Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 28:23 - પવિત્ર બાઇબલ C.L.

23 શાઉલે નકાર કરતાં કહ્યું કે, “મારે કંઈ ખાવું નથી.” પણ તે સ્ત્રીએ અને શાઉલના અમલદારોએ તેને ખોરાક લેવાને આજીજી કરી. છેવટે, શાઉલ તેમના આગ્રહને વશ થઈને જમીન પરથી ઊઠીને પલંગ પર બેઠો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 પણ તેણે ના પાડીને કહ્યું, “હું નહિ ખાઉં.” પણ તેના ચાકરોએ તથા તે સ્‍ત્રીએ મળીને તેને આગ્રહ કર્યો. તેથી તેણે તેઓનું કહેવું માન્યું. પછી જમીન પરથી ઊઠીને તે પલંગ પર બેઠો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 પણ શાઉલે ઇનકાર કરીને કહ્યું, “હું નહી જ જમું,” પણ તેના ચાકરોએ તથા તે સ્ત્રીએ મળીને, તેને આગ્રહ કર્યો, પછી તેણે તેઓનું કહેવું માન્યું. તે જમીન ઉપરથી ઊઠીને પલંગ પર બેઠો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 પણ તેણે ના પાડી અને કહ્યું, “માંરે ખાવું નથી.” પણ પેલી સ્ત્રીએ અને અમલદારોએ પણ આગ્રહ કર્યો, એટલે છેવટે તે માંની ગયો, અને ભોંય ઉપરથી ઉઠીને ખાટલા ઉપર બેઠો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 28:23
11 Iomraidhean Croise  

યિઝ્રએલી નાબોથે આહાબને એવું કહ્યું તેથી તે નિરાશ અને ક્રોધિત થઈ ઘેર ગયો. દીવાલ તરફ મોં રાખી તે પોતાના પલંગ પર પડયો અને ખોરાક લેવાની પણ ના પાડી.


એક દિવસે એલિશા શૂનેમ ગયો, જ્યાં એક ધનવાન સ્ત્રી રહેતી હતી. તેણે તેને જમવા આમંત્રણ આપ્યું, અને તે પછી તે જ્યારે જ્યારે શૂનેમ જતો ત્યારે ત્યારે તેને ત્યાં જ જમતો.


તેના સેવકોએ તેની પાસે જઈ તેને કહ્યું, “સાહેબ, સંદેશવાહકે તમને કોઈ અઘરું કામ કહ્યું હોત તો તે તમે ન કરત? તો પછી તમે જઈને તેમના કહેવા મુજબ સ્નાન કરીને સાજા કેમ થતા નથી?”


તે સ્થળે વાદળી અને સફેદ સૂતરના બારીક પડદા જાંબલી રેસાવસ્ત્રની દોરીઓ વડે આરસપહાણના સ્તંભો પર રૂપાની કડીઓ ઘાલી લટકાવવામાં આવ્યા હતા. ત્યાં શ્વેત આરસપહાણ તથા લાલ તેમજ લીલાશ પડતા વાદળી કિંમતી પથ્થરોની ફરસબંધી પર સોનારૂપાના દિવાનો મૂકેલા હતા.


ભગ્ન દયવાળા માણસ આગળ આનંદી ગીતો લલકારવાં તે શિયાળાની ઠંડીમાં કોઈનાં વસ્ત્રો ઝૂંટવી લેવા સમાન કે ઘા પર સરકો રેડવા સમાન છે.


તેઓ ભપકાદાર દિવાન પર બેઠી અને સામે મેજ બિછાવી અને તે પર તેમણે મેં આપેલ સુગંધી ધૂપ તથા ઓલિવ તેલ મૂક્યાં.


તેથી માલિકે નોકરને કહ્યું, ‘રસ્તાઓ પર અને ગલીઓમાં જા, અને લોકોને આગ્રહ કરીને અંદર તેડી લાવ, જેથી મારું ઘર ભરાઈ જાય.


પણ તેમણે ઈસુને આગ્રહ કરતાં કહ્યું, “સાંજ થવા આવી છે અને અંધારું થઈ જશે, માટે અમારી સાથે જ રહો. તેથી તેઓ તેમની સાથે ઘરમાં ગયા.


પછી તેણે અમને આમંત્રણ આપ્યું, “જો તમને લાગ્યું હોય કે હું પ્રભુમાં સાચો વિશ્વાસ કરું છું, તો મારે ઘેર આવીને રહો.” તેણે અમને પોતાને ત્યાં લઈ જવા આગ્રહ કર્યો.


ખ્રિસ્તનો પ્રેમ જ અમારું પ્રેરકબળ છે; કારણ, અમે જાણીએ છીએ કે, એક માણસે સર્વ માણસોને માટે મરણ સહન કર્યું અને તેથી સૌ તેના મરણના ભાગીદાર થયા છે.


તો હવે તમે પણ તમારી આ દાસીની વાત માનો. તમને પીરસવા માટે મને થોડો ખોરાક રાંધવા દો; જેથી એ ખાઈને તમને મુસાફરી કરવા માટે જરૂરી બળ મળે.”


Lean sinn:

Sanasan


Sanasan