૧ શમુએલ 6:9 - પવિત્ર બાઇબલ C.L.9 પછી તે ક્યાં જાય છે તેનું ધ્યાન રાખો. જો તે પોતાના દેશની સરહદના બેથ શેમેશ નગર તરફ જાય તો માનવું કે આપણા પર આ ભયંકર આફત મોકલનાર ઇઝરાયલીઓના ઈશ્વર જ છે, પણ જો તેમ ન થાય, તો પછી આપણને ખબર પડશે કે આ પ્લેગનો રોગ તેમણે મોકલ્યો નથી, પણ માત્ર આકસ્મિક ઘટના છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને જો, તે પોતાની સીમને માર્ગે થઈને બેથ-શેમેશ તરફ જાય, તો તે જ આપણા પર આ મોટી આફત લાવ્યો છે. પણ જો તે તરફ તે ન જાય, તો આપણે જાણીશું કે આપણને મારનાર તે તેનો હાથ નથી; પણ દૈવયોગે એ આપણા પર આવી પડ્યું હતું.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પછી જુઓ; તે પોતાના માર્ગે બેથ-શેમેશ તરફ જાય, તો તે જ ઈશ્વર આપણા પર આ મોટી આફત લાવ્યા છે. પણ જો તેમ નહિ, તો આપણે જાણીશું કે તેમના હાથે આપણને દુઃખી કર્યા નથી; પણ છતાં, ઈશ્વરે નિર્મિત કર્યા મુજબ એ આપણને થયું હતું.” Faic an caibideilપવિત્ર બાઈબલ9 ગાડા ઉપર નજર રાખો. આ ભયંકર આફત ઇસ્રાએલના દેવ યહોવાથી આપણી પર આવી છે. પણ જો એ બેથ-શેમેશ ન જાય તો આ ભયંકર આફત યહોવાથી નથી આવી, તે આપમેળે અણધાર્યું થયું છે.” Faic an caibideil |