Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 9:21 - પવિત્ર બાઇબલ C.L.

21 શાઉલે જવાબ આપ્યો, “હું ઇઝરાયલમાં નાનામાં નાના કુળ બિન્યામીનનો છું અને એ કુળમાં મારું કુટુંબ વિસાત વગરનું છે. તો પછી તમે મારી આગળ આવું કેમ બોલો છો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 શાઉલે ઉત્તર આપ્યો, “શું હું ઇઝરાયલનાં કુળોમાં સૌથી નાના એટલે બિન્યામીનના કુળનો નથી? વળી મારું કુટુંબ બિન્યામીન કુળનાં કુટુંબોમાં સૌથી નાનું નથી? તો તમે મારી સાથે આવી વાત કેમ કરો છ?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 શાઉલે ઉત્તર આપીને કહ્યું, “હું ઇઝરાયલના સૌથી નાના બિન્યામીનીઓના કુળનો નથી? મારું કુટુંબ બિન્યામીન કુળના કુટુંબોમાં સૌથી નાનું નથી શું? તો તું મારી સાથે આવી વાત કેમ કરે છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 શાઉલે કહ્યું, “હું બિન્યામીનના વંશનો છું. અમાંરો વંશ તો ઇસ્રાએલીઓમાં સૌથી નાનો છે અને બિન્યામીની પ્રજામાં અમાંરૂ કુટુંબ નાનામાં નાનુ છે. તો તમે આવું કેમ કહો છો?”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 9:21
13 Iomraidhean Croise  

સૌથી નાનું કુળ બિન્યામીન, સૌથી આગળ ચાલે છે. પછી યહૂદા કુળના આગેવાનો તેમના સમૂહ સાથે છે અને તેમની પાછળ ઝબુલૂન અને નાફતાલી કુળના આગેવાનો છે.


હે ઈશ્વર, તમારું સામર્થ્ય પ્રગટ કરો! એ સામર્થ્ય વડે તમે અમારે માટે મહાન કાર્યો કર્યાં હતાં.


અગાઉ એફ્રાઈમનું કુળ બોલતું ત્યારે લોકો ધ્રૂજતા. તે ઇઝરાયલના બધા કુળોમાં સન્માન પામતું. પણ બઆલની પૂજા કરીને તેઓ પાપમાં પડયા અને તે માટે તેઓ માર્યા જશે.


કારણ, જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે.”


ઈશ્વરના સર્વ લોકમાં હું સૌથી નિમ્ન કક્ષાનો છતાં મને એ કૃપા આપવામાં આવી કે હું ખ્રિસ્તની અસીમ સમૃદ્ધિનો શુભસંદેશ બિનયહૂદીઓ પાસે લઈ જઉં અને ઈશ્વરની માર્મિક યોજના કેવી રીતે કાર્ય કરે છે તે સર્વ માણસોને બતાવું. સર્વ વસ્તુઓના સર્જનહાર ઈશ્વરે આ રહસ્યને વીતેલા સર્વ યુગોમાં ગુપ્ત રાખ્યું હતું;


પણ કેટલાક દુરાચારી લોકોએ કહ્યું, “આ માણસ આપણને કેવી રીતે બચાવી શકશે?” તેમણે શાઉલનો તિરસ્કાર કર્યો અને તેને કંઇ ભેટ આપી નહિ. પણ શાઉલ મૌન રહ્યો.


શાઉલનો પિતા કીશ અને આબ્નેરનો પિતા નેર અબીએલના પુત્ર હતા.


શમુએલે જવાબ આપ્યો, “જો કે તું પોતાને વિસાત વિનાનો ગણતો હતો તો પણ તને ઇઝરાયલનાં કુળોનો આગેવાન બનાવવામાં આવ્યો. પ્રભુએ તારો ઇઝરાયલના રાજા તરીકે અભિષેક કર્યો.


દાવિદે જવાબ આપ્યો, “હું કોણ, અને મારું કુટુંબ કોણ કે હું રાજાનો જમાઈ થાઉ?”


તેથી તેમણે દાવિદને એ કહ્યું અને તેણે જવાબ આપ્યો, “હું તો ગરીબ અને વિસાત વિનાનો છું. મારે માટે રાજાના જમાઈ બનવું એ કંઈ નાનીસૂની વાત છે?”


પછી શમુએલ શાઉલ અને તેના નોકરને એક મોટા ભોજનખંડમાં લઈ ગયો અને ત્યાં બેઠેલા લગભગ ત્રીસેક આમંત્રિત મહેમાનો પાસે મુખ્ય આસન પર બેસાડયા.


Lean sinn:

Sanasan


Sanasan