Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 3:2 - પવિત્ર બાઇબલ C.L.

2 એલીની આંખે હવે ઝાંખપ આવી હતી અને તેને બરાબર દેખાતું નહોતું. એક રાત્રે તે પોતાના ઓરડામાં સૂઈ ગયો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 એ અરસામાં એમ બન્યું કે એલી પોતાની જગાએ સૂતો હતો, [હવે તેની આંખો ઝાંખી થવા લાગવાથી તેને સૂઝતું નહોતું.]

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તે સમયે, જયારે એલીની, આંખોની દ્રષ્ટિ ઝાંખી થવાથી તે સારી રીતે જોઈ શકતો નહોતો, ત્યારે તે પોતાની પથારીમાં સૂતો હતો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 એક રાત્રે એલી પોતાની કાયમની જગ્યા એ સૂતો હતો. ઘડપણને કારણે તેની આંખો બહુ જ નબળી બની ગઇ હતી, તે લગભગ આંધળો બની ગયો હતો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 3:2
8 Iomraidhean Croise  

હવે એવું બન્યું કે ઇસ્હાક વૃદ્ધ થયો હતો અને તેની આંખોનું તેજ ઘટી ગયું હોવાથી તે જોઈ શક્તો નહોતો. ત્યારે એક દિવસ તેણે પોતાના મોટા પુત્ર એસાવને બોલાવીને કહ્યું, “મારા દીકરા.” તે બોલ્યો, “હું આ રહ્યો.”


હવે વૃદ્ધાવસ્થાને કારણે ઇઝરાયલની આંખોનું તેજ ઘટી ગયું હતું, એટલે તેને બરાબર દેખાતું નહોતું. આથી યોસેફ તેમને યાકોબની પાસે લઈ આવ્યો અને તેણે તેમને ભેટીને ચુંબન કર્યું.


પણ તેના પિતાએ નકાર કરતાં કહ્યું, “દીકરા, મને ખબર છે. એ પણ એક પ્રજાનો પિતા થશે અને મહાન થશે, પણ એનો નાનો ભાઈ એના કરતાં પણ મોટો થશે અને તેના વંશમાં પ્રજાઓના સમુદાયનું નિર્માણ થશે.”


તેથી તે સ્ત્રી વેશપલટો કરીને શીલોમાં અહિયાને ઘેર ગઈ. વૃદ્ધાવસ્થાને લીધે અહિયાની આંખે ઝાંખપ આવી હોવાથી તે જોઈ શક્તો નહોતો.


અમારાં આયુષ્યનાં વર્ષો કદાચ સિત્તેર જેટલાં હોય, અથવા શક્તિને લીધે કદાપિ એંસી વર્ષ જેટલાં પણ થાય; તો પણ તે અમારે માટે મુશ્કેલી અને દુ:ખથી ભરેલાં છે; જિંદગી ઝડપથી પૂરી થાય છે અને અમે ઊડી જઈએ છીએ.


તે દિવસે તારું રક્ષણ કરનાર તારા હાથ ધ્રૂજશે. તારા બળવાન પગ વાંકા થઈ જશે, ચાવવાના દાંતની સંખ્યા ઘટી જતાં ચવાતું બંધ જઈ જશે;


હવે એલી ઘણો વૃદ્ધ થયો હતો. પોતાના પુત્રો ઇઝરાયલીઓ પ્રત્યે જે રીતે વર્તતા હતા અને વળી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ કામ કરતી સ્ત્રીઓ સાથે સમાગમ કરતા એ બધું એલીના સાંભળવામાં આવતું.


એલી હવે અઠાણું વર્ષનો થયો હતો, તેની આંખે ઝાંખપ આવી હતી અને તેને બરાબર દેખાતું નહોતું.


Lean sinn:

Sanasan


Sanasan