Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 3:13 - પવિત્ર બાઇબલ C.L.

13 મેં તેને કહ્યું છે કે તેના પુત્રો મારી વિરુદ્ધ દુષ્ટ વાતો બોલ્યા હોવાથી હું તેના કુટુંબને કાયમની શિક્ષા કરનાર છું. એલી તેમનું આ કામ જાણતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 કેમ કે મેં તેને કહ્યું છે કે, જે દુષ્ટતા તું જાણે છે તેને લીધે હું સદાને માટે તારા ઘરનો ન્યાય કરીશ, કેમ કે તારા દીકરાઓ પોતા પર શાપ લાવ્યા, છતાં તેં તેમને અડકાવ્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 મેં તેને કહ્યું હતું કે જે દુષ્ટતાની તેને ખબર છે તેને લીધે હું તેના ઘરનો ન્યાય સદાને માટે કરીશ, કારણ કે તેના દીકરાઓ પોતા પર શાપ લાવ્યા અને તેણે તેઓને અટકાવ્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 કારણ કે મેં તેને કહ્યું હતું કે તેના કુળને હું કાયમ માંટે સજા કરીશ. કારણ કે તેના પુત્રો માંરી નિંદા કરે છે અને એલી તે જાણતો હોવા છતાં તેણે તેઓને વાર્યા નહોતા.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 3:13
17 Iomraidhean Croise  

મારા પિતા દાવિદ પ્રત્યે તેં કેવી દુષ્ટતા કરી હતી તે સર્વ તું જાણે છે. પ્રભુ તને તેની શિક્ષા કરશે,


હે પ્રભુ, તમે અમારા ઈશ્વર છો! તેમને શિક્ષા કરો, કારણ, અમારી પર આક્રમણ લઈ આવેલ આ સૈન્ય સામે અમે સાવ લાચાર છીએ. શું કરવું એની અમને કંઈ સૂઝ પડતી નથી, પણ મદદ માટે અમે તમારી તરફ મીટ માંડીએ છીએ.”


આશા હોય ત્યાં સુધી તારા પુત્રને શિક્ષા કર, નહિ તો તું તેના નાશમાં ભાગીદાર બનીશ.


શિક્ષાની સોટી અને સુધારવાની શિખામણ જ્ઞાનદાયક છે, પણ અંકુશ વિના ઉછરેલું બાળક તેની માતાને કલંક લગાડે છે.


કારણ, તારું હૃદય જાણે છે કે તેં પણ ઘણીવાર બીજાઓને શાપ દીધો છે.


એ માટે હે ઇઝરાયલીઓ, હું પ્રભુ પરમેશ્વર તમને કહું છું કે હું તમારા પ્રત્યેકનો તેનાં આચરણ અનુસાર ન્યાય કરીશ. તમે દુષ્ટતા આચરો છો તેનાથી પાછા ફરો, નહિ તો તમારાં પાપ તમારા વિનાશનું કારણ થઇ પડશે.


તારો અંત નજીક આવ્યો છે. હું મારો કોપ તારા પર રેડી દઈશ અને તારાં આચરણ અનુસાર તારો ન્યાય કરીશ, અને તારાં ધિક્કારપાત્ર કાર્યોનો હું બદલો વાળીશ.


પ્રજાઓએ સજ્જ થઈ યહોશાફાટ [અર્થાત્ ન્યાયૃની ખીણમાં આવવું જ જોઈએ. ત્યાં હું પ્રભુ આસપાસની સર્વ પ્રજાઓનો ન્યાય કરવા બેસીશ.


મારા કરતાં જે કોઈ પોતાના પિતા કે માતા પર વધુ પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી. મારા કરતાં જે કોઈ પોતાના પુત્ર કે પુત્રી પર વધુ પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી.


પણ ત્યાં તમારા ઈશ્વર પ્રભુની સેવા કરનાર યજ્ઞકાર કે તે સમયના ન્યાયાધીશના ચુકાદાનો કોઈ માણસ ઉધતાઈથી ભંગ કરે તો તે મૃત્યુદંડને પાત્ર થાય. એ રીતે તમારે ઇઝરાયલમાંથી દુષ્ટતા દૂર કરવી.


“જો કોઈ માણસને હઠીલો અને ઉધત પુત્ર હોય અને તે પોતાના માતાપિતાનું કહેવું માનતો ન હોય અને તેમની શિસ્તની અવગણના કરતો હોય,


જો આપણું હૃદય આપણને દોષિત ઠરાવે તો આપણે જાણીએ છીએ કે ઈશ્વર આપણાં હૃદય કરતાં મહાન છે અને તે સર્વ જાણે છે.


એલીના બે પુત્રો દુરાચારી હતા.


એલીના પુત્રોનું આ પાપ ઈશ્વરની દૃષ્ટિમાં અતિ ગંભીર હતું. કારણ, તેઓ ઈશ્વરને અર્પવામાં આવતાં બલિ પ્રત્યે આ રીતે તુચ્છકાર દાખવતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan