Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 7:5 - પવિત્ર બાઇબલ C.L.

5 પછી શમુએલે સર્વ ઇઝરાયલીઓને મિસ્પામાં એકઠા થવા બોલાવ્યા. તેણે કહેવડાવ્યું, “હું ત્યાં તમારે માટે પ્રભુને પ્રાર્થના કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 પછી શમુએલે કહ્યું, “સર્વ ઇઝરાયલીઓને મિસ્પામાં એકત્ર કરો, એટલે હું તમારે માટે યહોવાને વિનંતી કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પછી શમુએલે કહ્યું, સર્વ ઇઝરાયલીઓને મિસ્પામાં એકઠા કરો. હું તમારે સારુ ઈશ્વરને પ્રાર્થના કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 ત્યારબાદ શમુએલે કહ્યું કે, “બધા ઇસ્રાએલીઓ મિસ્પાહમાં ભેગા થાઓ, એટલે હું તમાંરા માંટે યહોવાને પ્રાર્થના કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 7:5
18 Iomraidhean Croise  

તેથી હવે તું તે માણસને તેની પત્ની પાછી સોંપી દે, કારણ, તે ઈશ્વરનો સંદેશવાહક છે. તે તારે માટે પ્રાર્થના કરશે એટલે તું જીવતો રહેશે. પણ જો તું તેને પાછી નહિ સોંપે તો સમજી લેજે કે તારું તથા તારા સર્વ લોકનું મોત નિશ્ર્વિત છે.”


વળી લાબાને કહ્યું, “જ્યારે આપણે એકબીજાથી છૂટા પડીએ છીએ ત્યારે પ્રભુ આપણા પર ચોક્સાઈ રાખો. તેથી તે સ્થળનું નામ તેણે ‘મિસ્પા’ (ચોકીનો બૂરજ) પણ પાડયું.


યહૂદિયાના અમલદારો અને સૈનિકોમાંથી જે શરણે ગયા નહોતા તેમણે એ સાંભળ્યું. તેઓ મિસ્પામાં ગદાલ્યા સાથે જોડાયા. આ અમલદારોમાં નથાન્યાનો પુત્ર ઇશ્માએલ, યોહાનાનનો પુત્ર કારેયા, નયેશ નગરના તાન હુમેથનો પુત્ર સરાયા અને માઅખાનો યઝાન્યા હતા.


એ જ માસની ચોવીસમી તારીખે ઇઝરાયલી લોકો પોતાનાં પાપનું દુ:ખ વ્યક્ત કરવા ઉપવાસ કરીને ભેગા થયા. શોકની નિશાની તરીકે તેમણે તાટનાં વસ્ત્ર પહેર્યાં હતાં અને પોતાના માથા પર ધૂળ નાખી હતી.


પછી યર્મિયા મિસ્પામાં ગદાલ્યા પાસે દેશમાં બાકી રહેલા લોકો મધ્યે રહેવા માટે ગયો.


“હે યજ્ઞકારો, સાંભળો! હે ઇઝરાયલના લોકો ધ્યાન આપો! હે રાજકુટુંબના માણસો, લક્ષ દો! તમને સજા ફરમાવી દેવામાં આવી છે. તમે મિસ્પામાં ફાંદારૂપ અને તાબોર પર્વત પર પાથરેલી જાળ જેવા બન્યા છો.


લોકોને એકત્ર કરો; તેમને પવિત્રસભા માટે તૈયાર કરો: વૃદ્ધોને લાવો; બાળકોને એકત્ર કરો. અરે, ધાવણાં બાળકોને પણ લાવો. નવપરિણીત દંપતી પણ પોતાનાં ઘર છોડીને આવે.


દિલઆન, મિસ્પેહ,


મિસ્પા, કફીરા, મોસા,


પછી આમ્મોની સૈન્યે લડાઈને માટે તૈયાર થઈ ગિલ્યાદમાં છાવણી નાખી. ઇઝરાયલના માણસો પણ એકઠા થયા અને તેમણે ગિલ્યાદના મિસ્પામાં છાવણી નાખી.


ઉત્તરમાં દાનથી દક્ષિણે બેરશેબા સુધી અને પૂર્વમાં છેક ગિલ્યાદના પ્રાંતમાંથી સર્વ ઇઝરાયલીઓએ એ પડકાર ઝીલી લીધો. તેઓ સૌ મિસ્પામાં પ્રભુ સમક્ષ એક મને એકત્ર થયા.


શમુએલે લોકોને પ્રભુની સમક્ષ મિસ્પામાં એકઠા કર્યા.


મારા સંબંધી ઈશ્વર એવું થવા ન દો કે હું તમારે માટે પ્રાર્થના કરવાનું મૂકી દઉં અને એમ પ્રભુની વિરુદ્ધ પાપ કરું; એને બદલે, તમારે માટે સારું અને સાચું શું છે તે હું તમને શીખવીશ.


પછી શમુએલે એક પથ્થર લઈને મિસ્પા અને રોનની વચ્ચે ઊભો કર્યો અને કહ્યું, “પ્રભુએ આપણને આખે માર્ગે મદદ કરી છે.” અને તેથી તેણે તેનું નામ ‘એબેન-એઝેર’ એટલે, “મદદનો પથ્થર” પાડયું.


તે દર વર્ષે બેથેલ, ગિલ્ગાલ અને મિસ્પામાં જતો અને આ જગ્યાઓમાં તે લોકોના વિવાદોનો નિકાલ કરતો.


તેથી ઇઝરાયલીઓએ બઆલ દેવ અને આશ્તારોથ દેવીની મૂર્તિઓ દૂર કરી અને માત્ર પ્રભુની જ ભક્તિ કરવા લાગ્યા.


રાજા માટેની તેમની માગણીથી શમુએલને ખોટું લાગ્યું, તેથી તેણે પ્રભુને પ્રાર્થના કરી.


Lean sinn:

Sanasan


Sanasan