Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 થેસ્સલોનિકીઓ 4:11 - પવિત્ર બાઇબલ C.L.

11 શાંતિમય જીવન જીવવાનું યેય રાખો. પોતાના કાર્યમાં રત રહો, અને અમે તમને અગાઉ જણાવ્યું તેમ તમે જાતમહેનતથી પોતાનું ભરણપોષણ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને જેમ અમે તમને આજ્ઞા આપી તેમ શાંત રહેવાને, પોતપોતાનાં જ કામ કરવાને અને પોતાને હાથે ઉદ્યોગ કરવાને, યત્ન કરો,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 અને જેમ અમે તમને આજ્ઞા આપી, તેમ તમે શાંત રહેવાને, બીજાઓને કામમાં દખલ ન કરવાને તથા પોતાને હાથે ઉદ્યોગ કરવાને, લક્ષ્ય રાખો;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 શાંતિપૂર્ણ જીવન માટે તમે જે કઈ કરી શકો તે કરો. તમારું પોતાનું કામકાજ સંભાળો. તમારું પોતાનું જ કામ કરો. તમને આમ કરવાનું અમે ક્યારનું જ જણાવેલ છે.

Faic an caibideil Dèan lethbhreac




1 થેસ્સલોનિકીઓ 4:11
23 Iomraidhean Croise  

ઘરમાં મિજબાનીઓ હોય પણ સાથે કજિયાકંક્સ હોય, તે કરતાં લુખો રોટલો હોય પણ મનમાં શાંતિ હોય તે ઉત્તમ છે.


ઝઘડાનો આરંભ બંધમાં પડેલી પ્રથમ તિરાડ જેવો છે; એ વધારે વિસ્તરે એ પહેલાં તેને પૂરી દો.


શ્રમ વેઠીને તથા હવામાં બાચકા ભરીને ખોબેખોબા મેળવવા કરતાં મનની શાંતિ સહિત મૂઠીભર મળે તે સારું છે.


તેથી તે આપણો ઉદ્ધાર કરે તે માટે ધીરજથી તેમની રાહ જોવી એ આપણે માટે ઉત્તમ છે.


એ તો આના જેવું છે: એક માણસ પોતાના ઘેરથી મુસાફરીએ જાય, ત્યારે નોકરોને વહીવટ સોંપી જાય છે. દરેકને પોતપોતાનું ક્મ સોંપીને જાય છે, અને ચોકીદારને જાગતા રહેવાનું કહીને જાય છે.


પછી તેમને ત્યાં રહી તેમની સાથે તે પણ તંબુ બનાવીને પોતાની આજીવિકા મેળવતો હતો.


આ રીતે સખત ક્મ કરીને મેં બધી વાતે બતાવી આપ્યું છે કે, ‘દાન પામવા કરતાં આપવામાં વિશેષ ધન્યવાદ છે.” એ પ્રભુ ઈસુના પોતાના શબ્દો યાદ રાખીને આપણે નિર્બળોને સહાય કરવી જોઈએ.’


ખંતથી મહેનત કરો, અને આળસુ ન બનો; આત્મામાં ધગશ રાખો, અને પ્રભુની સેવામાં મંડયા રહો.


જ્યાં ખ્રિસ્તનું નામ કદી યે સાંભળવામાં આવ્યું ન હોય, તેવી જગ્યાઓમાં શુભસંદેશ પ્રગટ કરવાની મારી મહત્ત્વાક્ંક્ષા છે. કારણ, મારે બીજાના પાયા ઉપર બાંધક્મ કરવું નથી.


પોતાનું ભરણપોષણ કરવા માટે અમે સખત ક્મ કરીએ છીએ. નિંદાયેલા છતાં અમે આશિષ દઈએ છીએ. અમારી સતાવણી થાય છે, ત્યારે અમે સહન કરીએ છીએ.


પણ એથી વિશેષ અમે આ ઘરમાં હોઈએ કે ત્યાં હોઈએ, પણ અમે ઈશ્વરને પસંદ પડીએ એવી ઉમેદ રાખીએ છીએ.


જે માણસ ચોરી કરે છે તેણે તેમ કરવાનું બંધ કરવું અને ધંધોરોજગાર કરવો જોઈએ, જેથી પોતાને માટે પ્રામાણિક રીતે કમાય અને ગરીબોને મદદરૂપ થાય.


વળી, શાસકો અને બીજા સર્વ અધિકારીઓને માટે પણ પ્રાર્થના કરો; જેથી સંપૂર્ણ ભક્તિભાવથી અને યોગ્ય વર્તણૂકથી આપણે શાંત અને સ્વસ્થ જીવન જીવીએ.


વળી, આળસુ બનીને ઘેર ઘેર ફરીને સમયનો બગાડ કરે છે, અફવાઓ ફેલાવે છે અને નક્મી વાતો કર્યા કરે છે.


આપણા લોકોએ સારાં કાર્યો પાછળ પોતાનો સમય આપવાનું અને યોગ્ય જરૂરિયાત પૂરી પાડવાનું શીખવું જોઈએ. તેમણે નિરુપયોગી જીવન જીવવું ન જોઈએ.


એને બદલે, તમારું સૌંદર્ય આંતરિક વ્યક્તિત્વનું હોવું જોઈએ.


ખૂની, ચોર, ગુનેગાર અથવા બીજાઓના ધંધામાં દખલગીરી કરનાર તરીકે તમારામાંના કોઈને સજા થવી જોઈએ નહિ.


Lean sinn:

Sanasan


Sanasan