Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 6:14 - પવિત્ર બાઇબલ C.L.

14 ગાડું બેથશેમેશના રહેવાસી યહોશુઆના ખેતરમાં આવીને ઊભું રહ્યું. ત્યાં એક મોટો ખડક હતો. એટલે લોકોએ ગાડાનાં લાકડાં ચીર્યાં, ગાયોનો વધ કર્યો અને ઈશ્વરને બલિ તરીકે તેમનું દહન કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તે ગાડું યહોશુઆ બેથ-શેમેશીના ખેતરમાં આવ્યું, ને ત્યાં થોભ્યું, તે ઠેકાણે એક મોટો પથ્થર હતો; અને તેઓએ ગાડામાં લાકડાં ચીરીને યહોવાની આગળ તે ગાયોનું દહનીયાર્પણ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તે ગાડું બેથ-શેમેશીના નગરમાંથી યહોશુઆના ખેતરમાં આવ્યું અને ત્યાં થોભ્યું. એક મોટો પથ્થર ત્યાં હતો, તેઓએ ગાડામાં લાકડાં ચીરીને, ઈશ્વર આગળ તે ગાયોનું દહનીયાર્પણ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 ગાડું બેથ-શેમેશના યહોશુઆના ખેતરમાં આવ્યું. તે એક મોટા ખડક પાસે ઊભું રહ્યું, લોકોએ લાકડાનું ગાડું તોડી નાખ્યું અને તેઓએ ગાયોને યહોવાની પ્રશંસામાં અર્પણ કરી નાખી.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 6:14
13 Iomraidhean Croise  

એ જ દિવસે ગાદે દાવિદ પાસે જઈને તેને કહ્યું, “અરાવ્નાના અનાજના ખળાએ જા અને ત્યાં પ્રભુને માટે વેદી બાંધ.”


અરાવ્નાએ કહ્યું, “હે રાજા, મારા માલિક, આપ એ લઈ લો અને આપે પ્રભુને જે અર્પણ ચઢાવવું હોય તે ચઢાવો. વેદી પર દહન કરવા માટે અહીં સાંઢ છે. બળતણ માટે અહીં તેમની ઝૂંસરીઓ અને અનાજ ઝૂડવાનાં પાટિયાં છે.”


પછી તેણે પ્રભુને માટે વેદી બાંધી અને દહનબલિ તથા સંગતબલિ અર્પ્યા. પ્રભુએ દાવિદની દેશ માટે કરેલી પ્રાર્થના માન્ય કરી અને ઇઝરાયલમાંથી રોગચાળો બંધ થયો.


પછી એલિશા તેના બળદની જોડ પાસે ગયો અને તેમને કાપ્યા પછી બળતણ માટે ઝૂંસરી વાપરીને તેણે ખોરાક રાંયો. તેણે લોકોને માંસ આપ્યું એટલે તેમણે તે ખાધું. પછી એ એલિયાની પાછળ ગયો અને તેનો સહાયક બન્યો.


મારે માટે માટીની વેદી બનાવજો અને તે પર દહનબલિ તથા સંગતબલિ તરીકે ઘેટાંબકરાં અને ઢોરઢાંકનાં અર્પણો ચડાવજો. હું જે જે સ્થાન ભક્તિ માટે અલગ કરીશ ત્યાં ત્યાં હું તમારી પાસે આવીને તમને આશિષ આપીશ.


બીજે દિવસે લોકો વહેલી સવારે ઊઠયા અને ત્યાં એક વેદી બાંધી. તેમણે સંગતબલિ તથા પૂર્ણ દહનબલિ ચડાવ્યા.


આ ટેકરા પર તારા ઈશ્વર પ્રભુને માટે નમૂના મુજબની વેદી બાંધ. પછી તે કાપી નાખેલા અશેરાદેવીના સ્તંભનો બળતણના લાકડાં તરીકે ઉપયોગ કરી પેલા બીજા આખલાનું બાંધેલી વેદી પર પૂર્ણ દહનબલિ ચડાવ.”


એ જ વખતે શાઉલ ખેતરમાંથી પોતાના બળદને લઈને આવતો હતો. તેણે પૂછયું, “શું થયું છે? બધા કેમ રડે છે?” તેમણે તેને યાબેશથી આવેલા સંદેશકોએ આપેલા સમાચાર જણાવ્યા.


તેણે કહ્યું, ‘મને કૃપા કરી જવા દે; કારણ, મારું કુટુંબ નગરમાં યજ્ઞાર્પણની મિજબાની ઊજવે છે. અને મારા ભાઈએ મને ત્યાં હાજર રહેવા આજ્ઞા કરી છે. તેથી જો તને મારે માટે લાગણી હોય તો મને જઈને મારા સંબંધીઓને મળવા જવા દે’, એટલે જ તે રાજાના ભોજનમાં હાજર નથી.”


બેથ શેમેશના લોકો ખીણ પ્રદેશમાં ઘઉં કાપતા હતા. અચાનક તેમણે નજર ઉઠાવીને જોયું તો કરારપેટી દેખાઈ અને એ જોઈને તેઓ ખૂબ જ આનંદમાં આવી ગયા.


પલિસ્તીઓના પાંચ રાજવીઓના શાસન તળેનાં કિલ્લેબંધીવાળાં નગરો તેમ જ ખુલ્લાં ગામોની સંખ્યા પ્રમાણે તેમણે સોનાના ઉંદર મોકલ્યા હતા. બેથશેમેશમાં યહોશુઆના ખેતરમાંનો મોટો ખડક કે જેના પર તેમણે પ્રભુની કરારપેટી મૂકી હતી તે ખડક હજુ પણ એ બનાવની સાક્ષી પૂરતો ત્યાં ઊભો છે.


Lean sinn:

Sanasan


Sanasan