Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 30:26 - પવિત્ર બાઇબલ C.L.

26 દાવિદ સિકલાગ પાછો આવ્યો ત્યારે લૂંટનો કેટલોક ભાગ યહૂદિયાના આગેવાન મિત્રો પર આ સંદેશા સાથે મોકલ્યો, “પ્રભુના શત્રુઓ પાસેથી મેળવેલી લૂંટમાંથી તમને આ ભેટ મોકલું છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 દાઉદ સિક્લાગમાં આવ્યો, ત્યારે તેણે લૂંટમાંથી કેટલીક યહૂદિયાના વડીલોને ત્યાં, એટલે તેના મિત્રોને ત્યાં, મોકલાવીને કહાવ્યું, “જુઓ, યહોવાના શત્રુઓ પાસેથી પડાવી લીધેલી લૂટમાંથી આ ભેટ તમારે માટે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 જયારે દાઉદ સિકલાગમાં આવ્યો, ત્યારે તેણે લૂંટમાંથી કેટલીક યહૂદિયાના વડીલોને, એટલે પોતાના મિત્રોને ત્યાં મોકલી અને કહાવ્યું, “જુઓ, ઈશ્વરના શત્રુઓ પાસેથી લીધેલી લૂંટમાંથી આ ભેંટ તમારે માટે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 દાઉદ સિકલાગ પહોંચ્યા ત્યારે તેણે લૂંટનો થોડો ભાગ પોતાના મિત્રોને, યહૂદાના આગેવાનોને, આ સંદેશા સાથે મોકલી આપ્યો કે, “યહોવાના દુશ્મનો પાસેથી જે લૂટ મેં પાછી લીધી તેમાંથી તમને આ ભેટ મોકલી છે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 30:26
14 Iomraidhean Croise  

કૃપા કરીને આ ભેટનો સ્વીકાર કરો. કારણ, ઈશ્વરે મારા પર કૃપા કરી છે અને મારી પાસે પુષ્કળ ઢોરઢાંક છે.” એ રીતે તેણે એસાવને ખૂબ આગ્રહ કર્યો, જેથી તેણે તે ભેટ સ્વીકારી.


શાઉલના મરણ પછી દાવિદ અમાલેકીઓ પર જીત મેળવીને પાછો આવ્યો અને બે દિવસ સિકલાગમાં રહ્યો.


તે પોતાના સઘળા રસાલા સાથે ઈશ્વરભક્ત એલિશા પાસે પાછો ફર્યો અને કહ્યું, “હવે હું જાણું છું કે ઇઝરાયલના ઈશ્વર સિવાય કોઈ ઈશ્વર નથી. તેથી કૃપા કરી મારી ભેટ સ્વીકારો.”


પરંતુ મારા ઉદ્ધારના શુભેચ્છકો આનંદથી જયજયકાર કરો, અને તેઓ સદા કહો કે, “પોતાના ભક્તના કલ્યાણમાં રાચનાર પ્રભુ મહાન મનાઓ.”


તમે ઘણા બંદીવાનોને લઈને ઉન્‍નત સ્થાને ચઢયા, બલ્કે, તમે શરણે આવેલા વિદ્રોહીઓ પાસેથી નજરાણાં સ્વીકાર્યાં. હવે હે પ્રભુ ઈશ્વર, તમે ત્યાં વાસ કરો છો.


પણ ઉમદા માણસ ઉમદા યોજનાઓ ઘડે છે અને તે પોતાનાં ઉમદા કાર્યોથી ટકી રહે છે.


આ ભાઈઓ મારી પહેલાં તમારી પાસે આવે અને જે દાન આપવાનું તમે વચન આપ્યું છે તે અગાઉથી ઉઘરાવી રાખે, તે માટે મેં તેમને વિનંતી કરવાનું જરૂરી ગણ્યું છે; જેથી જ્યારે હું આવું ત્યારે તે દાન તૈયાર હોય, અને તમે ફરજ પડયાથી નહિ, પણ સ્વેચ્છાએ આપો છો તેમ જણાય.


પછી શાઉલે દાવિદને કહ્યું, “મારી મોટી પુત્રી મેરાબ છે. તું શૂરવીર અને વફાદાર સૈનિક તરીકે મારી સેવા કરીશ અને પ્રભુની લડાઈઓ લડીશ એ શરતે હું તેનું તારી સાથે લગ્ન કરાવીશ.” શાઉલના મનમાં એમ હતું કે એ રીતે પલિસ્તીઓ દાવિદને મારી નાખશે અને તેણે પોતે દાવિદને મારી નાખવો પડશે નહિ.


તેથી કૃપા કરીને તમારી આ સેવિકાની ભેટ સ્વીકારો અને તમારી સેવા કરનારા જુવાનોને આપો.


મારો કંઈ અપરાધ હોય તો મને ક્ષમા કરો. પ્રભુ તમારા રાજવંશને કાયમને માટે સ્થાપિત કરશે. કારણ, તમે તેમની લડાઈઓ લડો છો અને તમે જીવનપર્યંત કંઈ ખોટું કરશો નહિ.


દાવિદ ઘેટાંબકરાંનાં બધાં ટોળાં અને બધાં ઢોરઢાંક પણ પાછા લાવ્યો, એમને હાંકનારા કહેતા હતા કે, “આ દાવિદની લૂંટ છે.”


દાવિદે એ નિર્ણય નિયમ તરીકે કર્યો અને ત્યારથી ઇઝરાયલમાં એ નિયમ પળાતો આવ્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan