Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 7:4 - પવિત્ર બાઇબલ C.L.

4 તેથી ઇઝરાયલીઓએ બઆલ દેવ અને આશ્તારોથ દેવીની મૂર્તિઓ દૂર કરી અને માત્ર પ્રભુની જ ભક્તિ કરવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 ત્યારે ઇઝરાયલપુત્રો બાલિમ તથા આશ્તારોથને કાઢી નાખીને ફક્ત યહોવાની ઉપાસના કરવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ત્યારે ઇઝરાયલના લોકોએ બઆલિમ તથા આશ્તારોથને દૂર કરીને કેવળ ઈશ્વરની સ્તુતિ શરૂ કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 ત્યારે ઇસ્રાએલીઓએ બઆલ તથા આશ્તારોથ દેવીની મૂર્તિઓને હઠાવી દીધી અને તેઓ ફકત યહોવાને જ પધ્રૂજવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 7:4
11 Iomraidhean Croise  

કારણ, શલોમોને મારો ત્યાગ કર્યો હોઈ અને સિદોનની દેવી આશ્તારોથ, મોઆબનો દેવ કમોશ અને આમ્મોનનો દેવ મિલ્કોમ એ વિદેશી દેવોની પૂજા કરી છે. શલોમોન મારી ઇચ્છાને અનુસર્યો નથી; પણ તેણે મારી વિરુદ્ધ પાપ કર્યું છે. તેના પિતા દાવિદની જેમ તેણે મારા નિયમો અને ફરમાનો પાળ્યા નથી.


તેણે સિદોનની દેવી આશ્તારોથ અને આમ્મોનના ઘૃણાસ્પદ દેવ મિલ્કોમની પૂજા કરી.


તેઓ એ દેશમાં રહેતાં સાચો અને નિખાલસ પસ્તાવો કરે અને અમારા પૂર્વજોને તમે આપેલ આ દેશ તરફ, તમે પસંદ કરેલા આ શહેર તરફ અને તમારે માટે મેં બાંધેલા આ મંદિર તરફ ફરી પ્રાર્થના કરે,


ઇઝરાયલને મૂર્તિપૂજાના દુરાચારમાં દોરી જનાર નબાટના પુત્ર યરોબામ રાજાએ બેથેલમાં બાંધેલી વેદી અને પૂજા માટે બંધાવેલનું તેનું ઉચ્ચસ્થાન યોશિયાએ તોડી પાડયાં. યોશિયાએ તેની વેદીનું ખંડન કર્યું, પૂજાના ઉચ્ચસ્થાનના પથ્થરોના ટુકડેટુકડા કરી નાખ્યા અને તેમને ધૂળમાં ભેળવી દીધા. તેણે અશેરાની મૂર્તિને પણ બાળી નાખી.


આશ્શૂર દેશ અમને બચાવી શકે નહિ અને યુદ્ધના ઘોડાઓ અમને રક્ષણ આપી શકે નહિ. હવે અમે મૂર્તિઓને નહિ કહીએ કે તમે અમારા ઈશ્વર છો. અમે કબૂલ કરીએ છીએ: હે પ્રભુ, અનાથો પર તમે દયા દર્શાવો છો.”


એફ્રાઈમના લોકોને મૂર્તિઓ સાથે શો સંબંધ હોય? હું તેમની પ્રાર્થના સાંભળીશ અને તેમની સારસંભાળ રાખીશ. સતત લીલાછમ રહેતા દેવદારની જેમ હું તેમને છાયારૂપ થઈશ, તેમની બધી જ આશિષોનું ઉદ્ગમસ્થાન હું જ છું.”


હવે ઇઝરાયલી લોકોએ પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું અને તેમણે બઆલ દેવોની સેવા કરી.


તેમણે પ્રભુની ભક્તિ કરવાનું છોડી દઈને બઆલ દેવો તેમજ આશ્તારોથની પૂજા કરી.


શમુએલે ઇઝરાયલના લોકોને કહ્યુ, “જો તમે તમારા પૂરા દયથી પ્રભુ તરફ ફરતા હો, તો તમે સર્વ વિદેશી દેવો અને આશ્તારોથ દેવીની મૂર્તિઓથી દૂર રહો. તમે પ્રભુને સંપૂર્ણપણે સમર્પિત થાઓ અને માત્ર તેમની જ ભક્તિ કરો અને તે તમને પલિસ્તીઓની સત્તામાંથી છોડાવશે.”


પછી શમુએલે સર્વ ઇઝરાયલીઓને મિસ્પામાં એકઠા થવા બોલાવ્યા. તેણે કહેવડાવ્યું, “હું ત્યાં તમારે માટે પ્રભુને પ્રાર્થના કરીશ.”


Lean sinn:

Sanasan


Sanasan