Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 31:1 - પવિત્ર બાઇબલ C.L.

1 પલિસ્તીઓએ ઈઝરાયલી સાથે ગિલ્બોઆ પર્વત પર યુદ્ધ કર્યું. ત્યાં ઘણા ઇઝરાયલીઓ માર્યા ગયા અને બાકીના નાસી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હવે પલિસ્તીઓએ ઇઝરાયલની સાથે યુદ્ધ કર્યું. ઇઝરાયલના માણસો પલિસ્તીઓની આગળ નાઠા, ને ગિલ્બોઆ પર્વત પર કતલ થઈ પડ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હવે પલિસ્તીઓએ ઇઝરાયલ વિરુદ્ધ લડાઈ કરી. ઇઝરાયલના માણસો પલિસ્તીઓની સામેથી નાસી ગયા. પણ ગિલ્બોઆ પર્વત ઉપર કતલ થઈને પડ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 પલિસ્તીઓ ઇસ્રાએલી સામે લડ્યા; જેઓ નાસી ગયા અને ગિલ્બોઆ પર્વત ઉપર માંર્યા ગયા. ઘણા ઇસ્રાએલીઓ ત્યાં મરી ગયા અને તેમાંનાં ઘણાં ભાગી ગયા.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 31:1
10 Iomraidhean Croise  

ગિલ્બોઆના પર્વતો, તમારા પર વરસાદ કે ઝાકળ ન પડો. કારણ, તમારા રક્ષક્ષેત્ર પર લોહી રેડાયું છે. ત્યાં શૂરવીરોની ઢાલો ધૂળમાં રગદોળાઈને ઝાંખી પડી છે, શાઉલની ઢાલ પણ હવે તેલથી ચમક્તી નથી.


તેણે જવાબ આપ્યો, “સંજોગવશાત્, હું ગિલ્બોઆ પર્વત પર હતો. મેં જોયું તો શાઉલ રાજા પોતાના ભાલા પર અઢેલીને ઊભા હતા અને શત્રુના રથો અને ઘોડેસ્વારો તેમને ભીંસમાં લેવા આવી પહોંચ્યા હતા.


શાઉલનો બીજો એક વંશજ યોનાથાનનો પુત્ર મફીબોશેથ હતો. તે અપંગ હતો. શાઉલ અને યોનાથાન માર્યા ગયા ત્યારે તે પાંચ વર્ષનો હતો. યિભયેલ નગરથી તેમના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે મફીબોશેથને સાચવનારી દાસી તેને લઈને નાઠી, પણ તે એવી ઉતાવળમાં હતી કે તેના હાથમાંથી તે પડી ગયો અને તેથી તે અપંગ થઈ ગયો.


પણ જો તમે પાપ કર્યા કરશો તો તમે અને તમારો રાજા નાશ પામશો.”


કેટલાક સમય બાદ પલિસ્તીઓનાં સૈન્ય ઇઝરાયલ સામે લડવાને એકત્ર થયાં અને આખીશે દાવિદને કહ્યું, “અલબત્ત, તું સમજે તો છે કે તારે અને તારા માણસોએ અમારે પક્ષે રહીને લડવાનું છે.”


શમુએલે શાઉલને કહ્યું, “તેં શા માટે મને અહીં બોલાવીને પરેશાન કર્યો છે? તેં શા માટે મને પાછો બોલાવ્યો છે?” શાઉલે જવાબ આપ્યો, “હું મોટી મુશ્કેલીમાં આવી પડયો છું. પલિસ્તીઓ મારી સામે લડવાને તૈયાર થયા છે અને ઈશ્વરે મને તજી દીધો છે. સ્વપ્નો કે સંદેશવાહકો મારફતે હવે તે મને જવાબ આપતા નથી. તેથી મારે શું કરવું તે પૂછવા મેં તમને બોલાવ્યા છે.”


તે તને અને ઇઝરાયલીઓને પલિસ્તીઓના હાથમાં સોંપી દેશે. આવતી કાલે તું અને તારા પુત્રો મારી સાથે હશો અને પ્રભુ ઇઝરાયલના સૈન્યને પલિસ્તીઓના હાથમાં સોંપી દેશે.”


પલિસ્તીઓનાં સૈન્યોએ એકઠાં થઈને શૂનેમ નગરમાં છાવણી કરી. શાઉલે ઇઝરાયલીઓને એકઠા કરીને ગિલ્બોઆ પર્વત પર છાવણી કરી.


પલિસ્તીઓએ તેમનાં સર્વ લશ્કરી દળો અફેકમાં એકઠાં કર્યાં, જ્યારે ઇઝરાયલીઓએ યિભએલની ખીણમાં ઝરા પાસે છાવણી કરી.


Lean sinn:

Sanasan


Sanasan