Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 9:6 - પવિત્ર બાઇબલ C.L.

6 નોકરે કહ્યું, “ઊભા રહો; આ શહેરમાં એક પવિત્ર ઈશ્વરભક્ત રહે છે. તેનું ઘણું માન છે. કારણ, તેનું કહેવું સાચું જ પડે છે. આપણે તેની પાસે જઈએ. કદાચ તે આપણને ગધેડાં ક્યાંથી મળશે તે કહી શકશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તેણે તેને કહ્યું, “હવે જોને, આ નગરમાં ઈશ્વરનો એક ભક્ત રહે છે. તે પ્રતિષ્ઠિત માણસ છે. તે જે કહે છે તે સર્વ નિશ્ચે ખરું પડે છે; તો આપણે ત્યાં જઈએ. કદાચ આપણે ક્યે માર્ગે જવું તે આપણને કહી શકશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 પણ ચાકરે તેને કહ્યું, “સાંભળ, આ નગરમાં ઈશ્વરનો એક ઈશ્વરભક્ત રહે છે. તે પ્રતિષ્ઠિત માણસ છે; જે કંઈ તે કહે છે તે નિશ્ચે સાચું પડે છે. તો ચાલો આપણે ત્યાં જઈએ; કદાચ તે આપણને કહી બતાવશે કે કયા માર્ગે આપણે જવું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તેથી ચાકરે જવાબ આપ્યો, “આ, શહેરમાં એક દેવનો માંણસ રહે છે. તેનું માંન ઘણું છે. તે જે કાંઈં કહે છે તે સાચું પડે છે. તો આપણે તેની પાસે જવું જોઈએ, કદાચ એ આપણને કહે કે આપણે કયા માંગેર્ જવું.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 9:6
16 Iomraidhean Croise  

“આજે હું પેલા ઝરા પાસે આવીને બોલ્યો, ‘મારા માલિક અબ્રાહામના ઈશ્વર પ્રભુ, મારા આ પ્રવાસને તમે સફળ બનાવવાના હો,


વળી, તેણે સાદોકને કહ્યું, “જો, તું તો દૃષ્ટા છે, તેથી તું તારા પુત્ર અહિમાસને અને અબ્યાથારના પુત્ર યોનાથાનને લઈને નગરમાં શાંતિએ પાછો જા.


પ્રભુ તરફથી સંદેશ મળતાં યહૂદિયામાંથી એક ઈશ્વરભક્ત બેથેલ ગયો ને યરોબામ બલિનું દહન કરવા વેદી આગળ ઊભો હતો ત્યાં પહોંચી ગયો.


ઈશ્વરભક્ત એલિશાએ એ વિષે સાંભળીને રાજાને સંદેશો મોકલ્યો: “તમે શા માટે દુ:ખી થઈ ગયા છો? એ માણસને મારી પાસે મોકલો એટલે તેને ખબર પડશે કે ઇઝરાયલમાં સંદેશવાહક છે!”


ઈશ્વરભક્ત એલિશાએ પૂછયું, “તે ક્યાં પડી ગયો છે?” પેલા માણસે જગ્યા બતાવી એટલે એલિશાએ એક લાકડું કાપીને પાણીમાં નાખ્યું અને લોખંડના કુહાડાને પાણીમાં તરતો કર્યો.


જો કોઈ પ્રભુનો આદરપૂર્વક ડર રાખે, તો પ્રભુ તેને કયો માર્ગ પસંદ કરવો તે શીખવશે.


પણ મારા સેવકોનાં ભવિષ્યકથનોને તો હું સાચાં ઠરાવું છું અને મારા સંદેશવાહકોએ ભાખેલી ભાવિ યોજનાઓ પાર પાડું છું. હું યરુશાલેમને કહું છું: ‘તારે ત્યાં ફરીથી લોકો વસશે,’ અને યહૂદિયાનાં નગરોને કહું છું: ‘તમે ફરીથી બંધાશો. તમને તમારાં ખંડિયેરોમાંથી બાંધવામાં આવશે.’


આકાશ અને પૃથ્વી જતાં રહેશે, પણ મારાં વચનો નિષ્ફળ જશે નહિ.


ઈશ્વરભક્ત મોશેએ પોતાના મૃત્યુ પહેલાં ઇઝરાયલી લોકોને જે આશીર્વાદો આપ્યા તે આ પ્રમાણે છે:


તમે પોતે તેમ જ ઈશ્વર પણ અમારા સાક્ષી છે કે તમ વિશ્વાસ કરનારાઓ પ્રત્યે અમારું વર્તન પવિત્ર, નિખાલસ અને નિર્દોષ હતું.


તેમને તેમના કાર્યને લીધે પ્રેમપૂર્વક સન્માનપાત્ર ગણો.


પણ ઈશ્વરભક્ત તરીકે તારે આ બધી બાબતોથી દૂર રહેવું. સદાચાર, ભક્તિ, વિશ્વાસ, પ્રેમ, સહનશીલતા અને નમ્રતા પ્રાપ્ત કરવા તારે પ્રયત્નશીલ રહેવું.


ઈશ્વરના એક ભક્તે એલી પાસે આવીને તેને કહ્યું, “પ્રભુ કહે છે કે, તારા પૂર્વજનું કુટુંબ ઇજિપ્તના રાજા અને તેના લોકની ગુલામીમાં હતું ત્યારે હું તેની આગળ પ્રગટ થયો.


નોકરે જવાબ આપ્યો, “તેને આપવાને મારી પાસે ચાંદીનો પા શેકેલનો સિક્કો છે જે હું તેને આપીશ એટલે આપણે ગધેડાં ક્યાંથી મેળવી શકીશું તે તે આપણને કહેશે.”


Lean sinn:

Sanasan


Sanasan