Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 થેસ્સલોનિકીઓ 4:9 - પવિત્ર બાઇબલ C.L.

9 તમારા સાથી વિશ્વાસીઓ પર પ્રેમ રાખવાની બાબત વિષે લખવાની કોઈ જરૂર નથી. તમારે એકબીજા પર કેવો પ્રેમ રાખવો જોઈએ તે ઈશ્વરે જ તમને શીખવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 પણ ભાઈ પરના પ્રેમ વિષે કોઈને તમારા પર લખવાની કંઈ જરૂર નથી, કેમ કે તમે પોતે એકબીજા પર પ્રેમ રાખવાને ઈશ્વરથી શીખેલા છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પણ ભાઈ પરના પ્રેમ વિષે કોઈને તમારા પર લખવાની કશી જરૂર નથી, કેમ કે એકબીજા પર પ્રેમ રાખવાનું ઈશ્વરે પોતે તમને શીખવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 ખ્રિસ્તમાં તમારા ભાઈઓ અને બહેનો માટે પરસ્પર પ્રેમ રાખવા અંગે તમને કઈ લખવાની અમારે જરુંર નથી. દેવે તમને એકબીજાને પ્રેમ કરવા માટે બોધ આપ્યો જ છે.

Faic an caibideil Dèan lethbhreac




1 થેસ્સલોનિકીઓ 4:9
30 Iomraidhean Croise  

પ્રભુના લોક એક્તામાં રહે તે કેવું ઉત્તમ અને આનંદદાયક છે!


પણ તમે તો આકાશોને પ્રસારનાર અને પૃથ્વીના પાયા નાખનાર તમારા સર્જનહારને વીસરી ગયા છો. તેથી તો તમે તમારા જુલમગારોને લીધે આખો દિવસ સતત ભયમાં રહો છો. પણ તમારા જુલમગારોનો કોપ ક્યાં છે?


પણ હવે પછી હું ઇઝરાયલના લોકો સાથે જે નવો કરાર કરીશ તે આ પ્રમાણે હશે. હું તેમની મધ્યે મારા નિયમની પુન: પ્રતિષ્ઠા કરીશ અને તેને તેમના દયપટ પર લખીશ. હું તેમનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોક થશે.


ત્યારે ‘પ્રભુને ઓળખ’ એમ કહીને કોઈએ પોતાના જાતભાઈને અથવા કુટુંબીજનને પ્રભુની ઓળખ વિષે શિક્ષણ આપવાની જરૂર રહેશે નહિ. કારણ, નાનામોટાં સૌ મને ઓળખશે. કારણ, હું તેમના દોષ માફ કરીશ અને તેમનાં પાપ યાદ કરીશ નહિ. હું પ્રભુ પોતે આ બોલું છું.”


જો કોઈ તેને ખાય તો તેણે તેની સજા ભોગવવી પડશે. કારણ, તેણે પ્રભુને સમર્પિત અર્પણને ભ્રષ્ટ કર્યું છે. એવા માણસનો સમાજમાંથી બહિષ્કાર કરવો.


’જેવો પોતા પર તેવો જ બીજા પર પ્રેમ રાખ.’


સહાયક, એટલે કે પવિત્ર આત્મા જેને પિતા મારે નામે મોકલશે, તે તમને બધું સમજાવશે, અને મેં તમને જે જે કહ્યું તેની તમને યાદ દેવડાવશે.


વિશ્વાસીઓ એક મન અને એક ચિત્તના હતા. કોઈ પોતાની માલમિલક્ત પર વ્યક્તિગત હકદાવો કરતું નહિ, પણ તેમની પાસે જે કંઈ હતું તે બધું તેઓ અંદરોઅંદર વહેંચતા.


ખ્રિસ્તમાં ભાઈઓ તરીકે ઘટે છે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર કરો. સન્માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણો.


યહૂદિયામાંના ઈશ્વરના લોકો માટે મોકલવાની મદદ સંબંધી મારે તમને જણાવવાની કંઈ જરૂર નથી.


આપણે સૌ જેઓ આત્મિક રીતે દૃઢ છીએ તેમણે આવું જ વલણ રાખવું જોઈએ. જો કે તમારામાંના કેટલાકનું વલણ જુદું હોય તો ઈશ્વર તેને સ્પષ્ટ કરશે.


ભાઈઓ, કયા દિવસે અને કયા સમયે આ બધા બનાવો બનશે તે સંબંધી તમને લખવાની કંઈ જરૂર ન હોય.


“પ્રભુ કહે છે: આવનાર દિવસોમાં તેમની સાથે હું આ કરાર કરીશ: હું મારા નિયમો તેમનાં હૃદયોમાં મૂકીશ અને તેમનાં મન ઉપર તે લખીશ.”


ભ્રાતૃપ્રેમ જારી રાખો.


છેવટે, તમે સૌ ઐક્ય અને સહાનુભૂતિ કેળવો. એકબીજા પર ભાઈઓના જેવો પ્રેમ કરો અને એકબીજા પ્રત્યે મયાળુ અને નમ્ર થાઓ.


એ સર્વ ઉપરાંત એકબીજા પર આગ્રહથી પ્રેમ રાખો. કારણ, પ્રેમ ઘણાં પાપને ઢાંકે છે.


ભક્તિભાવની સાથે બધુંપ્રેમ, અને બધુંપ્રેમની સાથે પ્રેમ જોડી દો.


જે કોઈ પોતાના ભાઈ પર પ્રેમ કરે છે તે પ્રકાશમાં રહે છે અને તેનામાં બીજાને ઠોકર ખાવાનું કારણ નથી.


શરૂઆતથી જ તમે જે સંદેશો સાંભળ્યો છે તે આ છે: આપણે એકબીજા પર પ્રેમ કરવો જોઈએ.


તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તના નામ પર આપણે વિશ્વાસ મૂકીએ અને ખ્રિસ્તે આપેલી આજ્ઞા પ્રમાણે એકબીજા પર પ્રેમ રાખીએ.


ખ્રિસ્તે તો આપણને આ આજ્ઞા આપી છે: જે કોઈ ઈશ્વર પર પ્રેમ કરે છે તેણે પોતાના ભાઈ પર પણ પ્રેમ કરવો જોઈએ.


Lean sinn:

Sanasan


Sanasan