૧ શમુએલ 6:18 - પવિત્ર બાઇબલ C.L.18 પલિસ્તીઓના પાંચ રાજવીઓના શાસન તળેનાં કિલ્લેબંધીવાળાં નગરો તેમ જ ખુલ્લાં ગામોની સંખ્યા પ્રમાણે તેમણે સોનાના ઉંદર મોકલ્યા હતા. બેથશેમેશમાં યહોશુઆના ખેતરમાંનો મોટો ખડક કે જેના પર તેમણે પ્રભુની કરારપેટી મૂકી હતી તે ખડક હજુ પણ એ બનાવની સાક્ષી પૂરતો ત્યાં ઊભો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 વળી જે મોટા પથ્થર પર તેઓએ યહોવાનો કોશ મૂક્યો હતો, ને જે આજ સુધી યહોશુઆ બેથ-શેમેશીના ખેતરમાં છે, એ પથ્થર સુધી આવેલાં પલિસ્તીઓનાં સર્વ નગરો, એટલે કોટવાળાં નગરો તથા સીમનાં ગામડાં, જે એ પાંચ સરદારોનાં હતાં, તે નગરોની સંખ્યા મુજબ સોનાના ઉંદરો હતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 જે મોટા પથ્થર પર તેઓએ ઈશ્વરનો કોશ મૂક્યો હતો, જે આજદિન સુધી યહોશુઆ બેથ-શેમેશીના ખેતરમાં છે તે પથ્થર સુધીના પલિસ્તીઓનાં સર્વ કિલ્લાવાળાં નગરો તથા સીમનાં ગામડાંઓ જે તે પાંચ સરદારોના હતાં, તે પલિસ્તીઓનાં પાંચ અધિકારીઓની સંખ્યા મુજબ સોનાના ઉંદરો હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ18 પલિસ્તીઓએ પાંચ પલિસ્તી શાસનકર્તાઓના કિલ્લાબંધી નગરોની સંખ્યા પ્રમાંણે ઉંદરોના સોનાના નમૂના મોકલ્યા. બેથ-શેમેશના લોકોએ દેવના પવિત્રકોશને ખડક પર મુક્યો. આ ખડક હજી પણ બેથ-શેમેશમાં યહોશુઆનાં ખેતરમાં છે. Faic an caibideil |