Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 30:14 - પવિત્ર બાઇબલ C.L.

14 અમે કેરેથીઓના પ્રદેશ પર, યહૂદિયાના દક્ષિણ ભાગ પર અને કાલેબના ગોત્રના પ્રદેશ પર ચઢાઈ કરી હતી અને અમે સિકલાગ બાળી નાખ્યું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અમે કરેથીઓના દક્ષિણ ભાગ પર, યહૂદિયાના દેશ પર, તથા કાલેબના દક્ષિણ ભાગ પર સવારી કરી, ને સિક્લાગને અમે આગથી બાળી નાખ્યું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 અમે કરેથીઓના દક્ષિણ ભાગ ઉપર, યહૂદિયાના દેશ ઉપર, કાલેબના દક્ષિણ ભાગ પર સવારી કરી અને સિકલાગને અમે આગથી બાળી નાખ્યું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 અમે નેગેબ પર આક્રમણ કર્યુ જ્યાં કરેથીઓ અને કાલેબના લોકો રહે છે અને યહૂદાની ભૂમિ ઉપર આક્રમણ કરીને સિકલાગને અમે બાળી નાખ્યું.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 30:14
14 Iomraidhean Croise  

કરેથીઓ અને પલેથીઓ દાવિદના અંગરક્ષકો હતા. યહોયાદાનો પુત્ર બનાયા તે અંગરક્ષકોનો ઉપરી હતો અને દાવિદના પુત્રો યજ્ઞકારો હતા.


તેથી સાદોક, નાથાન, બનાયા અને રાજાના અંગરક્ષકોએ શલોમોનને દાવિદ રાજાના ખચ્ચર પર બેસાડયો અને તેને ગિહોનના ઝરણાએ લઈ ગયા.


તેમણે સાદોક, નાથાન, બનાયા અને રાજાના અંગરક્ષકોને શલોમોનની સાથે મોકલ્યા હતા. તેમણે તેને રાજાના ખચ્ચર પર બેસાડયો હતો;


યહોયાદાનો પુત્ર બનાયા દાવિદના અંગરક્ષકોનો ઉપરી હતો; અને દાવિદ રાજાના પુત્રો તેની સેવામાં રહેનાર મુખ્ય પદાધિકારીઓ હતા.


તેથી હું પ્રભુ પરમેશ્વર પોતે કહું છું કે હું પલિસ્તીઓ પર પ્રહાર કરીશ. હું કેરેથીઓને નાબૂદ કરી નાખીશ અને સમુદ્રકિનારાના બાકીના બધા લોકોનો વિનાશ કરીશ.


હે સમુદ્ર કિનારે વસતા પલિસ્તીઓ, તમારું આવી બન્યું છે. પ્રભુએ તમને સજા ફટકારી દીધી છે. તે તમારો નાશ કરશે, અને તમારામાંથી કોઈ બચી જશે નહિ.


યહોશુઆએ યફૂન્‍નેહના પુત્ર કાલેબને તેના હિસ્સામાં હેબ્રોન નગર આપી દીધું.


પ્રભુએ યહોશુઆને આપેલી આજ્ઞા પ્રમાણે યહૂદાના કુળપ્રદેશનો એક ભાગ યહૂદાના કુળના વંશજોમાં યફૂન્‍નેહના પુત્ર કાલેબને આપવામાં આવ્યો હતો. અનાકના પિતા આર્બાનું નગર હેબ્રોન તેને ભાગે આવ્યું હતું.


જો કે એ નગરમાં ખેતરો અને તેનાં ગામો તો અગાઉ યફૂન્‍નેહના પુત્ર કાલેબને તેના વસવાટ માટે આપી દેવાયાં હતાં.


બે દિવસ પછી દાવિદ અને તેના માણસો સિકલાગમાં પાછા આવ્યા. દરમ્યાનમાં અમાલેકીઓએ દક્ષિણ યહૂદિયા અને સિકલાગ પર હુમલો કર્યો હતો. તેમણે સિકલાગને સર કરીને તેને બાળી નાખ્યું હતું.


દાવિદે તેને પૂછયું, “તારો માલિક કોણ છે અને તું ક્યાંથી આવ્યો છે?” તેણે જવાબ આપ્યો, “હું ઈજિપ્તી છું અને એક અમાલેકીનો ગુલામ છું. હું બીમાર પડી ગયો હોવાથી મારા માલિકે મને ત્રણ દિવસ અગાઉ પાછળ પડતો મૂક્યો.


દાવિદે તેને પૂછયું, “તું મને એ હુમલાખોરો પાસે લઈ જઈશ?” તેણે જવાબ આપ્યો, “મને ઈશ્વરને નામે વચન આપો કે તમે મને મારી નાખશો નહિ અથવા મારા માલિકને પાછો સોંપી નહિ દો, તો હું તમને લઈ જઈશ.”


પછી તે દાવિદને અમાલેકીઓ પાસે લઈ ગયો. પલિસ્તીયા અને યહૂદિયામાં મેળવેલી અઢળક લૂંટને કારણે તેઓ ખાતાપીતા અને મઝા માણતા તે જગ્યાએ વિખેરાયેલા હતા.


Lean sinn:

Sanasan


Sanasan