn:

Sanasan


Sanasan