Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 થેસ્સલોનિકીઓ 3:2 - પવિત્ર બાઇબલ C.L.

2 જ્યારે અમે ખ્રિસ્તનો શુભસંદેશ પ્રગટ કરવાના ઈશ્વરના કાર્યમાં અમારા સહકાર્યકર, આપણા ભાઈ તિમોથીને તમને દૃઢ કરવા અને તમારા વિશ્વાસમાં મદદ કરવા માટે મોકલ્યો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને અમે અમારા ભાઈ તથા ખ્રિસ્તની સુવાર્તામાં ઈશ્વરના સેવક તિમોથીને તમને દઢ કરવાને તથા તમારા વિશ્વાસમાં તમને ઉત્તેજન આપવાને મોકલ્યો,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 અને અમારા ભાઈ અને ખ્રિસ્તની સુવાર્તાનાં પ્રચારમાં ઈશ્વરના સેવક તિમોથીને તમને સ્થિર કરવાને અને તમારા વિશ્વાસ સંબંધી તમને ઉત્તેજન આપવાને માટે મોકલ્યો.

Faic an caibideil Dèan lethbhreac




1 થેસ્સલોનિકીઓ 3:2
24 Iomraidhean Croise  

ત્યાર પછી પાઉલ દેર્બે અને લુસ્ત્રા ગયો. ત્યાં તિમોથી નામે એક વિશ્વાસી રહેતો હતો. તેની મા વિશ્વાસી હતી; તે યહૂદી હતી. તેનો પિતા ગ્રીક હતો.


એમ મંડળીઓ વિશ્વાસમાં દઢ થતી ગઈ અને સંખ્યામાં વધતી ગઈ.


સિલાસ અને તિમોથી મકદોનિયાથી આવ્યા એટલે પાઉલે યહૂદીઓ સમક્ષ ઈસુ એ જ મસીહ છે એવી સાક્ષી આપવામાં પોતાનો પૂરો સમય ગાળ્યો.


મારો સહકાર્યકર તિમોથી તમને શુભેચ્છા પાઠવે છે. વળી, મારા યહૂદી ભાઈઓ લુકિયસ, યાસોન અને સોસિપાત્રસ પણ શુભેચ્છા પાઠવે છે.


તમે ઈશ્વરની ઇમારત પણ છો. ઈશ્વરે મને આપેલી કૃપા પ્રમાણે મેં એક કુશળ ઇજનેરની જેમ પાયો નાખ્યો છે. હવે બીજો માણસ તે પર બાંધક્મ કરી શકે છે, પણ પોતે કેવી રીતે બાંધે છે તે વિષે દરેકે સાવધ રહેવું,


આ જ કારણથી હું તમારી પાસે તિમોથીને મોકલું છુ. પ્રભુમાં તે મારો પ્રિય અને વિશ્વાસુ પુત્ર છે. ખ્રિસ્ત ઈસુમાંના નવા જીવનમાં હું જે સિદ્ધાંતો અનુસરું છું અને બધી જગ્યાએ સર્વ મંડળીઓમાં જેનું શિક્ષણ આપું છું તેની તે તમને યાદ અપાવશે.


ઈશ્વરની ઇચ્છાથી પ્રેષિત તરીકે નિમાયેલો હું પાઉલ, તથા આપણા ભાઈ તિમોથી તરફથી કોરીંથમાંની ઈશ્વરની મંડળીને તથા ગ્રીસમાંના ઈશ્વરના સર્વ લોકોને શુભેચ્છા.


કારણ, સિલાસ, તિમોથી અને મારા દ્વારા તમારી આગળ પ્રગટ કરાયેલા ઈશ્વરપુત્ર એટલે ઈસુ ખ્રિસ્ત, એક્સાથે “હા” અને “ના” બન્‍ને નથી. એથી ઊલટું, તેમનામાં તો બધું “હા” જ છે.


હવે ખ્રિસ્તનો શુભસંદેશ પ્રગટ કરવાને માટે હું ત્રોઆસમાં આવ્યો, ત્યારે પ્રભુએ ત્યાં કાર્ય કરવાનું દ્વાર ઉઘાડયું હતું તેની મને ખબર પડી.


પણ મારો ભાઈ તિતસ મને ત્યાં ન મળ્યો તેથી મને ઘણી ચિંતા થઈ. માટે ત્યાંના લોકોની વિદાય લઈ હું મકદોનિયા ગયો.


તિતસના સંબંધી કહું તો તમને મદદ કરવામાં તે મારો સહકાર્યકર છે. તેની સાથે આવનાર બીજા ભાઈઓ મંડળીઓના પ્રતિનિધિઓ છે અને ખ્રિસ્તનો મહિમા પ્રગટ કરે છે.


મને આ વિષે ખાતરી હોવાથી હું જાણું છું કે હું જીવતો રહીશ અને તમારા વિશ્વાસની વૃદ્ધિ અને આનંદને માટે હું તમ સર્વની સાથે રહીશ.


ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેષિત બનેલો પાઉલ તથા આપણા ભાઈ તિમોથી તરફથી:


ઈશ્વરની કૃપાનું એ સાચું સ્વરૂપ તમને સમજાવનાર અમારો પ્રિય સાથી સેવક એપાફ્રાસ હતો. તે તો આપણે માટે ખ્રિસ્તને વફાદાર કાર્યકર છે.


તમારી સંગતનો સભ્ય એટલે ઈસુ ખ્રિસ્તનો સેવક એપાફ્રાસ તમને શુભેચ્છા પાઠવે છે. તે હંમેશાં તમારે માટે આગ્રહથી ઈશ્વરને પ્રાર્થના કરે છે કે, ઈશ્વરની ઇચ્છાની સંપૂર્ણ આધીનતામાં તમે સ્થિર રહો, પરિપકવ બનો અને પૂરી ખાતરી પામો.


તેની સાથે તમારી સંગતમાંનો પ્રિય તથા વિશ્વાસુ ભાઈ ઓનેસિમસ પણ આવે છે. તે તમને અહીંના બધા સમાચાર આપશે.


આ રીતે તમે તમારાં મન દૃઢ કરો, જેથી આપણા પ્રભુ ઈસુ પોતાના લોક સાથે આવે ત્યારે ઈશ્વરપિતાની સમક્ષ તમે સંપૂર્ણ અને પવિત્ર થાઓ.


હું વધુ સમય રાહ જોઈ શક્યો નહિ, તેથી તમારા વિશ્વાસ વિષેના સમાચાર જાણી લાવવા મેં તિમોથીને મોકલ્યો; કદાચ શેતાને તમારી પરીક્ષા કરી હોય અને અમારું કાર્ય નિરર્થક થયું હોય.


ઈશ્વર આપણા પિતા તમારાં હૃદયોને શાંતિ આપો અને સર્વ સારાં કાર્યો કરવામાં તથા સારું બોલવામાં તમને દૃઢ કરો.


Lean sinn:

Sanasan


Sanasan