Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 7:12 - પવિત્ર બાઇબલ C.L.

12 પછી શમુએલે એક પથ્થર લઈને મિસ્પા અને રોનની વચ્ચે ઊભો કર્યો અને કહ્યું, “પ્રભુએ આપણને આખે માર્ગે મદદ કરી છે.” અને તેથી તેણે તેનું નામ ‘એબેન-એઝેર’ એટલે, “મદદનો પથ્થર” પાડયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 ત્યારે શમુએલે એક પથ્થર લઈને મિસ્પા તથા શેનની વચ્ચે તે ઊભો કર્યો, ને તેનું નામ એબેન-એઝેર પાડીને કહ્યું, “અત્યાર સુધી યહોવાએ આપણને સહાય કરી છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 ત્યારે શમુએલે એક પથ્થર લઈને મિસ્પા તથા શેનની વચ્ચે ઊભો કર્યો. તેનું નામ એબેન-એઝેર પાડીને, કહ્યું, “અત્યાર સુધી ઈશ્વરે આપણી સહાય કરી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 ત્યારે શમુએલે ત્યાં એક પથ્થર લઈને મિસ્પાહ અને શેન વચ્ચે ઊભો કર્યો. અને તેનું નામ “એબેન-એઝેર” પાડીને કહ્યું કે, “અત્યાર સુધી યહોવાએ આપણને મદદ કરી છે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 7:12
18 Iomraidhean Croise  

અબ્રાહામે તે સ્થળનું નામ યાહવે-યિરેહ (પ્રભુ પૂરું પાડે છે) પાડયું. આજ સુધી લોકોમાં કહેવાય છે કે પ્રભુના પહાડ પર પૂરું પાડવામાં આવશે.


પણ જે સ્થળે ઈશ્વરે યાકોબ સાથે વાત કરી હતી ત્યાં યાકોબે એક સ્તંભ ઊભો કર્યો, તેના પર તેણે દ્રાક્ષાસવનું અર્પણ ચડાવ્યું અને તેનો તેલથી અભિષેક કર્યો.


હે ઈશ્વર, હું નાનો હતો ત્યારથી તમે મને શીખવ્યું છે, અને હજુ પણ હું તમારાં અદ્‍ભુત કાર્યો પ્રગટ કરું છું.


હું માતાના ઉદરમાં હતો ત્યારથી જ તમે મારા આધાર બન્યા છો; અને જન્મ્યો ત્યારથી તમે મારા રક્ષક છો; હું નિત્ય તમારી સ્તુતિ કરીશ.


મોશેએ એક વેદી બાંધી અને તેનું નામ ‘યાહવે-નિસ્સી’ (યાહવે મારો વિજયધ્વજ) પાડયું.


એ સમયે ઇજિપ્તના મધ્ય ભાગમાં પ્રભુને સમર્પિત એવી વેદી હશે અને ઇજિપ્તની સરહદ પર પ્રભુના સ્મરણાર્થે શિલાસ્તંભ સ્થપાશે.


પણ આજ દિન સુધી ઈશ્વરે મદદ કરી છે, અને તેથી નાનાંમોટાં સર્વ સમક્ષ મારી સાક્ષી આપતાં હું અહીં ઊભો છું. જે બાબતો વિશે સંદેશવાહકો અને મોશેએ કહ્યું હતું તે જ હું કહું છું.


મોતનાં આવાં ભયંકર જોખમોમાંથી ઈશ્વરે અમને બચાવ્યા છે, અને બચાવશે. અમે આશા રાખી છે કે તે અમને ફરીથી પણ બચાવશે.


યજ્ઞકારો કરારપેટી ઊંચકીને જ્યાં યર્દનની વચમાં ઊભા રહ્યા હતા ત્યાં પણ યહોશુઆએ બાર પથ્થર ઊભા કર્યા. આજે પણ એ પથ્થરો ત્યાં છે.


શાઉલે ત્યાં પ્રભુને માટે સૌ પ્રથમ વેદી બાંધી.


એ સમયે પલિસ્તીઓ ઇઝરાયલીઓ સામે લડવા એકત્ર થયા હોવાથી ઇઝરાયલી લોકો પલિસ્તીઓ સામે લડવા ગયા. ઇઝરાયલીઓએ એબેન-એઝેરમાં અને પલિસ્તીઓએ એફેકમાં છાવણી નાખી હતી.


પલિસ્તીઓ ઈશ્વરની કરારપેટી કબજે કર્યા પછી તેને એબેનએઝેરથી આશ્દોદ નગરમાં લઈ ગયા.


ઇઝરાયલીઓ મિસ્પામાંથી નીકળી આવ્યા અને છેક બેથકારના નીચાણના પ્રદેશ સુધી પલિસ્તીઓનો પીછો કરી તેમનો સંહાર કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan