Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 5:6 - પવિત્ર બાઇબલ C.L.

6 પ્રભુએ આશ્દોદના લોકોને આકરી શિક્ષા કરી અને તેમનો નાશ કર્યો. તેમણે તેમને અને આસપાસના પ્રદેશના સર્વ લોકોને પ્લેગની ગાંઠોના રોગથી માર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 પણ યહોવાનો હાથ આશ્દોદીઓ પર ભારે હતો, ને તેમણે તેઓનો નાશ કર્યો, ને તેઓને એટલે આશ્દોદ તથા તેની સરહદમાં રહેનારાઓને, ગાંઠિયા રોગથી માર્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 ઈશ્વરનો હાથ આશ્દોદીઓ ઉપર ભારે હતો. તેમણે તેઓનો નાશ કર્યો, તેઓને એટલે આશ્દોદ તથા તેની સરહદમાં રહેનારાઓને ગાંઠના રોગથી માર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 યહોવાએ આશ્દોદના લોકોને સખત સજા કરીને તેમને ભયભીત બનાવી દીધા; તેમણે આશ્દોદ અને તેની આસપાસના પ્રદેશના લોકોમાં ગૂંમડાંનો રોગચાળો ફેલાવી દીધો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 5:6
13 Iomraidhean Croise  

દુકાળ દેશનો વિનાશ કરશે અને સમૃદ્ધિનો સમય સંપૂર્ણપણે ભુલાઈ જશે, કારણ, તે પછી આવનાર દુકાળ ઘણો કારમો હશે.


શું દુરાચારીઓ માટે વિપત્તિ, અને અધર્મીઓ માટે આફત નથી?


પ્રભુ તેમના પર પ્રીતિ રાખનાર સર્વનું રક્ષણ કરે છે, પરંતુ તે સર્વ દુષ્ટોનો સંહાર કરે છે.


તે જુલમપીડિતોને સહારો આપે છે. પરંતુ દુષ્ટોને જમીનદોસ્ત કરી નાખે છે.


કારણ, રાતદિવસ તમારી ભારે શિક્ષાનો હાથ મારા પર હતો. ઉનાળાની ગરમીમાં ભેજ સુકાઈ જાય તેમ મારું બળ સુકાઈ ગયું. (સેલાહ)


તેમણે શત્રુઓને મારીને નસાડી દીધા; સદાને માટે તેમને પરાજયથી લજ્જિત કર્યા.


તો તારાં સઘળાં પશુઓ ઉપર, એટલે ઘોડા, ગધેડાં, ઊંટો, ગાયબળદો તથા ઘેટાંબકરાં ઉપર ભયંકર રોગચાળો લાવીને તમને આકરી સજા કરીશ.


પ્રભુનો હાથ હમણાં જ તારા પર પડશે; તું આંધળો થઈ જઈશ, અને કેટલાક સમય સુધી તું દિવસનું અજવાળું જોઈ શકીશ નહીં.” તરત જ એલિમાસને તેની આંખો જાણે ગાઢા ધૂમ્મસથી છવાઈ ગઈ હોય તેવો અનુભવ થયો, અને કોઈ તેને હાથ પકડીને દોરી જાય તે માટે કોઈને શોધવા તે આમતેમ ફરવા લાગ્યો.


પ્રભુ તમને ઇજિપ્તના લોકોને થયા હતાં તેવાં ગૂમડાં, ગાંઠો, રક્તપિત્ત અને ખસ-ખૂજલીથી મારશે.


તેથી તેમણે ફરીથી પલિસ્તીઓના રાજવીઓને બોલાવડાવીને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વરની કરારપેટી તેના સ્થાને પાછી મોકલી આપો. જેથી તે અમને અને અમારા કુટુંબોને મારી નાખે નહિ.” ઈશ્વર તેમને સખત શિક્ષા કરી રહ્યા હોવાથી આખા શહેર પર આફત ઊતરી હતી.


એ જોઈને આશ્દોદના લોકોએ કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર આપણને અને આપણા દેવ દાગોનને શિક્ષા કરે છે. આપણે હવે આ કરારપેટીને અહીં વધુ સમય રાખી શકીએ નહિ.”


તેથી તેઓ તેને ત્યાં લઈ ગયા. પણ તે ત્યાં પહોંચ્યા પછી પ્રભુએ એ નગર પર પ્લેગની મોટી આફત લાવ્યા. શહેરના નાનામોટા સૌ લોકોને પ્રભુએ પ્લેગની ગાંઠોના રોગથી માર્યા.


Lean sinn:

Sanasan


Sanasan