Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 8:9 - પવિત્ર બાઇબલ C.L.

9 તેથી તેમનું સાંભળ, પણ તેમને કડક ચેતવણીઓ આપ અને તેમના રાજાઓ તેમના પ્રત્યે કેવો વર્તાવ કરશે તે સમજાવ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તો હવે તેઓનું કહેવું સાંભળ. તથાપિ ગંભીર રીતે તેમની આગળ વાંધો કાઢજે, અને તેઓ પર કેવા પ્રકારનો રાજા ચલાવશે તે તેમને કહી બતાવજે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 હવે તેઓનું સાંભળ; પણ તેઓને ગંભીરતાપૂર્વક ચેતવણી આપ અને તેમને જણાવ કે તેઓ પર કેવા પ્રકારના રાજા રાજ્ય કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તો પછી એ લોકો કહે તેમ કર, પણ એમને સ્પષ્ટ ચેતવણી આપજે અને સમજ પાડજે કે, એમના ઉપર રાજ્ય કરનાર રાજાનો વ્યવહાર કેવો હશે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 8:9
10 Iomraidhean Croise  

હું તમારા પૂર્વજોને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો ત્યારથી આજ સુધી મેં તેમને વારંવાર આગ્રહથી ચેતવણી આપ્યા કરી છે કે મારી વાણીને આધીન રહો.


હું કોઈ દુષ્ટને મોતની સજા ફરમાવું અને જો તું તેને તેનો જીવ બચાવવાને તેનો દુરાચાર છોડી દેવા ચેતવે નહિ, તો તે દુષ્ટ તેની દુષ્ટતામાં મરશે; પરંતુ તેના મૃત્યુ માટે હું તને જવાબદાર ઠેરવીશ.


વળી, રાજર્ક્તાએ નાગરિકોમાંથી કોઈની પણ મિલક્ત લઈને તેમને જમીનવિહોણા કરી દેવા નહિ. તેણે તો પોતાની જમીનમાંથી જ પોતાના પુત્રોને જમીન આપવી, જેથી મારા લોકોની જમીન પોતપોતાના કુળપ્રદેશમાંથી વેરવિખેર થઈ જાય નહિ.”


શમુએલે લોકને રાજાના હક્ક અને ફરજોની સમજ આપી. પછી તે પુસ્તકમાં લખીને પવિત્રસ્થાનમાં મૂકયું. પછી તેણે સૌને પોતપોતાને ઘેર વિદાય કર્યા.


શમુએલે ઇઝરાયલના લોકોને કહ્યું, “મેં તમારી વાત માની છે. તમારા પર રાજ કરવાને મેં રાજા નીમ્યો છે.


શાઉલ જીવ્યો ત્યાં સુધી પલિસ્તીઓ સાથે તેને ઉગ્ર જંગ ચાલુ રહ્યો. કોઈ પણ બળવાન કે બહાદુર માણસ તેને મળે તો તે તેને પોતાના લશ્કરમાં દાખલ કરી દેતો.


તેઓ પ્રભુને ગણકારતા નહિ. વળી, લોકો પાસેથી યજ્ઞકારો શું લઈ શકે તે અંગેના નિયમો પ્રત્યે બેદરકાર હતા. જ્યારે કોઈ માણસ બલિ ચઢાવે ત્યારે યજ્ઞકારનો નોકર ત્રિશૂળ લઈને આવતો.


મેં તેમને ઇજિપ્તમાંથી છોડાવ્યા તે સમયથી અત્યાર સુધી તેઓ મારાથી દૂર ગયા છે અને તેમણે અન્ય દેવોની સેવાભક્તિ કરી છે અને તારા પ્રત્યેનો તેમનો હમણાંનો વર્તાવ, મારા પ્રત્યેના હંમેશના વર્તાવ જેવો છે.


Lean sinn:

Sanasan


Sanasan