Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 થેસ્સલોનિકીઓ 5:11 - પવિત્ર બાઇબલ C.L.

11 આ કારણથી જેમ તમે હાલ કરો છો તેમ, એકબીજાને પ્રોત્સાહન આપો અને એકબીજાને ઉત્કર્ષમાં મદદ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તેથી તમે હમણાં કરો છો તેમ જ અરસપરસ સુબોધ કરો, અને એકબીજાને દઢ કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 માટે જેમ તમે હમણાં કરો છો તેમ જ અરસપરસ દિલાસો આપો અને એકબીજાને મજબૂત કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તેથી એકબીજાને હિંમત આપીએ. અને દૃઢ બનવા માટે એકબીજાને મદદ કરીએ.

Faic an caibideil Dèan lethbhreac




1 થેસ્સલોનિકીઓ 5:11
18 Iomraidhean Croise  

આપણે હંમેશા શાંતિકારક અને એકબીજાની ઉન્‍નતિ કરનારી બાબતો કરવાનું યેય રાખવું જોઈએ.


મારા ભાઈઓ, તમારે વિષે મને પૂરી ખાતરી છે કે તમે ભલાઈથી ભરેલા છો. તમે સર્વ જ્ઞાનથી સંપન્‍ન છો. તમે એકબીજાને શીખવી શકો તેવા છો.


એને બદલે, આપણે સૌએ આપણા ભાઈની ઉન્‍નતિ કરવા માટે તે સંતુષ્ઠ રહે એ વાત લક્ષમાં રાખવાનો યત્ન કરવો જોઈએ.


“આપણને બધું જ કરવાની પરવાનગી છે,” એમ તેઓ કહે છે. હા, પણ બધું જ ઉપયોગી નથી. “આપણને બધું કરવાની પરવાનગી છે,” પણ બધું લાભદાયી નથી.


તમે પવિત્ર આત્માની બક્ષિસો મેળવવા આતુર છો, તો મંડળીની ઉન્‍નતિ કરે તેવી બક્ષિસોનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાનો યત્ન કરો.


જેમને ઈશ્વરનો સંદેશો મળેલો છે તેમનામાંથી બે અથવા ત્રણ બોલે, બીજાઓએ તેની પારખ કરવી.


તમ સૌ અન્ય ભાષાઓ બોલતા થાઓ એવું હું ઇચ્છું છું તો ખરો, પણ વિશેષે કરીને સૌને ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાની બક્ષિસ મળે એમ હું ઇચ્છું છું. કારણ, સમગ્ર મંડળીની ઉન્‍નતિ માટે અન્ય ભાષાઓનું ભાષાન્તર કરનાર કોઈ ન હોય તો ઈશ્વરનો સંદેશો પ્રગટ કરનારનું મૂલ્ય અન્ય ભાષાઓ બોલનારના કરતાં વિશેષ છે.


કદાચ તમને લાગશે કે, અમે અમારો બચાવ કરવાનો યત્ન કરીએ છીએ. પણ ના, અમે તો ઈશ્વરની સમક્ષ ખ્રિસ્તને અનુરૂપ વાત કરીએ છીએ. એ બધું તમારી ઉન્‍નતિને માટે જ છે.


જેથી ઈશ્વરના સર્વ લોકો સેવાકાર્ય માટે સજ્જ થાય અને ખ્રિસ્તનું શરીર બંધાતું જાય;


તેમના નિયંત્રણ નીચે શરીરના બધા અવયવો પરસ્પર જોડાયેલા રહે છે અને સમગ્ર શરીર તેના દરેક સાંધાથી જોડાયેલું રહે છે. તેથી જ્યારે બધા અવયવ પોતપોતાનું કાર્ય કરે ત્યારે સમગ્ર શરીર વૃદ્ધિ પામે છે, અને પ્રેમથી સંગીન બને છે.


વાતચીતમાં નુક્સાનકારક શબ્દો વાપરો નહિ, પણ માત્ર ઉન્‍નતિકારક અને જરૂર જેટલા જ શબ્દો વાપરો; જેથી સાંભળનારનું ભલું થાય.


અને એ જ રીતે તમે મકદોનિયાના સર્વ ભાઈઓ પર પ્રેમ રાખો છો. ભાઈઓ, તમે એથી પણ વિશેષ પ્રેમ રાખો તેવી અમારી આગ્રહભરી વિનંતી છે.


તેથી આ વચનો કહીને એકબીજાને પ્રોત્સાહન આપો.


તેમને જણાવ કે તેઓ કલ્પિત કથાઓ અને વંશાવળીઓની લાંબી યાદીઓ પ્રત્યે ધ્યાન ન આપે. કારણ, તેથી તો વાદવિવાદ જ થાય છે અને વિશ્વાસથી પ્રગટ થતો ઈશ્વરનો ઈરાદો પૂર્ણ થતો નથી.


કેટલાક કરે છે તેમ આપણે એકત્ર થવાનું પડતું ન મૂકીએ. એને બદલે, પ્રભુના દિવસને નજીક આવતો જોઈએ તેમ આપણે એકબીજાને વધુને વધુ ઉત્તેજન આપીએ.


તેને બદલે, તમારામાંનો કોઈ પાપથી છેતરાય નહિ કે હઠીલો બને નહિ માટે પવિત્ર શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે આપણે ‘આજનો દિવસ’ છે, ત્યાં સુધી દરરોજ તમારે એકબીજાને પ્રોત્સાહન આપવું જોઈએ.


એ જ કારણથી તમને એ વાતોની ખબર છે અને તમને પ્રાપ્ત થયેલા સત્યમાં તમે દૃઢ છો, તેમ છતાં હું તમને તેની હંમેશાં યાદ અપાવું છું.


પણ પ્રિયજનો, તમે તો તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં પોતાનું બાંધક્મ ચાલુ રાખો. પવિત્ર આત્માના સામર્થ્યમાં પ્રાર્થના કરો.


Lean sinn:

Sanasan


Sanasan