Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 4:3 - પવિત્ર બાઇબલ C.L.

3 બચી ગયેલા લોકો છાવણીમાં પાછા આવ્યા ત્યારે ઇઝરાયલના આગેવાનોએ કહ્યું, “આજે પ્રભુએ આપણને પલિસ્તીઓ સામે કેમ હરાવ્યા છે? આપણે શીલોમાંથી પ્રભુની કરારપેટી લાવીએ, જેથી તે આપણી સાથે આવીને આપણા દુશ્મનોથી આપણને બચાવે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને લોક છાવણીમાં પાછા આવ્યા, ત્યારે ઇઝરાયલના વડીલોએ કહ્યું, “આજે યહોવાએ પલિસ્તીઓને હાથે આપણને કેમ માર ખવડાવ્યો છે? શીલોમાંથી યહોવાના કરારનો કોશ આપણે પોતાની પાસે લાવીએ કે, તે આપણી મધ્યે આવીને આપણા શત્રુઓના હાથમાંથી આપણને બચાવે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 જયારે લોકો છાવણીમાં આવ્યા, ત્યારે ઇઝરાયલના વડીલોએ કહ્યું, “શા માટે આજે ઈશ્વરે પલિસ્તીઓની સામે આપણને હરાવ્યા? ચાલો આપણે શીલોમાંથી ઈશ્વરનો કરારકોશ પોતાની પાસે લાવીએ, કે તે આપણી સાથે અહીં રહે, જેથી આપણને આપણા શત્રુઓના હાથમાંથી બચાવે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 જયારે બાકીનાં સૈનિકો તેમની છાવણીમાં પાછા આવ્યા ત્યારે ઇસ્રાએલીઓના આગેવાનોએ પૂછયું, “યહોવાએ પલિસ્તીઓના હાથે આપણને કેમ હરાવ્યા? ચાલો, આપણે શીલોહ જઈને યહોવાના કરારકોશને લઈ આવીએ. આ રીતે દેવ આપણી વચ્ચે રહેશે અને આપણું દુશ્મનોથી રક્ષણ કરશે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 4:3
34 Iomraidhean Croise  

યજ્ઞકાર અબ્યાથાર પણ ત્યાં હતો. પછી રાજાએ સાદોકને કહ્યું, “કરારપેટી પાછી નગરમાં લઈ જા. પ્રભુની મારા પર રહેમનજર થશે તો કોઈક દિવસે એ મને જોવા મળશે અને જ્યાં એ રાખવામાં આવે છે ત્યાં પ્રભુ મને લઈ જશે.


હવે દાવિદ રાજા પોતાના મહેલમાં રહેતો હતો. એક દિવસે તેણે નાથાન સંદેશવાહકને બોલાવી તેને કહ્યું, “હું અહીં ગંધતરુના મહેલમાં રહું છું, પણ પ્રભુની કરારપેટી તો તંબૂમાં રાખવામાં આવે છે!”


હે ઈશ્વર, તમે અમને સદાને માટે કેમ તજી દીધા છે? તમારા ચરાણનાં ઘેટાં વિરુદ્ધ તમારો ક્રોધાગ્નિ કેમ ભભૂકી ઊઠયો છે?


શા માટે તમે તમારો હાથ પાછો રાખો છો? શા માટે તમારો જમણો ભૂજ ખોળામાં સંતાડો છો?


પ્રભુ પૂછે છે, “મેં તમારી માતાથી લગ્નવિચ્છેદ કર્યો હોય તો તેનું પ્રમાણપત્ર ક્યાં છે? અથવા મારા કયા લેણદારને ત્યાં મેં તેને વેચી દીધી છે? તમે તો તમારા પાપને લીધે વેચાયા હતા અને તમારા અપરાધને લીધે તમારી માતાને કાઢી મૂકવામાં આવી હતી.


તેઓ પૂછે છે, “પ્રભુ, અમે ઉપવાસ કર્યો છતાં તમે તે લક્ષમાં કેમ લીધો નથી? અમે આત્મકષ્ટ કર્યું છતાં તમે તે પ્રત્યે ધ્યાન કેમ આપ્યું નથી?” પ્રભુ તેમને કહે છે, “હકીક્ત એમ છે કે તમે તમારા ઉપવાસને દિવસે તમારાં તમામ કામક્જ કરો છો અને તમારા સર્વ મજૂરો પર જુલમ ગુજારો છો.


સાચે જ પ્રભુનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે તમને બચાવી લેવાને પહોંચી ન શકે; અને તેમના કાન એવા મંદ થઈ ગયા નથી કે તે તમારું સાંભળી ન શકે.


પણ તમારા અપરાધોએ તમારી અને તમારા ઈશ્વરની વચમાં આડશ ઊભી કરી છે, અને તમારાં પાપને લીધે પ્રભુએ પોતાનું મુખ તમારા પરથી ફેરવી લીધું છે, અને તેથી તે સાંભળતા નથી.


પછી દેશમાં તમે સંખ્યામાં વૃદ્ધિ પામશો અને આબાદ થશો ત્યારે લોકો પ્રભુની કરારપેટી વિષે વાત કરશે નહિ. તેઓ તે વિષે વિચારશે નહિ કે તેને યાદ પણ કરશે નહિ; તેમને તેની ખોટ સાલશે નહિ કે નવી બનાવશે પણ નહિ.


‘આ પ્રભુનું મંદિર છે, આ પ્રભુનું મંદિર છે, આ પ્રભુનું મંદિર છે’: એવા ભ્રામક શબ્દો પર ભરોસો મૂકશો નહિ.


પ્રભુના પવિત્ર પર્વત સિનાઈથી તેઓ ચાલી નીકળ્યા અને ત્રણ દિવસ સુધી મુસાફરી કરી. પ્રભુની કરારપેટી તેમને માટે વિશ્રામનું સ્થાન શોધવા માટે તેમની આગળ રહેતી.


જ્યારે કરારપેટી ઉપાડવામાં આવતી ત્યારે મોશે કહેતો, “હે પ્રભુ, ઊઠો, તમારા દુશ્મનોને વેરવિખેર કરી નાખો અને તમારો ધિક્કાર કરનારાઓ તમારી સમક્ષથી નાસી જાઓ.”


મોશેએ તેમને યુધ કરવાને મોકલી આપ્યા અને યજ્ઞકાર એલાઝારનો પુત્ર ફિનહાસ પવિત્રસ્થાનનાં પાત્રો અને યુધનાદ પોકારવાનાં રણશિંગડા લઈને તેમની સાથે ગયો.


તે જોઈને પૃથ્વીની બધી પ્રજાઓ પૂછશે, ‘શા માટે પ્રભુએ તેમના દેશની આવી દુર્દશા કરી? તેમના ભારે અને ઉગ્ર કોપનું કારણ શું?’


“આ નિયમનું પુસ્તક લો અને તેને તમારા ઈશ્વર પ્રભુની કરારપેટીની બાજુમાં મૂકો; જેથી તે ત્યાં તમારી વિરૂધ સાક્ષી તરીકે રહે.


ધર્મના બાહ્ય રૂપને તેઓ પકડી રાખશે, પણ તેના વાસ્તવિક સામર્થ્યનો નકાર કરશે. આવા પ્રકારના માણસોથી દૂર રહે.


તેમાં ધૂપ બાળવા માટેની સુવર્ણ વેદી અને ચોમેર સોનાથી મઢેલી કરારપેટી હતાં. આ પેટીમાં માન્‍ના ભરેલું સુવર્ણપાત્ર, કળીઓ ફૂટેલી આરોનની લાકડી અને આજ્ઞાઓ લખેલી પથ્થરની બે પાટીઓ હતાં.


ત્યારે તમે તેમને કહેજો કે પ્રભુની કરારપેટીએ યર્દન નદી પાર કરી ત્યારે નદીનું વહેણ કપાઈ ગયું. આમ, એ પથ્થરો અહીં બનેલા આ બનાવની ઇઝરાયલી લોકોને સદા યાદ આપશે.”


નૂનના પુત્ર યહોશુઆએ યજ્ઞકારોને બોલાવીને કહ્યું, “પ્રભુની કરારપેટી ઉપાડો, અને તમારામાંથી સાત જણ હાથમાં રણશિંગડાં લઈ તેની આગળ જાઓ.”


યહોશુઆએ કહ્યું, “અરેરે પ્રભુ પરમેશ્વર, તમે અમને યર્દનની આ તરફ લાવ્યા જ કેમ? અમને અમોરીઓના હાથમાં સોંપી દેવા? અમારો નાશ કરવા? એના કરતાં અમે યર્દનની પેલી પાર સંતુષ્ઠ થઈ રહ્યા હોત તો કેવું સારું થાત!


હે પ્રભુ, ઇઝરાયલીઓએ પોતાના શત્રુઓની આગળ પીછેહઠ કરી છે; અને તેથી હું શું બોલું?


તે તો બાપ્તિસ્માના પ્રતીકરૂપ હતું, જે હાલ તમને બચાવે છે. એમાં શારીરિક મલિનતાથી સ્વચ્છ થવાની વાત નથી, પણ શુદ્ધ પ્રેરકબુદ્ધિની મારફતે ઈશ્વરને આપવામાં આવેલા વચનની વાત છે.


જો કે તમે બધું જાણો છો તોપણ કેવી રીતે પ્રભુએ ઇઝરાયલ પ્રજાને ઇજિપ્તમાંથી બચાવી હતી અને જેમણે વિશ્વાસ ન કર્યો તેમનો કેવો નાશ કર્યો તેની હું તમને યાદ અપાવવા માગું છું.


તેને દૂધ છોડાવ્યા પછી તે તેને શીલો લઈ ગઈ. તે પોતાની સાથે ત્રણ વર્ષનો વાછરડો, દસ કિલોગ્રામ લોટ અને ચામડાની મશક ભરીને દ્રાક્ષાસવ લઈ ગઈ. તે તેને શીલોમાં પ્રભુના ભક્તિસ્થાનમાં લઈ ગઈ ત્યારે તે બાળક જ હતો.


તેથી શાઉલે યજ્ઞકાર અહિયાને કહ્યું, “ઈશ્વરની કરારપેટી અહીં લાવો.” કારણ, તે વખતે કરારપેટી ઇઝરાયલી લોકો આગળ જતી.


પલિસ્તીઓએ હુમલો કર્યો અને ભીષણ યુદ્ધ પછી તેમણે ઇઝરાયલીઓને હરાવ્યા અને રણમેદાનમાં ચાર હજાર જેટલા માણસોનો ખૂરદો બોલાવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan