Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 3:18 - પવિત્ર બાઇબલ C.L.

18 તેથી શમુએલે તેને બધું કહ્યું અને કંઈ છુપાવ્યું નહિ. એલીએ કહ્યું, “આખરે તો તે પ્રભુ છે, તેમને જે સારું લાગે તે કરે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 શમુએલે તે સર્વ વાત તેને કહી, ને તેનાથી કંઈ પણ છુપાવ્યું નહિ. પછી એલીએ કહ્યું, “તે યહોવા છે; તેમની દષ્ટિમાં જે સારું લાગે તે કરે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 ત્યારે શમુએલે તેને સર્વ વાત કહી; તેનાથી તેણે કશું છુપાવ્યું નહિ. એલીએ કહ્યું, “તે ઈશ્વર છે. તેમની નજરમાં જે સારું લાગે તે તેઓ કરે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 પછી શમુએલે એલીને કઇ જ છુપાવ્યા વગર બધું કહ્યું. એલીએ બધું સાંભળ્યું અને કહ્યું: “તે તો યહોવા છે તેને જે ઠીક લાગે તે કરે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 3:18
18 Iomraidhean Croise  

દુરાચારીઓ સાથે સદાચારીઓનો નાશ કરવો એ તમારાથી દૂર રહો. એમ થાય તો સદાચારીઓ દુરાચારીઓની બરાબર ગણાય; એવું કરવું તમારાથી દૂર રહો. સમસ્ત પૃથ્વીના ન્યાયાધીશ શું સાચો ન્યાય નહિ કરે?”


બળવાન થઈને હિમ્મત રાખજે. આપણે આપણા લોકો અને આપણા ઈશ્વરનાં શહેરો માટે ઉગ્ર જંગ ખેલીને શૌર્ય દાખવીએ. પછી જેવી પ્રભુની ઇચ્છા.”


પણ જો પ્રભુ મારા પર પ્રસન્‍ન ન થાય, તો પછી પ્રભુ તેમની ઇચ્છા પ્રમાણે કરે.”


હિઝકિયા રાજાએ એ સંદેશનો એવો અર્થ ઘટાવ્યો કે તેના પોતાના જીવનકાળ દરમ્યાન તો શાંતિ અને સલામતી રહેશે. તેથી તેણે પ્રત્યુત્તર પાઠવ્યો, “પ્રભુ તરફથી તેં મોકલાવેલો સંદેશ સારો છે.”


હિંમત રાખજે! આપણે આપણા લોકો તથા આપણા ઈશ્વરનાં નગરો માટે ભારે જંગ ખેલીએ; પછી પ્રભુની ઇચ્છા હોય તેમ થાઓ.”


અને કહ્યું કે, “મારી માતાના ઉદરમાંથી હું જન્મ્યો ત્યારે કશું લીધા વગર આવ્યો હતો, અને હું મૃત્યુ પામીશ ત્યારેય સાથે કશું લઈ જવાનો નથી; પ્રભુએ આપ્યું અને પ્રભુએ પાછું લઈ લીધું; યાહવેના નામને ધન્ય હો!”


યોબે તેને કહ્યુ: “તું તો કોઈ નાદાન સ્ત્રીની જેમ બોલે છે! શું ઈશ્વર પાસેથી આપણે સુખ જ સ્વીકારીએ. અને દુ:ખ ન સ્વીકારીએ?” એવી વિપત્તિમાં પણ યોબે પોતાના મુખે પાપ કર્યું નહિ.


હું મૌન રહ્યો અને મારું મુખ પણ ઉઘાડયું નહિ; કારણ, તમે જ મને દુ:ખી કર્યો છે.


ત્યારે પ્રભુ ત્યાં વાદળામાં નીચે ઊતર્યા, તેની સાથે ઊભા રહ્યા અને પોતાનું પવિત્ર નામ યાહવે ઉચ્ચાર્યું.


હિઝકિયા રાજા એ પરથી એવું સમજ્યો કે તેના પોતાના સમયમાં તો શાંતિ અને સલામતી રહેશે. તેથી તેણે જવાબ આપ્યો, “પ્રભુ તરફથી જે સંદેશો મને આપ્યો છે તે સારો છે.”


તેથી યર્મિયાએ આ સંદેશ યરુશાલેમમાં સિદકિયા રાજાને આપ્યો.


સિદકિયા રાજાએ માણસ મોકલીને સંદેશવાહક યર્મિયાને પ્રભુમંદિરના ત્રીજા પ્રવેશદ્વાર પાસે બોલાવ્યો અને રાજાએ યર્મિયાને કહ્યું, “હું તને એક પ્રશ્ર્ન પૂછવા ચાહું છું અને તેના જવાબમાં મારાથી કંઈ છુપાવીશ નહિ.”


યર્મિયાએ ઉત્તર આપ્યો, “ભલે, હું તમારી વિનંતી પ્રમાણે તમારા ઈશ્વર પ્રભુને તમારે માટે પ્રાર્થના કરીશ અને પ્રભુ તમારે માટે જે જવાબ આપશે તે હું તમને જણાવીશ અને તેમાંથી કશું બાક્ત રાખીશ નહિ.”


આપણને આપણા પાપને લીધે શિક્ષા થઈ હોય તો આપણે શા માટે ફરિયાદ કરવી જોઈએ?


પછી મોશેએ આરોનને કહ્યું, “આ તો પ્રભુએ જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે જ બન્યું છે. ‘મારી સેવા કરનારાઓએ મારી પવિત્રતાની અદબ જાળવવી જોઈએ. હું મારું ગૌરવ મારા લોક સમક્ષ પ્રગટ કરીશ.’ ” પરંતુ આરોન શાંત રહ્યો.


તમે પોતાને ઈશ્વરના બળવાન હાથ નીચે નમ્ર કરો જેથી યોગ્ય સમયે તે તમને ઉચ્ચ પદવીએ મૂકે.


પણ ઇઝરાયલી લોકોએ પ્રભુને કહ્યું, “અમે પાપ કર્યું છે. તમારે જે કરવું હોય તે કરો. પણ અમને આટલી વાર બચાવો.”


Lean sinn:

Sanasan


Sanasan