Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 5:3 - પવિત્ર બાઇબલ C.L.

3 બીજે દિવસે વહેલી સવારે આશ્દોદના લોકોએ જોયું કે દાગોનની મૂર્તિ પ્રભુની કરારપેટી સમક્ષ જમીન પર ઊંધી પડેલી હતી. તેમણે મૂર્તિને લઈને ફરીથી તેને તેની જગ્યાએ મૂકી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 બીજે દિવસે આશ્દોદીઓ પરોઢિયે ઊઠ્યા ત્યારે, જુઓ, દાગોન યહોવાના કોશ આગળ ભૂમિ પર ઊંધો પડેલો હતો. અને તેઓએ દાગોનને લઈને તેની જગાએ પાછો બેસાડ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 જયારે બીજે દિવસે આશ્દોદીઓ વહેલી સવારે ઊઠ્યા, ત્યારે, જુઓ, દાગોને ઈશ્વરના કોશ આગળ ભૂમિ પર ઊંધો પડેલો હતો. તેથી તેઓએ દાગોનને લઈને તેના અસલ સ્થાને પાછો બેસાડ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 બીજે દિવસે સવારે આશ્દોદના લોકો ઊઠયા, ત્યારે દાગોન ઊંઘે માંથે યહોવાના કોશ આગળ પડેલો હતો. તેઓએ તેને ઉપાડીને પાછો તેની જગ્યા પર બેસાડયો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 5:3
17 Iomraidhean Croise  

તેમણે તેમને આપવામાં આવેલો આખલો લઈને તેને તૈયાર કર્યો અને બપોર સુધી બઆલની પ્રાર્થના કરી. તેમણે સવારથી પોકાર કર્યા કર્યો, “બઆલ, અમને જવાબ આપો.” વળી, પોતે બાંધેલી વેદીની આસપાસ તેઓ નાચતા-કૂદતા રહ્યા. પણ અવાજ સંભળાયો નહિ કે કોઈ જવાબ મળ્યો નહિ.


તેમને હાથ છે, પણ સ્પર્શી શક્તી નથી; પગ છે, પણ ચાલી શક્તી નથી. અરે, તેઓ પોતાના ગળામાંથી શ્વાસોચ્છવાસનો અવાજ પણ કાઢી શક્તી નથી.


પ્રતિમાઓની પૂજા કરનારા સર્વ લોકો અને વ્યર્થ મૂર્તિઓમાં ગૌરવ લેનારા લોકો લજ્જિત થાઓ. હે સર્વ દેવો, તમે પ્રભુને પ્રણામ કરો.


“તે રાત્રે હું આખા ઇજિપ્ત દેશમાં ફરીશ અને ઇજિપ્તીઓ અને તેમનાં પ્રાણીઓનાં સર્વ પ્રથમજનિતોનો સંહાર કરીશ. હું ઇજિપ્તના સર્વ દેવોને સજા કરીશ. હું પ્રભુ છું.


ઇજિપ્ત વિષેનો આ સંદેશ છે: પ્રભુ વેગવાન વાદળ પર સવાર થઈને ઇજિપ્તમાં આવે છે. તેમની સમક્ષ ઇજિપ્તની મૂર્તિઓ ધ્રૂજી ઊઠી છે અને ઇજિપ્તના લોકોના હોશકોશ ઊડી ગયા છે.


મૂર્તિ બનાવવા સોનુંરૂપું અર્પણ કરી ન શકે તેવા ગરીબ લોકો છેવટે સડી ન જાય એવું લાકડું પસંદ કરે છે અને તેમાંથી સડી ન જાય એવી મૂર્તિ બનાવવા કુશળ કારીગરને શોધે છે.


મૂર્તિને હથોડીથી ટીપી ટીપીને લીસી બનાવનાર એરણ પર ઘણ મારનારને ઉત્તેજન આપતાં કહે છે. “રેણ સારું થયું છે.” આમ, તેમણે મૂર્તિને ગબડી ન પડે એ રીતે ખીલાથી સજ્જડ જડી દીધી.


તેઓ તેને ખભે ઊંચકીને લઈ જાય છે અને તેને સ્થાને તેનું સ્થાપન કરે છે. પછી એ દેવ ત્યાં ઊભો રહે છે અને ત્યાંથી ખસતો નથી. જો કોઈ તેને પ્રાર્થના કરે તો તે તેને જવાબ આપતો નથી કે તેમને આફતમાંથી ઉગારતો નથી.


તેઓ બધા જ અક્કલહીન અને મૂર્ખ છે; તેઓ લાકડાંની મૂર્તિઓ પાસેથી શું શીખી શકે?


પ્રભુ તેમને ગભરાવી મૂકશે. તે પૃથ્વીના દેવોને નષ્ટ કરશે, અને ત્યારે તો સર્વ પ્રજાઓ પોતપોતાના દેશમાં પ્રભુની ભક્તિ કરશે.


અને અશુદ્ધ આત્મા વળગેલા માણસો ઈસુને જોઈને તેમને પગે પડીને પોકારી ઊઠતા, “તમે તો ઈશ્વરપુત્ર છો!”


ઈશ્વરની કરારપેટી પલિસ્તીઓના દેશમાં સાત મહિના રહી.


તમારા દેશને રંજાડનાર ગાંઠો અને ઉંદરોના નમૂના બનાવો અને એમ ઇઝરાયલના ઈશ્વરને સન્માન આપો. કદાચ તે તમને, તમારા દેવોને અને તમારા દેશને શિક્ષા કરવાનું બંધ કરે.


Lean sinn:

Sanasan


Sanasan