Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 થેસ્સલોનિકીઓ 2:7 - પવિત્ર બાઇબલ C.L.

7 ખ્રિસ્તના પ્રેષિતો તરીકે અમે તમારી પાસેથી સેવાચાકરીની માગણી કરી હોત; પણ અમે તમારી સાથે હતા ત્યારે અમે માતાની મમતાથી તમારું જતન કર્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 પણ જેમ મા પોતાનાં બાળકોનું જતન કરે છે, તેમ અમે તમારી સાથે સાલસપણાથી વર્ત્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પણ જેમ દૂધ પાનાર મા પોતાનાં બાળકોનું જતન કરે છે, તેમ અમે તમારી સાથે કોમળતાથી વર્ત્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 અમે ખ્રિસ્તના પ્રેરિતો છીએ. અને તેથી અમે જ્યારે તમારી પાસે હતા ત્યારે, તમારી પાસે અમુક કામ કરાવવા માટે અમે અમારી સત્તાનો ઉપયોગ કરી શક્યા હોત. પરંતુ જે રીતે એક મા પોતાના બાળકનું જતન કરે છે, તે રીતે અમે તમારા પ્રત્યે વિનમ્ર વર્તાવ કરેલો.

Faic an caibideil Dèan lethbhreac




1 થેસ્સલોનિકીઓ 2:7
18 Iomraidhean Croise  

તે ઘેટાંપાળકની જેમ પોતાનાં ટોળાંની સંભાળ લે છે, તે હલવાનોને પોતાની બાથમાં લઈ લે છે અને તેમને છાતીસરસાં ચાંપે છે. વિયાયેલી ઘેટીઓને તે ધીરે ધીરે દોરી જાય છે.


રાજાઓ તેમના પિતા સમાન અને તેમની રાણીઓ તેમની ધાવ સમાન બનશે. તેઓ તને ભૂમિ સુધી લળી લળીને પ્રણામ કરશે અને તારી ચરણરજ ચાટશે. ત્યારે તને ખ્યાલ આવશે કે હું પ્રભુ છું અને મારા પર આધાર રાખનાર કદી નિરાશ થતા નથી.”


માતા બાળકને સાંત્વન આપે તેમ હું પણ તમને સાંત્વન આપીશ; તમે યરુશાલેમ સંબંધી સાંત્વન પામશો.”


શું મેં આ લોકોનો ગર્ભ ધર્યો હતો? અથવા શું મેં તેમને જન્મ આપ્યો હતો? ધાવણા બાળકને તેના પિતા હાથમાં ઊંચકીને લઈ જાય તેવી રીતે તમે તેમને તેમના પૂર્વજોને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તે દેશમાં તેમને લઈ જવાનું મને કેમ કહેવામાં આવે છે?


ચાલીસ વર્ષ સુધી વેરાનપ્રદેશમાં તેમને નિભાવ્યા.


તેથી મેં તમારી મુલાકાત લીધી ત્યારે હું નિર્બળતામાં, ભયમાં તથા ઘણી કંપારી સાથે રહ્યો હતો.


વિશ્વાસમાં જેઓ નિર્બળ છે તેમની સાથે હું તેમના જેવો જ નિર્બળ બનું છું; જેથી હું તેમને જીતી શકું. આમ હું બધાંની સાથે બધાંનાં જેવો બનીને ગમે તે રીતે કેટલાકને બચાવી શકું તે માટે હું સર્વના જેવો બનું છું.


હું પાઉલ તમને વ્યક્તિગત વિનંતી કરું છું: મારે વિષે એવું કહેવાય છે કે, જ્યારે હું તમારી સાથે હોઉં છું, ત્યારે માયાળુ અને નમ્ર હોઉં છું; પણ જ્યારે દૂર હોઉં છું, ત્યારે તમારા પ્રત્યે કડક વલણ દાખવું છું. પણ હું ખ્રિસ્તની નમ્રતા અને ભલાઈથી વિનંતી કરું છું:


કારણ, જો કે ઈસુને ક્રૂસ પર નિર્બળતામાં મારી નાખવામાં આવ્યા, તો પણ ઈશ્વરના સામર્થ્યથી તે જીવે છે. આમ, તેમની જેમ અમે પણ તેમનામાં નિર્બળ છીએ, પણ તમારા લાભાર્થે ઈશ્વરના સામર્થ્યથી અમે તેમની સાથે જીવીશું.


મારાં પ્રિય બાળકો, તમારામાં ખ્રિસ્તની પ્રતિમા ઉત્પન્‍ન થાય, ત્યાં સુધી પ્રસવવેદના જેવી વેદના મને તમારે માટે ફરીથી થાય છે.


તમે જાણો છો કે એક પિતા પોતાનાં બાળકો પ્રત્યે જેમ વર્તે તેમ અમે પણ તમ પ્રત્યેકની સાથે વત્યાર્ં છીએ.


પણ ઈશ્વર તરફથી આવતું જ્ઞાન સૌ પ્રથમ તો નિર્મળ છે; વળી, તે શાંતિદાયક, નમ્ર, મૈત્રીભાવી અને દયાપૂર્ણ હોય છે. તે સારાં કાર્યો નિપજાવે છે. તેમાં ભેદભાવ કે દંભ નથી.


Lean sinn:

Sanasan


Sanasan