Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 4:10 - પવિત્ર બાઇબલ C.L.

10 પલિસ્તીઓએ સખત લડાઈ આપી. ઈઝરાયલીઓ હાર્યા અને પોતાના તંબુઓ તરફ ભાગ્યા. ભારે ક્તલ થઈ. ત્રીસ હજાર ઇઝરાયલી સૈનિકો મરાયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 પલિસ્તીઓ લડ્યા, ને ઇઝરાયલીઓએ માર ખાધો, ને તેઓમાંનો દરેક પોતપોતાના તંબુએ નાસી ગયો; અને ઘણી મોટી કતલ થઈ; કેમ કે ઇઝરાયલના પાયદળમાંથી ત્રી હજાર પડ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પલિસ્તીઓ લડયા, ઇઝરાયલીઓની હાર થઈ. પ્રત્યેક માણસ પોતપોતાના તંબુમાં નાસી ગયો અને ઘણો મોટો સંહાર થયો; કેમ કે ઇઝરાયલીઓમાંથી ત્રીસ હજાર સૈનિકો માર્યા ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તેથી પલિસ્તીઓએ ઇસ્રાએલીઓને હરાવ્યા. ઇસ્રાએલના 30,000 સૈનિકો મર્યા, બાકીના છાવણીમાં નાસી ગયા.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 4:10
19 Iomraidhean Croise  

તેમણે આબ્શાલોમનું શબ લઈને જંગલમાં એક ઊંડા ખાડામાં ફેંકી દીધું અને તેના પર પથ્થરોનો ઢગલો કરી દીધો. પછી સર્વ ઇઝરાયલીઓ છાવણીમાં પોતપોતાના તંબૂએ પાછા ફર્યા.


દાવિદના માણસોએ ઇઝરાયલીઓને હરાવ્યા. એ તો ભયંકર હાર હતી. એ દિવસે વીસ હજાર માણસોનો ખુરદો બોલી ગયો.


પછી રાજા ઊભો થયો અને જઈને શહેરને દરવાજે બેઠો. તે ત્યાં છે એવું સાંભળીને તેના સર્વ સેવકો તેની આજુબાજુ એકઠા થયા. દરમ્યાનમાં સર્વ ઇઝરાયલીઓ પોતપોતાના નગરમાં જતા રહ્યા.


હવે એવું બન્યું કે ગિલ્ગાલમાં બિન્યામીનના કુળના બિખ્રીનો પુત્ર શેબા દુષ્ટ હતો. સંજોગવશાત્ તે ત્યાં હતો. તેણે રણશિંગડું વગાડીને પોકાર કર્યો, “દાવિદને દૂર કરો, તેના રાજવંશમાં આપણો કોઈ લાગભાગ નથી. હે ઇઝરાયલના માણસો, તમે સૌ પોતપોતાને ઘેર જાઓ.”


લોકોએ જોયું કે રાજા તેમનું સાંભળશે નહિ. ત્યારે તેમણે પોકાર કર્યો, “યિશાઈના પુત્ર દાવિદ અને તેના કુટુંબ સાથે અમારે શો સંબંધ છે? અમારે તેની સાથે શી લેવાદેવા છે? ઇઝરાયલના માણસો, ચાલો, પોતપોતાને ઘેર જઈએ. રહાબામ પોતાનું ફોડી લેશે.” આમ, સર્વ ઇઝરાયલીઓ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા.


સૂર્યાસ્ત થતાં ઇઝરાયલી સૈન્યમાં હુકમ કરાયો: “પ્રત્યેક માણસ પોતાના પ્રદેશમાં અને નગરમાં પાછો જાય!”


અમાસ્યાનું સૈન્ય હારી ગયું અને તેના બધા સૈનિકો પોતાને ઘેર નાસી છૂટયા.


અબિયા અને તેના સૈન્યે ઇઝરાયલીઓનો ભારે સંહાર કર્યો. ઇઝરાયલના પાંચ લાખ ચુનંદા સૈનિકો માર્યા ગયા.


યહૂદિયાનું સૈન્ય હારી ગયું અને સૈનિકો પોતપોતાને ઘેર નાસી ગયા.


એફ્રાઈમી સૈનિકો ધનુષબાણથી સજ્જ હોવા છતાં યુદ્ધના સમયે રણમેદાનમાંથી નાસી ગયા.


મારે નામે ભક્તિ કરવા મેં સૌ પ્રથમ પસંદ કરેલા શીલોહ નગરમાં જાઓ અને મારા લોક ઇઝરાયલના પાપને લીધે મેં તેની કેવી દુર્દશા કરી તે જુઓ!


હું તમારી વિરુદ્ધ થઈશ. જેથી, દુશ્મનોને હાથે તમે પરાજિત થશો. તેઓ તમારા પર રાજ ચલાવશે. કોઈ તમારી પાછળ પડયું ન હોવા છતાં તમે બીકના માર્યા નાસભાગ કરશો.


“પણ જો તમે તમારા ઈશ્વર પ્રભુની વાણીને આધીન નહિ થાઓ અને જે સર્વ આજ્ઞાઓ તથા ફરમાનો હું આજે તમને ફરમાવું છું તેમનું પાલન નહિ કરો તો આ બધા શાપ તમારા પર ઊતરી આવશે અને તમને જકડી લેશે:


“તમારા શત્રુઓ સામે પ્રભુ તમને પરાજય પમાડશે. તમે તેમના પર એક માર્ગે હુમલો કરશો, તો તેમની સામેથી સાત માર્ગે નાસી છૂટશો; અને તમારી દશા જોઈને પૃથ્વીની બધી પ્રજાઓ કાંપી ઊઠશે.


પ્રભુએ તેને કહ્યું, “ઇઝરાયલી લોકો મધ્યે હું એવું ભયાનક કાર્ય કરવાનો છું કે તે વિષે સાંભળનાર થરથરી જશે.


પલિસ્તીઓએ હુમલો કર્યો અને ભીષણ યુદ્ધ પછી તેમણે ઇઝરાયલીઓને હરાવ્યા અને રણમેદાનમાં ચાર હજાર જેટલા માણસોનો ખૂરદો બોલાવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan