Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 5:8 - પવિત્ર બાઇબલ C.L.

8 તેથી તેમણે સંદેશકો મોકલીને પલિસ્તીઓના બધા રાજવીઓને એકત્ર કરીને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વરની કરારપેટીનું હવે આપણે શું કરીશું?” તેમણે કહ્યુ, “તેને ગાથમાં લઈ જાઓ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 માટે તેઓએ માણસ મોકલીને પલિસ્તીઓના સર્વ સરદારોને પોતાની પાસે એકઠા કરીને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વરના કોશનું આપણે કેમ કરવું?” ત્યારે તેઓએ ઉત્તર આપ્યો, “ઇઝરાયલના ઈશ્વરનો કોશ અહીંથી ગાથમાં લઈ જાઓ.” એટલે તેઓ ઇઝરાયલના ઈશ્વરનો કોશ [ત્યાં] લઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 માટે તેઓએ માણસ મોકલીને પલિસ્તીઓના સર્વ અધિકારીઓને એકઠા કર્યા; તેઓએ તેમને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વરના કોશનું અમારે શું કરવું?” તેઓએ ઉત્તર આપ્યો કે, ઇઝરાયલના ઈશ્વરનો કોશ અહીંથી ગાથમાં લઈ જાઓ, અને તેઓ ઇઝરાયલના ઈશ્વરનો કોશ ત્યાં લઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 આથી તેમણે સર્વ પલિસ્તી રાજાઓને બોલાવ્યા અને કહ્યું, “ઇસ્રાએલીઓના દેવના પવિત્રકોશ સાથે આપણે શું કરીશું?” શાસનકર્તાઓએ કહ્યું, “તેને ગાથ ખસેડો.” તેથી તેઓ તેને ગાથ લઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 5:8
11 Iomraidhean Croise  

શૂથેલા, બેરેદ, તાહાથ, એલ્યાદા, ઝાબાદ, શૂથેલા. એફ્રાઈમને શૂથેલા સિવાય બીજા બે પુત્રો હતા: એઝેર અને એલ્યાદ, જેઓ ગાથના મૂળ રહેવાસીઓનાં ઢોરઢાંક ઉપાડી જતા હતા ત્યારે માર્યા ગયા હતા.


જઈને કાલ્ને શહેરને જુઓ. ત્યાંથી મહાનગર હમાથની મુલાકાત લો અને આગળ વધીને પલિસ્તીઓના શહેર ગાથમાં જાઓ. શું તેઓ યહૂદિયા અને ઇઝરાયલનાં રાજ્યો કરતાં કંઈ સારાં છે? શું તેમનો વિસ્તાર તમારા વિસ્તાર કરતાં વધારે છે?


પણ એ સમય આવે ત્યારે, હું યરુશાલેમને ભારે પથ્થર જેવું બનાવી દઈશ. એને ઉપાડવા જનાર કોઈ પણ પ્રજા નુક્સાન પામશે. દુનિયાની સઘળી પ્રજાઓ તેના પર આક્રમણ કરવા પોતાનાં સૈન્યો એકઠાં કરશે.


ઇજિપ્તની સરહદ પર આવેલા શિહોર વહેળાથી માંડીને ઉત્તરમાં છેક એક્રોન સુધીનો પ્રદેશ કનાનીઓનો ગણાતો. ગાઝા, આશ્દોદ, આશ્કલોન, ગાથ અને એક્રોનમાં પલિસ્તીઓના સરદારો રહેતા હતા.


તે સીમા ત્યાંથી નીકળીને એક્રોનની ઉત્તરે આવેલા પર્વત સુધી પહોંચી, શિક્કેરોન તરફ વળાંક લઈ બાઅલા પર્વતની બાજુ પર થઈને આબ્નએલ તરફ ગઈ અને ભૂમધ્ય સમુદ્ર પાસે પૂરી થઈ.


ગાથ નગરનો ગોલ્યાથ નામનો યોદ્ધો ઇઝરાયલીઓને પડકારવાને પલિસ્તીઓની છાવણીમાંથી નીકળી આવ્યો. તે આશરે ત્રણેક મીટર ઊંચો હતો.


ઇઝરાયલ અને યહૂદિયાના માણસો તેમની પાછળ પોકાર કરતા કરતા દોડયા અને છેક ગાથ અને એક્રોનના દરવાજાઓ સુધી તેમનો પીછો કર્યો. છેક ગાથ અને એક્રોન સુધી શઆરીમના માર્ગ પર પલિસ્તીઓ ઘવાઈને પડયા.


આખીશે દાવિદને બોલાવીને કહ્યું, “પ્રભુના જીવના સમ, તું મને વફાદાર રહ્યો છે અને તું મારી સાથે આવીને યુદ્ધમાં ભાગ લે એ મને ગમ્યું હોત. તું મારી પાસે આવ્યો તે દિવસથી અત્યાર સુધી મને તારામાં કંઈ દોષ માલૂમ પડયો નથી. પણ બીજા રાજવીઓ તને સ્વીકારવા તૈયાર નથી.


તેથી તેમણે ફરીથી પલિસ્તીઓના રાજવીઓને બોલાવડાવીને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વરની કરારપેટી તેના સ્થાને પાછી મોકલી આપો. જેથી તે અમને અને અમારા કુટુંબોને મારી નાખે નહિ.” ઈશ્વર તેમને સખત શિક્ષા કરી રહ્યા હોવાથી આખા શહેર પર આફત ઊતરી હતી.


એ જોઈને આશ્દોદના લોકોએ કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર આપણને અને આપણા દેવ દાગોનને શિક્ષા કરે છે. આપણે હવે આ કરારપેટીને અહીં વધુ સમય રાખી શકીએ નહિ.”


તે પછી પલિસ્તીઓએ યજ્ઞકારો અને જ્યોતિષીને બોલાવીને પૂછયું, “પ્રભુની કરારપેટીનું આપણે શું કરીશું? તેને તેના મૂળ સ્થાને પાછી મોકલવી હોય, તો આપણે એને શી રીતે મોકલીએ?”


Lean sinn:

Sanasan


Sanasan