1 થેસ્સલોનિકીઓ 1:5 - પવિત્ર બાઇબલ C.L.5 કારણ, અમે તમારી પાસે માત્ર શબ્દોમાં જ નહિ, પણ સામર્થ્ય, પવિત્ર આત્મા અને પૂર્ણ ખાતરી સહિત શુભસંદેશ લાવ્યા હતા. અમે તમારી સાથે હતા ત્યારે તમારા ભલા માટે કેવા પ્રકારનું જીવન જીવ્યા તે તમે જાણો છો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 કેમ કે અમારી સુવાર્તા માત્ર શબ્દથી નહિ, પણ સામર્થ્યથી, પવિત્ર આત્માથી તથા ઘણી ખાતરીપૂર્વક તમારી પાસે આવી. એમ જ અમે તમારી ખાતર તમારી સાથે રહીને કેવી રીતે વર્ત્યા, એ તમે જાણો છો Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 કેમ કે અમારી સુવાર્તા કેવળ શબ્દમાં નહિ, પણ પરાક્રમમાં, પવિત્ર આત્મામાં તથા ઘણી ખાતરીપૂર્વક તમારી પાસે આવી; તેમ જ તમારે લીધે અમે તમારી મધ્યે કેવી રીતે રહ્યા હતા એ તમે જાણો છો. Faic an caibideilપવિત્ર બાઈબલ5 અમે તમને સુવાર્તા પહોંચાડી પરંતુ અમે ફક્ત શબ્દોનો જ ઉપયોગ ન કર્યો, અમે સુવાર્તાને સાર્મથ્યસહિત લઈ આવ્યા. અમે તેને પવિત્ર આત્મા અને પૂર્ણ જ્ઞાન સહિત લઈ આવ્યા જે સત્ય છે. તમારી સાથે અમે ઉપસ્થિત હતા ત્યારે અમે કેવું જીવન જીવતા હતા તે પણ તમે જાણો છો. અમે તમને મદદકર્તા થઈએ એ રીતે જીવ્યા હતા. Faic an caibideil |
માનનીય થિયોફિલ: આપણી મયે બનેલા બનાવોનું વૃત્તાંત તૈયાર કરવાનું ઘણાએ હાથમાં લીધું છે. તે કાર્ય તો શરૂઆતથી નજરે જોનાર સાક્ષીઓ અને ઈશ્વરીય સંદેશના સેવકોએ કહેલી અને પરંપરાગત વાતો પર આધારિત છે. મેં પણ થોડા સમયથી એ બનાવોનું ખૂબ જ ચોક્સાઈથી સંશોધન કર્યું છે. એટલે આપને માટે, આપ શીખ્યા છો એ બાબતો પ્રમાણભૂત હોવાની આપને ખાતરી થાય એટલા માટે, એનું વ્યવસ્થિત વૃત્તાંત લખવાનું મને યોગ્ય લાગ્યું છે. બાપ્તિસ્મા કરનાર યોહાનના જન્મની જાહેરાત