Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 તિમોથી 1:19 - પવિત્ર બાઇબલ C.L.

19 અને તારો વિશ્વાસ તથા શુદ્ધ અંત:કરણ જાળવી રાખો. કેટલાક માણસો પોતાની પ્રેરકબુદ્ધિનુંય સાંભળતા નથી અને તેથી પોતાના વિશ્વાસરૂપી વહાણને ભાંગી નાખ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને વિશ્વાસ તથા નિર્મળ અંત:કરણ રાખે. એનો ત્યાગ કરવાથી કેટલાકે વિશ્વાસરૂપી વહાણ ભાંગ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 અને વિશ્વાસ તથા શુદ્ધ અંતઃકરણ રાખે. તેનો ત્યાગ કરવાથી કેટલાકનું વિશ્વાસરૂપી વહાણ ભાંગ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 તારો વિશ્વાસ ટકાવી રાખજે અને તને જે ન્યાયી લાગે તે કરજે. કેટલાએક લોકો આ કરી શક્યા નથી. તેઓનો વિશ્વાસ ડગી ગયો છે.

Faic an caibideil Dèan lethbhreac




1 તિમોથી 1:19
25 Iomraidhean Croise  

ચિંતા કર્યા કરવાથી તમારામાંનો કોણ પોતાના આયુષ્યમાં થોડીક વધુ ક્ષણો ઉમેરી શકે છે?


તમારામાં જેઓ સાચા છે તેઓ જાહેર થાય તે માટે તમારામાં પક્ષ પડવાની જરૂર છે.


તમારામાંના જેઓ નિયમશાસ્ત્રને આધીન થવા દ્વારા ઈશ્વર સાથે સુમેળભર્યા સંબંધમાં આવવા માગે છે, તેઓ ખ્રિસ્તથી અલગ થએલા છે; તેઓ ઈશ્વરની કૃપાથી દૂર થયા છે.


એ આજ્ઞાનો હેતુ શુદ્ધ હૃદય, સ્પષ્ટ પ્રેરકબુદ્ધિ અને દંભરહિત વિશ્વાસથી પ્રેમ પેદા કરવાનો છે.


તેઓ સ્પષ્ટ પ્રેરકબુદ્ધિથી વિશ્વાસનું પ્રગટ સત્ય પકડી રાખનાર હોવા જોઈએ.


વિશ્વાસની દોડ પૂરી તાક્તથી દોડ અને પોતાને માટે સાર્વકાલિક જીવન પ્રાપ્ત કર. કારણ, ઘણા સાક્ષીઓ સમક્ષ તેં વિશ્વાસનો સારો એકરાર કર્યો ત્યારે ઈશ્વરે તને એ જ જીવન માટે આમંત્રણ આપ્યું હતું.


કારણ, પોતાની પાસે એ જ્ઞાન હોવાનો દાવો કરીને કેટલાક વિશ્વાસથી ભટકી ગયા છે. ઈશ્વરની કૃપા તમ સર્વની સાથે રહો.


પણ ધનવાન થવાની ઇચ્છા રાખનારાઓ ક્સોટીમાં પડે છે, અને ઘણી મૂર્ખ તથા હાનિકારક ઇચ્છાઓના ફાંદામાં ફસાઈ જાય છે, જે માણસને અધોગતિના અને વિનાશના માર્ગે ઘસડી જાય છે.


તેઓએ સત્યનો માર્ગ ત્યજી દીધો છે અને આપણે મરણમાંથી સજીવન થઈ ચૂક્યા છીએ, તેવું શીખવીને કેટલાક વિશ્વાસીઓના વિશ્વાસને ડગાવી રહ્યા છે.


સત્યને બદલે તેઓ દંતકથાઓ સાંભળવા તરફ ધ્યાન આપશે.


તે સિદ્ધાંત પ્રમાણેના ભરોસાપાત્ર સંદેશને વળગી રહેનાર હોવો જોઈએ. આ રીતે તે બીજાઓને સાચું શિક્ષણ આપીને પ્રોત્સાહિત કરશે અને એ સંદેશના વિરોધીઓના દુર્મતનું ખંડન કરી શકશે.


કારણ, આપણે જે ભરોસો પ્રથમ રાખ્યો હતો તેને ચોક્સાઈથી અંત સુધી પકડી રાખીએ, તો આપણે બધા ખ્રિસ્ત સાથે ભાગીદાર છીએ.


આ લોકો ખરેખર આપણા પક્ષના ન હતા અને તેથી જ તેઓ આપણામાંથી ચાલ્યા ગયા. જો તેઓ આપણા પક્ષના હોત તો તેઓ આપણી સાથે રહ્યા હોત. પણ તેઓ હવે ચાલ્યા ગયા હોવાથી સ્પષ્ટ થાય છે કે તેમનામાંનો કોઈ આપણા પક્ષનો હતો જ નહિ.


ધીરજપૂર્વક સહન કરવાની મારી આજ્ઞાનું તેં પાલન કર્યું છે તેથી લોકોની ક્સોટી કરવા આખી દુનિયા પર આવી પડનાર વિપત્તિમાં હું તને સંભાળી રાખીશ.


તેથી તને આપવામાં આવેલું શિક્ષણ અને તેં તે કેવી રીતે સાંભળ્યું તે યાદ કર, તેને આધીન થા અને તારાં પાપથી પાછો ફર. જો તું જાગૃત નહિ થાય તો હું તારી પાસે ચોરની જેમ અચાનક આવી પડીશ, અને કયા સમયે હું આવીશ તેની પણ તને ખબર પડશે નહિ.


“તારાં કાર્ય હું જાણું છું, વળી, તારામાં થોડી શક્તિ હોવા છતાં તું મારા ઉપદેશને અનુસર્યો છે અને મને વફાદાર રહ્યો છે. તારી સમક્ષ મેં દ્વાર ખુલ્લું મૂકાયું છે જેને કોઈ બંધ કરી શકે તેમ નથી.


Lean sinn:

Sanasan


Sanasan